Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 8
________________ મુનિ મેતારજ, ભગવાન શ્રી મહાવીરના કાળમાં થયા હતા. તેમના સમયના ઘણા મુનિઓની કથાઓના વિસ્તાર અને મહિમા આજે પણ જાણવા મળે છે. પરંતુ આ મુનિ મેતારજના દીક્ષા ઉપસર્ગ અને કેવળજ્ઞાનના અછડતા બે ચાર પ્રસંગ સિવાય કંઈ જાણવા મળતું નથી. છતાં સાહિત્ય સર્જકની અપ્રતિમ એવી કલમ દ્વારા એક આશ્ચર્યજનક અને રસપ્રદ કથાનું નિર્માણ કર્યું છે. તે તથા સજઝાયો અને અન્ય વ્યાખ્યાનોમાં સાંભળેલા કેટલાક પ્રસંગોને આશ્રીને આ સંક્ષિપ્ત કથા લખાઈ છે. સુલતાની કથામાં લખ્યું છે કે મારી આ આદત છે. તે છૂટતી નથી. હું પણ શું કરું? થોડો સમય થાય ને કોઈ પૂછતું આવે હમણાં શું લખો છો ! તમે લખો અમારે લખાવવું છે કે પ્રકાશિત કરવું છે. શિરો ભાવતો હતો વૈદ્યરાજે પથ્યમાં શિરો ખાવાની છૂટ આપી ભાવતું હોય અને વૈદ્યરાજ કહે એવું મારું છે. એટલે વળી આ કથાનું આલેખન પ્રગટ થયું. ગતિ ઘણી ધીમી રહી છે. પાછા વળી કોઈ પૂછે પછી પેલી કથાનું શું થયું અને કલમ ઉપડે. આમ આ કથા લેખનમાં શ્રી ચંદ્રકાંત દોશીનો ઉલ્લાસ અને યોગદાન મળી ગયું. જૈન સમાજના ધર્મરસિકજનો મેતાર્ય કે મેતારજ મુનિના નામથી પરીચિત છીએ તે કાળે તે સમયે આ નામ પાછળ મોટો ઈતિહાસ તે લગભગ જાણતા નથી. શુદ્ર અને સવર્ણના મિશ્રણવાળા મેતાર્ય નામની પાછળ શું ભેદ હતો. તે વાત નગણ્ય બની ગઈ છે. આ મેતાર્ય શુદ્રનો બાળક શ્રેષ્ઠિને ત્યાં જન્મેલો મનાયો, અને મહારાજા શ્રેણિકના જમાઈ ! આ મેળ બેસાડવો બુદ્ધિમતાનું કામ નથી. તે માટે તો આ કથાનકને જાણવું અને માણવું જોઈશે. આ કથા જયારે મેં આ દેશ કે પરદેશમાં કહી ત્યારે સૌ કહેતા આ મુનિની કથા પાછળ આ રહસ્ય હજી સુધી જાણ્યું નથી. આપણે ભગવાન મહાવીરનું શુભનામ, સકલ જંતુ હિતકારક તેમનું કામ, ચોથા આરાની જેવા ઠામ (કાળ) રાજગૃહી નગરી જેવું ધામ વિગેરેથી પરિચિત છીએ. તે કાળમાં મેતાર્ય નામની વિભૂતિ થઈ હતી. વળી વિરલ વ્યક્તિત્વ ધરાવતી વિરૂપા પ્રભુવીરની ભક્ત હતી. અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146