________________
MESERUNTEM DE
પૂજયશ્રાએ કહ્યું કે “ભાઈ ! તારા કુટુંબીજને ધમરંગે રંગાયેલ નથી, માટે એકદમ વાતને વધારી દેવાથી અજ્ઞાની માણસની પક્કડને વેગ મળી જાય છે. તેથી ધીમા પણ મકકમ પગલે ચાલવું ઉચિત છે.”
૫. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે “સાહેબ ! જીવન વહેતી નદીની જેમ વહેતું જાય છે ! આ સંસારી છે તે “જમને દેવાય પણ જતિને ન દેવાય” રીત મુજબ અજ્ઞાનમેહ અને ધર્મની અણસમજના કારણે કંઈ અનુકૂળ થાય તેમ લાગતું નથી !”
“મારા પિતાશ્રી તે સંપૂર્ણ સંમત છે, સવાલ એક માત્ર માતાજીને છે, બાકીના કુટુંબીજને તે અંગુલિ-નખ ન્યાયે હકીકતમાં અંતરથી આઘા છે. માટે કૃપા કરી મારા ભાલ્લાસને વધારવા-ટકાવવા છ વિગઈને અભિગ્રહ આપી જ દો !”
પૂજ્યશ્રીએ કહ્યું કે–“ભાઈલા ! પુણ્યવાન છે તું! કે ચઢતી જુવાનીમાં આવા સદ્વિચારે તને જાગ્યા છે, પણ રીતસર જે કામ ન આદરાય તે કામ ડહોળાઈ જાય છે, માટે જરા ધીરવાની જરૂર છે.”
તારા કુટુંબીજનેને મને પરિચય છે જ ! તારા શ્વસુરપક્ષના લેક તે મહા-તેફાની છે. તેથી ઉતાવળે પગલું ભરવામાં સાર નથી.”
પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે—“સાહેબ! ઊંટના લબડતા હેઠની જેમ કયાં સુધી આ કુટુંબીજનોના ભરોસે રહેવું? મને આપ જેવા ધર્મગુરૂ મળ્યા ! મારા જીવને ૫કારી પૂ. પિતાજી મળ્યા! છતાં પણ હું મારા આત્મ-કલ્યાણના પંથે ધપી ન શકું! તેમાં મારી પુણ્યાઈ કાચી કેટલી બધી? હવે તે આપ મને જલદી સંસાર–પાર-ઉતારણું જિન-દીક્ષાના પથે વાળવા કૃપા કરે.” આદિ.
પૂજ્યશ્રીએ રાત્રે ૧૨ કલાક સુધી સમજાવી જરા આવેશ-લાગણીના ઉત્સાહને શમાવી કર્તવ્ય-નિષ્ઠાના ધરણે વાતને વાળી ઘી અને ગળપણ બે વિગઈ બંધ કરાવી.
જેનાથી માતાના હૈયા પર જરા સચોટ અસર થવાના પરિણામે કંઈક રસ્તે નિકળે !
આ દરમ્યાન કપડવંજથી કાગળ ઉપર કાગળ પૂ. માતાજી અને શ્વસુરપક્ષ તરફથી આવેલ અને ભા. વ. ૩ ના રોજ કપડવંજથી શ્વસુરપક્ષ તરફથી બે ભાઈઓ લેવા માટે આવ્યા, તેથી પૂ. ચરિત્રનાયકશ્રીને પરાણે પૂજ્યશ્રી પાસેથી કપડવંજ જવું પડયું.
આર્દ ગ9કારક છે