________________
પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં સાહિત્ય વિશાળ અને વિવિધ પ્રકારનું છે – મહાકાવ્ય, - અને મુક્તક, કથા અને આખ્યાયિકા, ચંપૂ અને અભિનેયાર્થ અર્થાત નાટક અર્થાત રૂપક. તેના ઉપરનાં ચિંતાનો પણ વિવિધ પ્રકારનાં છે, એ ક્રમ પ્રાપ્ત છે. કાવ્ય છે પદાર્થ છે, કાવ્યને કેવી રીતે ઓળખવું, એ વિશે વિવિધ મતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપિત થયા છે. જેમ કે, ભામહે પિતાના ગ્રંથનું નામ જ “કાવ્યાલંકાર” રાખ્યું. એણે કાવ્યનું લક્ષણ બાકાય સહિત
ચમ્’ એવું આપ્યું, પણ એ પહેલાં એણે કહ્યું કે બીજાઓ રૂપક આદિ બહુ પ્રકારના અલંકારોની વાત કરે છે અને સમર્થનમાં કહે છે કે સુંદર પણ વનિતાનું મુખ અલંકાર રહિત હોય તે શોભતું નથી, એમ કહીને એણે અલંકાર ઉપર જ ભાર મૂક્યો. એણે કાવ્યદોષોની, કાવ્યગુણોની અને બીજી પણ ચર્ચા કરી છે, પરંતુ બીજા અને ત્રીજા પરિચછેદમાં અલંકારોનું જ નિરૂપણ કર્યું છે – લગભગ ચોત્રીસ જેટલા.
દંડીએ પોતાના “કાવ્યાદર્શ'માં “કાવ્યલક્ષણ કરાય છે” કહી વિષયનું નિરૂપણ શરૂ કર્યું છે. પિતાના પૂર્વેના વિદ્વાનોનો ઉલ્લેખ કરી કહ્યું કે તેઓએ કાવ્યનાં શરીર અને અલંકારો દર્શાવ્યાં છે. કાવ્યનું શરીર એટલે પદાવલિઓ પણ તે ઈષ્ટ અર્થથી નિયત થયેલી હોવી જોઈએ. પછી એણે પરસ્પર સૂક્ષ્મ ભેટવાળા અનેક માર્ગોન' ઉલ્લેખ કરી વૈદર્ભ અને ગૌડીય માર્ગના સ્પષ્ટ ભેદો કહ્યા અને બંને માર્ગોના ગુણે પણ બતાવ્યા. જેમ કે વૈદર્ભ માગના દસ ગુણે: ફ્લેષ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારતા, ઓજસ, કાન્તિ અને સમાધિ. આનાથી અન્યથા એવા ગૌડીય માર્ગના ગુણો કે લક્ષણો પણ ગણાવ્યાં છે. વળી, એણે એમ પણ કહ્યું કે સર્વ અલંકાર એ અર્થને “રસાદ્ધ કરવા માટે છે (૧-૬૨). બીજા પરિછેદમાં દંડીએ અર્થાલંકારનું વિગતે નિરૂપણ કર્યું છે અને ત્રીજામાં યમકાદિ શબ્દાલંકારોનું નિરૂપણ છે. એવામાં કાવ્યદોષોની ચર્ચા છે. ઠંડી અલંકારનું સામાન્ય લક્ષણ * કાવ્યને શોભા આપનારા ધર્મો ” ( દાચશોમાઇરામનરંજારાન પ્રવાસે) એવું આપે છે. અહીં શોભા એટલે સૌંદર્ય, જે વામને સ્પષ્ટ કર્યું છે. એ પછી પોતે અલંકારજાત અર્થાત અલંકારોના સમુદાયને બતાવે છે, એમ