Book Title: Anandvardhanno Dhvani Vichar
Author(s): Nagindas Parekh
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 8
________________ આવ્યા. એ પછી ત્રીજો અને ચેાથેા ઉદ્યોત તથા છપાયેલા પહેલા ખે ઉદ્યોત પણ અધ્યાપક શ્રી જયંત કાઠારી મૂળ સાથે રાખી વાંચી ગયા અને એમણે જે કંઈ સૂચને કર્યાં. તેને લક્ષમાં લઈને કેટલાક ફેરફારા કર્યાં. પુસ્તક લખાતું હતું તે દરમ્યાન જ પરબ'માં એ હપતે હપતે પ્રગટ થવા માંડયુ હતું. પહેલા હપતા ૧૯૭૮ના નવેમ્બરમાં અને ખીજા ઉદ્યોતનેા છેલ્લા ભાગ સપ્ટેમ્બર ૧૯૭૯માં છપાયા હતા. . C પુસ્તક લખવાનું શરૂ કર્યું અને એ · પરબ ’માં છપાવા માંડયું ત્યારે મૂળ સંસ્કૃત પાઠ આપવાની કલ્પના નહેાતી. એ વિચાર પાછળથી આવ્યેા. પુસ્તક લખતી વખતે મેં વાપરેલી ધ્વન્યાલાક 'ની આવૃત્તિઓની યાદી અન્યત્ર આપી છે. એમાંથી કોઈ એકના પાઠને હું અનુસર્યા નથી. જ્યાં જે પાઠ ઠીક લાગ્યા ત્યાં તેને ઉપયાગ કર્યાં છે. એટલે જ્યારે સંસ્કૃત પાઠ આપવાનું નક્કી કર્યું ત્યારે મારે મે વાપરેલા પાઠ તૈયાર કરવા પડયો. પુસ્તક ાખતી વખતે કયાં કઈ આવૃત્તિને પાઠ વાપર્યાં છે, એની નોંધ કઈ મેં રાખી નહાતી. આથી પુસ્તકને અંતે જે સંસ્કૃત પાઠ છાપ્યા છે તેમાં કદાચ કોઈ જગ્યાએ સરતચૂકથી જુદા પાઠ પણ આવી ગયા હૈાય એવું બનવાને સંભવ છે. ' ' , અનુવાદ કરવામાં મને શ્રી કૃષ્ણમૂર્તિના અંગ્રેજી અનુવાદની, આચાય વિશ્વેશ્વરના હિંદી અનુવાદની તેમ જ યાદીમાં નાંધેલા એ ગાળી અનુવાદોની મદદ મળી છે. વિવરણ લખવામાં મને ડૉ. રામસાગર ત્રિપાઠીની હિંદી વ્યાખ્યા તારાવતી ' ખૂબ ઉપયોગી થઈ પડી છે. પુસ્તકમાં પણ મેં એને ઉલ્લેખ કર્યો છે. કયાંક ઉતારા પણ આપ્યા છે. એ બધા ગ્રંથાના વિદ્વાન લેખકાના હું અંતરથી આભાર માનું છું. મારી સમજ સ્પષ્ટ કરવા માટે મેં મુ. શ્રી રસિકલાલ પરીખ તથા અધ્યાપક શ્રી તપસ્વી નાન્દી સાથે અવારનવાર ચર્ચા પણ કરી છે, તેની સાભાર Àોંધ લઉં છું. પોતાની તબિયત બહુ સારી ન હોવા છતાં આ આખું પુસ્તક ધ્યાનપૂર્વક સાંભળી જઈ અનેક કીમતી સૂચને કરવા માટે તેમ જ પ્રસ્તાવના લખી આપવા માટે હું મુ. શ્રી રસિકલાલભાઈ ના જેટલા આભાર માનું તેટલા એછે છે. પહેલા બે ઉદ્યોતેા કાળજીપૂર્વક વાંચી ફેરફારો સૂચવવા માટે તેમ જ સંસ્કૃત પાઠમાં આવતી પ્રાકૃત ગાયાનેા શુદ્ધ પાઠ નક્કી કરી આપવા માટે ભાઈ શ્રી હવિલ્લભ ભાયાણીને અને બધા ઉદ્યોતો ઝીણવટપૂર્ણાંક વાંચી સૂચા કરવા માટે અધ્યાપક શ્રી જયંત કોઠારીને પણ હું આભારી છું.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 530