________________
તે દેરાસરમાં પ્રાચીન હજાર-અગ્યારસો વર્ષ જૂને જ્ઞાનભંડાર સુરક્ષિતપણે જળવાયેલ છે.”
આવા વિશિષ્ટ શૂરાતનના પ્રતીકરૂપ લીંબડી જેવી પનોતી ભૂમિમાં પૂ. ચરિત્રનાય શ્રી તે વખતના શ્રમણ સંઘમાં તેજસ્વી હીરલા જેવા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ની તારકનિશ્રાએ જીવનની કાયાપલટ કરવા આવી રહ્યા.
આ બધામાં કુદરતી વિશિષ્ટ શુભ-સંકેતની હારમાળા જણાય છે.
વળી આ પુણ્યભૂમિમાં અનેક ધર્મકાર્યોથી તેજસ્વી ધર્મતારક તરીકે પ્રખ્યાત બની ગયેલા શેઠ ડેસાભાઈ હેમચંદ જેવા પુણ્યવાન ધર્માત્માએ અનેક ધર્મકાર્યો કર્યાની ધ ઇતિહાસમાં મળી આવે છે.
જેને ટૂંક સાર ઉપયોગી ધારી અહી રજુ કરાય છે. આ
“ગુજરાત દેશમાં લીંબડી નગરે સં. ૧૮૦૩ ના વૈશાખ સુદ ૭ ના રોજ પ્રથમ શ્રી હરિભદ્રસિંહજી મહારાજા શીયાણુથી રાજધાની ખસેડી શકુનરિદ્ તિષીઓની સલાહ મુજબ પિતાની રાજધાની લાવ્યા અને અનેક ગઢ-મંદિર રચનાથી અલકાપુરી–અમરાવતીને પણ બે ઘડી થંભાવી દે તેવી અદ્દભુત વાસ્તુ-શિલ્પશાસ્ત્ર મુજબ નગરીની રચના કરી
તે વખતે મહારાજાના આગ્રહથી શીયાણી લીંબડી વચ્ચેના ભલગામડા (લીંબડીથી ઉત્તરે ૧ ગાઉ દૂર ગામ) થી શેઠ ડેસાભાઈ હેમચંદને સબહુમાન લીબડીમાં લાવીને વસાવ્યા.
આ ધર્મનિષ્ઠ શેઠ ડેસાભાઈ દેવચંદે લીંબડી શહેરમાં ઘણા ધર્મકાર્યો કર્યા છે, તેમાં વિ સં. ૧૮૧૦ માં મહાગી અધ્યાત્મનિષ્ઠ શ્રીમદ્દ દેવચંદ્રજી મ. ને આગ્રહભરી વિનંતિ કરી પધરાવી તેઓશ્રીની નિશ્રામાં શહેર વચ્ચે વિમાન જેવા શોભતા શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી.
'મજ આ નોંધ કવિરાજ શ્રી જેરામભાઈ એ વિ. સં. ૧૮૬૯માં ૧૫ ગીત (વોરા ડોસા. હેમચંદના પરિવારમાં સં. ૧૮૩૯ને ચોમાસામાં કરેલ મા ખમણ આદિ તપસ્યાનું વિગતથી વર્ણન છે.)
તથા પૂ. મુનિ શ્રી લાલવિજયજી મ. કૃત તપબહુ માન ભાસ (સં. ૧૮૩૯માં રચાયેલ ) તથા શ્રી લીબડી જૈન સંઘ જ્ઞાનભંડારનું લિસ્ટ (સંપાદક શ્રી ચતુરવિજયજી મ.)માં પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મ. લિખિત “જ્ઞાનભંડારનું અવલે કન”ની પૂરવણી (પૂ. ૧૫ થી ૨૦) ના આધારે આ લખેલ છે.