Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 10
________________ તેવું નથી. છતાં તે તે કથાઓના પાત્રો એ સંઘર્ષોમાંથી સમાધાન મેળવતા અને મેળવે છે. એટલું જ નહિ પણ તે તે મહા-મહામાનવોએ તે સંઘર્ષોને કાયમ માટે ધરતીના પેટાળમાં પધરાવી દીધા. તેની કળા હસ્તગત કરી જે ઘટનારૂપે જગત સમક્ષ પ્રગટ થઈ તેથી તે પવિત્ર કથાનક કહેવાય છે. તે તે કાળે ભરત ચક્રવર્તી બાર વરસ ભાઈ સાથે યુદ્ધ ચઢયા, મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામાયણનું ઘોર યુદ્ધ સર્જાયુ. નેમિનાથના સમયમાં ધર્મ ખાતર ભારે અધર્મ અને મહાહિંસક એવું મહાભારત યુદ્ધ ખેલાયું. અરે મહાવીરના સમયમાં ચંડપ્રદ્યોત, શતાનિક કે અશોક જેવા રાજાઓએ ભીષણ યુદ્ધો કર્યા. આજે તે પ્રકારો અન્ય રીતે પ્રગટ થતા રહ્યા છે. માનવની આ યુદ્ધચ્છા ખતરનાક છે. છતાં તેનો અંત જણાતો નથી. બીજી બાજુ મહા અહિંસક ઋષભદેવથી માંડીને કરૂણાના અવતાર મહાવીર, બુદ્ધ પણ અસ્તિત્વમાં આવ્યા વળી આ ભારતની ધરતી પર વર્તમાનમાં ગાંધીજી અને વિનોબાજી પણ આવ્યા. આ પૂર્વના મહામાનવોની પવિત્રતાનું વહેણ છે. જેના વડે પ્રેમ, અહિંસા જેવા તત્ત્વો અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવમાં માનવનો જન્મ અનેક નિમ્ન સ્તરેથી વિકૃત થતો થતો આવ્યો છે. જયાં કેવળ વિવેકહિનતાની ભૂમિકા હતી. પશુતા, વર, પરસ્પરનું જીવન ઘર્ષણ જેવા સંસ્કારોની જડ ઘણી ઊંડી ગયેલી છે. તેમાં કયાંક માનવદેહ મળે પણ પેલા સંસ્કારો તો પશુતાના જ ને? હા છતાં આ જ ધરતી પર મહામાનવોએ મહાનતાને જીવનના ભોગે પ્રગટ કરી. તેવાં બે નારી- રત્નોની આ કથા પ્રેમથી વાંચજો. સાથે મોક્ષમાર્ગી મેતારજ મુનિની કથા વાંચજો. રોહિણેયના ગોડદાદા આ કથા ભગવાન મહાવીરના સમયની છે જયારે મગધના સામ્રાજયમાં રાજા શ્રેણિકની આણ પ્રવર્તતી હતી. રાજા શ્રેણિક પરાક્રમી હતા તેવા જ પ્રજાવત્સલ હતા. તે કાળે જનસમૂહ પ્રચારક્ષક રાજામાં પ્રભુના દર્શન કરતી. એવી પરસ્પર પ્રણાલિ ભગવાન ઋષભદેવના અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 146