________________
સિત
. powere
કામકાજ મુઝ લાગું લખજે, જોઈતું-કરતું મંગાવજે.
મિતી માગશર સુ. ૧૪ પત્ર ઉતાવળથી લખે છે. ભૂલચૂક સુધારી વાંચશે.
લી, ડામાચૂડા આ કાગળમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસે વંદનાદિ કાર્યપ્રસંગે આવેલ કાસીંદ્રાના ભાઈ કેવા હેતથી પૂ. ચરિત્રનાયકશ્રીને પત્ર લખે છે ! તે શબ્દ-શલિ પરથી જણાઈ આવે છે.
વળી ગાંડપણ કરશે નહીં” હેતભર્યા ઠપકાના શબ્દોથી પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાની અતિ ઉત્સુકતાને નાથવા કોશિશ કરી છે. : ૫ચરિત્રનાયકશ્રી અવારનવાર પૂજ્યશ્રીને ઝડપથી દીક્ષા આપવા વિનવણી–આજીજી કરતા હશે. કપડવંજ પિતાજીને પણ પત્રથી જણાવતા હશે.
કેમ કે સં. ૧૯૪૭ માગસર વદ ૩ નો મોટો પત્ર જૂના સંગ્રહમાંથી મળે છે જે પત્ર પાછળ પરિશિષ્ટમાં આપેલ છે.
તે પત્રની કેટલીક કંડિકાઓ , ચરિત્રનાયકશ્રીના માનસની કેટલીક વાતે રજુ કરતી જણાય છે. જેમ કે
લીબડી રજવાડી છે માટે અમારા વિચાર અંગ્રેજીમાં રાખવાનું છે, કારણ કે અંગ્રેજી રાજયમાં કાયદા પર કામ થાય, માટે લખ્યું છે.
- તેમ જ હાલ ખંભાતમાં અંગ્રેજી કારભાર ચાલે છે, વળી પોપટભાઈના તથા નીતિવિજયજી સાહેબ તથા મણિવિજયજીની સહાયતા છે ને મદદ પણ સારી રીતે છે.
માટે એને ખંભાત મોકલશે.
અમારે વિચાર અંગ્રેજીમાં રાખવાને છે. લીંબડીમાં મહેતા કાળીદાસ જીવણદાસવાળાનું સપાડું પાડ્યું હોય તેમ છે.
પણ કોઈ તરેહનું રાધનપુરવાળાની પેઠે જુઠું તહેમત લગાવી ચાર દિવસ બેસી ઘલાવે,