________________
Com
વળી આ જ પત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીને ઉદ્દેશીને લખેલ છે કે
“ભાઈ હેમચંને માલમ થાય જે ઉપર લખેલી સર્વ હકીકત વાંચીને વાકેફ થજો ને જેમ પરિણામે જ્ઞાનવૃદ્ધિ થાય તેમ કરજો,
તમે તો સમજુ છો તમને કંઈ ઘણું લખવું પડે તેમ નથી. જેમ શાંતિથી કામ સિદ્ધ થાય તેમ વર્તવું. અન્ને તરફની કશી ફિકર તમારે રાખવી નહીં,
જેવો અવસર હશે તેવું સર્વે સુખી થાય તે ધર્મને વેશ ના થાય તેવા વિચાર ગોડવણીથી કરશું.
તમે જેમ આતમ સાધન રૂડી રીતે થાય તેમ વર્તજે. અમે જેમ તમારું કામ સિદ્ધ થાય તેમ અમારું સાધન જે રીતે બનશે તે રીતે કરશું.”
આ લખાણમાં વિવેકી મગનભાઈએ પૂ. ચરિત્રનાયકને યોગ્ય હિતશિક્ષા અનેક રીતે આપી છે.
અને સર્વ હકીકત વાંચીને વાકેફ થવાની વાત લખી ખાનગી દીક્ષા માટે અંગ્રેજી રાજ્ય ઠીક હેવાની વાત સૂચવી.
તેમ જ શાંતિથી કામ સિદ્ધ થાય એ વાત ધીરતા કેળવવા ગર્ભિત સૂચન કરેલ છે.
સ સુખી થાય અને ધર્મને વેશ ના થાય” ની વાત લખી વિરોધ કરનારા વેવાઈ એ તરફ પણ દુભવ નથી પણ ધર્મને વેશ – ફજેતી ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી સૂચવી છે.
છેલ્લે છેલ્લે “અમે તમારું કામ સિદ્ધ થાય, તેમ અમારું સાધન બનશે તે રીતે કરશું.” આ લખાણથી તે પૂ. ચરિત્રનાયકશ્રીને દીક્ષા માટે થનગની રહેલ મનની જોડીને જબરા ચેકડામાં લેવા સફળ પ્રયત્ન કર્યો છે.
પૂ. ચરિત્રનાયકશ્રી વિવિધ રીતે પ્રથમ ખાધેલ હેકરને નજર સામે રાખી પિતાની રાભસિક-વૃત્તિને કાબૂમાં લેવા સફળ પ્રયત્ન કરી રહ્યા હતા.