________________
ગોપદાદા એકવાર શ્રાવસ્તી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના દર્શન કરી આવ્યો હતો. તેમની કરૂણા અને સૌ જીવો પ્રત્યેના સમભાવથી પ્રભાવિત થયો હતો. તેને લાગતું આ જ્ઞાતપુત્રના પરિચયમાં આવેલા તેન વશ થઈ વર્તે તેવો અજબ તેમનો પ્રભાવ છે. એને પોતાને પણ લાગતું કે જો તેમની વાણી વધુ સાંભળીશ તો મારું ધારેલું કાર્ય મારાથી થશે ?
પછી એ મહાત્માઓને મળ્યો. તેઓ કહેતા કે કુળભેદ પરંપરાથી ચાલી આવ્યો છે. આ જન્મ નીચકુળ ભોગવી લો. આથી એનું સમાધાન થયું નહિ. એટલે તેણે નક્કી કર્યું કે જ્ઞાતપુત્રના દર્શન કરવા નહિ. તેની વાણી સાંભળવી નહિ. ભલે શ્રમણો સમાનતાની વાત કરે પણ છેવટે આ ભેદ તો દૂર થવાના નથી માટે આપણે જ પરાક્રમ કરવું.
મંગરાજ માતંગ અને ગુણવતી વિરલ વિરૂપા
આ જ વસાહતમાં માતંગ નામે મંત્ર વિદ્યાપારંગત વસતો હતો. તેના બાપદાદા હિમાલયમાં કોઈ યોગી પાસે કેટલીક વિદ્યાઓ શીખી આવ્યા હતા. માતંગને તેના બાપદાદા પાસેથી આવી વિદ્યાઓ મળી હતી. તેના વડે તે બાળકોના રોગો દૂર કરી શકતો, ભૂતપ્રેતની છાયાથી માણસોને છોડાવી શકતો. અમૂક વનસ્પતિ કે પાણીને મંત્રીને તે ઝેર ઉતારી શકતો. માતંગ તેની આવી વિદ્યા બળે વસાહતમાં માનભર્યું સ્થાન ધરાવતો, વળી રાજ બગીચાનો રખેવાળ સફાઈ કામદાર બન્યો હતો. તેમાં પણ તે પારંગત હતો. તેની રખેવાળી નીચેનું ઉદ્યાન જીવંત સૃષ્ટિ જેમ સોળે કળાએ ખીલી ઉઠતું.
આવો વિદ્યાકુશળ છતાં તેણે પોતાની મેત તરીકે મર્યાદા સ્વીકારી હતી. તેથી તે ગોપદાદાના વિચારથી જૂદો પડતો. આખરે ગોપદાદા કેટલાક સાથીદારોને લઈને દૂર જંગલમાં પોતાનું આગવું સ્થાનપલ્લી બનાવી સાથીદારોને શસ્ત્રવિદ્યા શીખવતો. સમય આવે રાજયના વિસ્તારમાં ચોરી લૂંટફાટ કરતો. માર્ગમાં સાર્થવાહને લૂંટતો અને ધન ભેગું કરતો.
માતંગ એ જ ખોરડામાં રહીને પોતાને યોગ્ય કાર્યો કરતો. ભાગ્યયોગે તેની જ જાતિની છતાં રૂપવાન અને ગુણીયલ એવી વિરૂપા ૧ ર
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org