________________
વખતથી ચાલી આવતી. રાજાઓના રાજય વિસ્તારની તૃષ્ણાએ યુદ્ધ થતાં, તેમાં પ્રજા સ્વીકાર્ય સમજી લેતી. અરે રાજાઓ કન્યાઓ મેળવવા, અંતઃપુરમાં રાણીઓની વણઝાર જેવી આકાંક્ષાઓ પણ યુદ્ધને નોતરતી ત્યારે પ્રજા તે કાર્ય પણ ફરજ રૂપે ગણતી.
મગધના સામ્રાજયમાં રાજગૃહી નગરી, મંદિર ઉપર સુવર્ણ કળશ જેવી દીપતી હતી. વ્યાપાર વિગેરેથી ધમધમતી એ મહાનગરી હતી. પ્રભુ મહાવીરના પગલે નગરીમાં ધર્મનો પ્રવાહ લોકમાનસ સુધી પહોંચ્યો હતો. એટલે એ નગરી ધર્મસ્થાનોથી પણ જાજવલ્યમાન હતી. જો કે પરાપૂર્વથી ચાલી આવતી વ્યવસ્થા પ્રમાણે પ્રજા ચાર વર્ગોમાં વહેંચાઈ હતી. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર.
ક્ષત્રિય પ્રજાનું રક્ષણ કરે, વૈશ્ય લોકોની સુખાકારી સાચવે. બ્રાહ્મણ વિદ્યા પ્રાપ્ત કરે, અને અન્યને પ્રદાન કરે. શુદ્ર સેવા કરે. દરેક જાતિમાં ભાવના સેવાની જ રહેતી. પણ શુદ્રોને માથે હલકા ગણાતા કાર્યો, ગંદકી સાફ કરવી, મળમૂત્ર ઉપાડવા અને તેના નિકાલની જયાં વ્યવસ્થા હોય ત્યાં જ તેમને રહેવાનું. વળી આ વર્ગ અછૂત મનાતો આવ્યો.
આજે આ મેત-ચાંડાલોના નામનું પરિવર્તન થયું પરંતુ જીવન ધોરણમાં તેમના તરફની લોકભાવના અંશતઃ નહિવત્ જ પરિવર્તન પામી છે.
પરાપૂર્વથી ચાલી આવેલી આ પ્રથા પ્રમાણે રાજગૃહી નગરીના છેડે મેતવાસમાં આ મેતના ખોરડાઓ હતા. નગરની ગંદકીની સ્વચ્છતા કરી તે બધી જ ગંદકીના ટોપલા આ ખોરડાની નજીક ખડકાતા તે સર્વે તેનાથી ટેવાઈ જતા કે શું પણ જયારે રોગચાળો નગરમાં બળ પડકતો ત્યારે આ મેત વર્ગ ઘણું ખરું અરક્ષિત રહેતો. તેમનું ભાગ્ય તેમને બચાવતું નગરના કોઈ પ્રસંગોમાં તેઓ અછૂત જ રહેતા. સવર્ણોની દયા પર નભતા છતાં જાણે તેમણે તે હકીકત સ્વીકારી લીધી હતી તેથી તે તે પ્રસંગોમાં નગરને સ્વચ્છ રાખવું, છેડે બેસવું અને વધુ ઘટયું ભોજન મળતું તેમાં તેઓ સંતોષ લેતા. તેમાં કોઈ બુદ્ધિમાન જિજ્ઞાસુ ભગવાન મહાવીરની ધર્મસભામાં જતા તો પણ લગભગ
૧૦ Jain Education International
અનોખી મૈત્રી
www.jainelibrary.org
For Private & Personal Use Only