________________
મિતી નાટક 222222
શ્રી સંઘના આગ્રહથી ફરીથી વિ. સં. ૧૯૩૦નું ચોમાસું પણ રતલામમાં કર્યું, જેમાં સ્થાનક્વાસીઓ અને ત્રિસ્તુતિક મતવાળાઓના ચાલુ ઊહાપોહના કારણે ડગમગતી શ્રદ્ધાને સ્થિર કરવા ભગીરથ પ્રયત્ન કર્યો, ચોમાસા દરમ્યાન ઘણુ ધર્મકાર્યો થયાં, લેકમાં ધર્મભાવના ખૂબ વધી, અનેક ત્રિપક્ષીઓએ પણ સત્યતત્વની સમજુતી મેળવી આચારશુદ્ધિનું તત્વ વિકસાવ્યું.
માસા પછી જાવરા, મહીદપુર, ખાચરદ ત્રિસ્તુતિક મતવાળા તરફથી વાગાડંબર રૂપ ચર્ચાના પગરણ થયા, તેના પરિણામે પૂજશ્રીએ ધીરતાપૂર્વક મંડનાત્મક શલિથી ઘણું ભવ્ય • જેને માર્ગસ્થ બનાવ્યા. મહીદપુરમાં ભવ્ય અષ્ટાદ્ધિક મહત્સવની ઉજવણી પણ થઈ
આસપાસના ગામોમાં પૂજ્યશ્રીએ વિહાર કરી અજ્ઞાનદશાથી ૫ ગરેલી અને શિથિલાચારી યતિઓના વિચારના નામે આચા–ઘર કરી ગયેલ સ્થાનકવાસી વગેરેના વિકૃત પ્રચારથી વધવા પામેલી અનેક અજ્ઞાનતા દૂર કરી ઉજજેન-દાદર તરફ જવા વિચાર કરેલ, પણ રતલામમાં સનાતન દંડી સ્વામી શ્રી નારાયણ દેવજી અદ્વૈતવાદના ઝંડાને આગળ કરી શ્રી શંકરાચાર્યના ગ્રંથેના આધારે વૈદિક ધમ સિવાય બીજા ધર્મો કે સંપ્રદાયે હલાહલ બેટા છે” એવી ઝુંબેશ ઉપાડી પોતાના પ્રવચનમાં આવા કટાક્ષવાળા વિવેચનો કરવાની શરૂઆત કરી. રતલામના શ્રી સંઘે પૂ શ્રી ઝવેરસાગરજી મ. ને શાસનને ગૌરવની રક્ષા અર્થે પુનઃ રતલામ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી પાછા લાવ્યા, અને પૂજશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મ. ના પદર્શન સમુચ્ચય ગ્રંથના આધારે સર્વ-દર્શનની સમીક્ષા રૂપ શ્રી જૈનદર્શનની વિશેષતાઓ શી? એ વિષય પર છણાવટ સાથે વ્યાખ્યાન શરૂ કર્યા.
ધીમે ધીમે પેલા સંન્યાસીના કાને વાત પહોંચી તે પ્રથમ તે “ઈને તુ નૈનાઃ નાતિવાદ વેહ્યT T F Uતેવામાશ્વતઃ પ્રાણ” (આ જૈને તે વેદને નહીં માનનારા અને નાસ્તિક છે તેમની દર્શનિક બાબતોમાં છે વિશ્વાસ?)
" न हि एतैः सह वार्ताकरण सुष्टु । एतेषामनीश्वरवादिनां मुखमपि न दृष्टव्यमिति अस्माक स्थितिः !" (આ લેકની સાથે વાત કરવી પણ સારી નથી, ઈશ્વરને નહીં માનનારા આ લોકોનું તે મહે પણ ન દેખાય એવી અમારી મર્યાદા છે)
આવા આવા અહંકારપૂર્ણ ઉપેક્ષા-વચનેની પૂજ્યશ્રીની વાતને ઉડાડી દેવા પ્રયત્ન કર્યો.
પૂજ્યશ્રી જરા પણ આવેશમાં આવ્યા વિના મૂળ વાતને પકડી રાખી વૈદિક ધર્મની કયી ભૂમિકા છે? અને જૈનધર્મની કેવી વિશેષતા છે? તે વાત દાખલા-દલીલેથી જોશભેર રજુ કરતા ગયા
પરિણામે સનાતનીઓમાંથી જાણકાર-જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ આવકાર પૂર્વક સત્યતત્ત્વની જે જિજ્ઞાસા હોય તે પૂછવા પ્રેરણા કરી.