________________
૧૦
કહીને એણે લગભગ પાંત્રીસ અર્થાલંકારો નિરૂપ્યા છે. આમ, દંડી પણ કાવ્યચર્ચામાં અલંકારને જ મહત્ત્વ આપે છે.
વામને પણ પોતાના ગ્રંથનું નામ “કાવ્યાલંકાર ' રાખ્યું છે. એણે પોતાના ગ્રંથના પ્રથમ સૂત્રમાં જ કહ્યું કે કાચમ્ પ્રમ્ અઢારતા અને બીજા સૂત્રમાં વ્યાખ્યા આપી કે ઊંૌર્યમ્ અઢારઃ ! આ સૌદર્યરૂપી અલંકાર દેશને છોડી દેવાથી અને ગુણ તથા અલંકારને સ્વીકારવાથી આવે છે. પણ વામને કાવ્યનો આત્મા તો રીતિને કહ્યો. રીતિરાના જથ્થગ્યા (૨–૬) અર્થાત્ એમ સૂચવ્યું કે શરીર જેમ આત્માથી ચેતનવંતું બને છે તેમ કાવ્ય રીતિથી ચેતનવંતું બને છે. રીતિને એણે “વિશિષ્ટ પદરચના” કહીને ઓળખાવી છે. આ વિશેષ” ગુણસ્વરૂપ છે. દંડીએ જેને માર્ગ કહ્યો તેને વામને રીતિ કહી. તે ત્રણ પ્રકારની : વૈદભી, ગૌડીય અને પાંચાલી. વૈદભી રીતિમાં સમગ્ર ગુણો આવે, જ્યારે ગૌડીયમાં ઓજસ અને કાન્તિ એ બે. મુખ્ય કહ્યા, અને પાંચાલીના લક્ષણમાં માધુર્ય અને સૌમાર્યને મૂક્યાં. એ પછી વામન તરત જ દોષનું લક્ષણ આપે છે પણ તે નકારરૂપે. ગુણથી વિપરીત તે દોષ. એણે આ દોષોનું નિરૂપણ ઠીક ઠીક વિગતે કર્યું છે. ત્રીજા અધિકરણમાં ગુણનું વિવેચન કર્યું છે. ગુણની વ્યાખ્યા કાવ્યને શોભા. આપનારા ધર્મો ” એવી કહી અને અલંકારોને આ શેભાન અતિશય આપનારાં કારણે કહ્યાં છે. (અશોમાસા: શતરો વન ગુજા: I તરતિરાયહેતવવાદા) પરંતુ ગુણ અને અલંકાર વચ્ચે બીજો ભેદ એ આપે છે કે ગુણે હમેશાં કાવ્યમાં હોવા જ જોઈએ, અર્થાત એ નિત્ય છે, અર્થાત ગુણો વિના કાવ્યમાં શેભા-સૌદર્ય આવે જ નહિ. જયારે અલંકારો વિના ચાલે પણ ખરું. ગુણમાં એણે ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ, કાતિ એમ દસ ગણાવ્યા અને આ દસને બંધ કહેતાં પદરચનાના ગુણો કહ્યા. આ દસને પાછા અર્થગુણે પણ કહ્યા, અર્થાત કે શબ્દ અને અર્થ બંનેના દસ ગુણો થયા. અર્થપરત્વે આ. ગુણેનું વિવેચન પણ એ કરે છે. વામને ચોથા અધિકરણમાં અલંકારોનું વિગતે નિરૂપણ કર્યું છે.
આમ, ભામહ, દંડી, વામન આદિ કાવ્યના સૌંદર્ય અથવા શેભાને: વિચાર કરે છે અને એમાં ગુણોને આવશ્યક ગણે છે; જયારે અલંકારોને શોભાની વૃદ્ધિ અર્થો માને છે.