________________
શિTET 2 22000w
જોડાવા પૂજ્યશ્રીએ સહુને પ્રેરણા કરી. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયે સામૂહિક -નાત્ર આદિ વિધિમાં ઉમંગપૂર્વક લાભ લેવા શ્રીસંઘે પણ જાહેરાત કરી.
૭૦ થી ૮૦ નવા એળીવાળા તેમજ ૧૨૫ થી ૧૫૦ જુના એળીવાળા મળી ૨૨૫ આરાધકો શ્રીનવપદજીની ઓળીની ભવ્ય-આરાધનામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી જોડાયા.
વ્યાખ્યાનમાં છટાદાર-શૈલીથી પૂજ્યશ્રીએ શ્રીપાળચરિત્રના પ્રસંગોનાં રહસ્ય સમજાવી આરાધકને ઉદાત્ત પ્રેરણા આપી.
આરાધકે પૈકી શ્રી જડાવચંદનાં સુપત્ની સુગનબાઈને ભલાસ થવાથી ત્રણ છોડનું ઉજમણું ભવ્ય શાંતિસ્નાત્ર-મહોત્સવ સાથે કરવા ભાવના જાગી, તે મુજબ તાત્કાલિક ઝડપી તૈયારી કરાવી આસો સુદ ૧૫ થી ઉજમણનો પ્રારંભ કરી આ વદ ૭ નું શાંતિસ્નાત્ર રાખી સુ. ૧૫ થી અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ કરવા પૂજ્યશ્રીએ અનુમતિ આપી.
ઉજમણાની સ્થાપના ગેડીજી મહારાજના દેરાસરની પાસે ઉપાશ્રયમાં થઈ, અઠ્ઠાઈઓચ્છવ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં રાખે.
ભવ્ય-અંગરચના આદિ સાથે વિવિધ પૂજાઓને કાર્યક્રમ સાથે શ્રી વીર પ્રભુની ભક્તિનો ભવ્ય કાર્યક્રમ શરૂ થયું.
ત્યારબાદ પૂજ્યશ્રીએ લૌકિક-પર્વરૂપે દીવાળીની અનર્થકારિતાને ટાળવા પ્રભુ મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણક સાથે તેને આદર્શ સંબંધ શાસ્ત્રાધારે દર્શાવી લેકોત્તર રીતે પ્રકાશ પર્વરૂપે દીવાળીનું મહત્ત્વ રાજવી અજ્ઞાનના અંધકાર ઉલેચવા સમર્થ પ્રભુ-શાસનની સફળ આરાધના રૂપે દીપોત્સવીની આરાધનાને પરમાર્થ સમજાવ્યા.
તે મુજબ પુણ્યાત્માઓએ છઠ્ઠની તપસ્યા બે દિવસના પૌષધ અને રાત્રે ગણું, દેવવંદન આદિ વિધિ સાથે દીવાળી પર્વની લોકોત્તર–આરાધના ઉદયપુરમાં પ્રથમવાર કરી.
નૂતનવર્ષના મંગળ-પ્રભાતે આઇ-ગણધર શ્રીગૌતમસ્વામીજી મ ના કેવળજ્ઞાનને નજરમાં રાખી મેહના ક્ષય શિમ માટે સહુને સાવધ બનવા જણાવી નૂતનવર્ષમાં સૌથી પ્રથમ આવનાર જ્ઞાનપંચમીની આરાધના માટે યોગ્ય તૈયારી કરવા જણાવ્યું.
પૂજ્યશ્રી ધાર્મિક આરાધક-જનતાના હૃદય સિંહાસન પર આરૂઢ થયેલા હોઈ તેઓશ્રીની વાણની દોરવણ મુજબ સહુ આરાધનામાં લયલીન બની જતા.