Book Title: Anokhi Maitri Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 6
________________ કથાની પૂર્વભૂમિકા ભારત ભૂમિનું અધ્યાત્મ ક્ષેત્ર વિશિષ્ટ છે. જે માનવને પશુતામાં પરિણમતા બચાવી માનવ થવાનું કે પ્રભુ થવાનું ઓજસ આપે છે. મહામાનવોએ એ અધ્યાત્મને જીવનની ધરા પર લાવવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે. તેવા મહામાનવોના એ પુરુષાર્થના પ્રસંગોને ચિત્રિત કરવા એટલે ધર્મકથા દ્વારા જીવોને બોધ આપવો, તે હેતુની મુખ્યતા છે. જૈન કે જૈનેતર દર્શનોમાં અઢળક અને અનુપમ ધર્મકથાની સંપત્તિ શાસ્ત્રમાં ગૂંથાયેલી છે. સંભવ છે કે ચોથા આરામાં બનેલી ઘટના પાંચમા આરા-વર્તમાન યુગના જીવોને કાલ્પનિક લાગે. જો કે કથાનુયોગમાં એવું મિશ્રણ અને વિરોધાભાસ રહેવાનો, તો પણ વર્તમાનનો બુદ્ધિમાન માનવી જે કથા જે યુગની હોય તે યુગના દૃષ્ટિકોણને લક્ષ્યમાં રાખે તો તેનો તર્ક સુતર્ક બની કથા બોધદાયક બને. જ્ઞાનીઓ કહે છે તારા જીવનમાં સંકટ, સંઘર્ષ, સંતાપ કે સૂનકારની ઘડીઓ આવે ત્યારે તને આ મહામાનવોની કથા, પ્રસંગો, સ્મરણો સમાધાન આપશે. હા પણ તેમાં એટલી મર્યાદા ખરી કે જીવે છે તે કથાના પાત્રોમાં સહૃદયથી શ્રદ્ધા રાખવી જોઈએ. જેમકે ચક્રવર્તીને હજારો રાણીઓ હતી. કોઈ રાજપુત્રને બત્રીસ પત્નીઓ, કોઈને આઠ સ્ત્રીઓ, વળી તેમના વૈભવમાં નવનિધિ અને આઠ સિદ્ધિઓ, ચંદ્રકાન્ત મણિથી થતી ઠંડક સૂર્યકાંત મણિ દ્વારા થતી ગરમી. આજના જેવા અદ્યતન સાધનની સરખામણીથી પણ વધી જાય, તેવા પ્રયોગોનું વર્ણન તે કાળે તેવી જીવન વ્યવસ્થા હતી. આપણે થોડા જ વર્ષોમાં બળદ ગાડાને બદલે હેલિકોપ્ટર જેવો વિકાસ જોઈએ છીએ અને તેને માનીએ છીએ. તેમ આ પ્રકારો શાસ્ત્રગમ્ય માનવા અને કથાનું હાર્દ વિચારી જીવનમાં પ્રકાશ મેળવવો. તમને કોઈ પૂછે કે તમને કેટલી કથાઓ આવડે છે, આંગળીથી બતાવો. કેટલી આંગળી ઊંચી કરશો? જવાબ શૂન્યમાં આવશે ? ખેર કથાઓના માધ્યમથી તમને તત્વજ્ઞાન પ્રત્યે જવાની સરળતા રહેશે. માટે જીવનમાં કેવળ અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146