________________
શિત) Sep@
પૂ. ચરિત્રનાયકશ્રીએ પુનઃ આજીજી કરી-“સાહેબ! આપના સીચેલ સંસ્કારે હવે જોર કરે છે ! હવે સંસાર ભયંકર દાવાનળ જે ભાસે છે! કૃપા કરી આ સળગતા-તાપમાંથી છેડાને ?”
પૂજ્યશ્રી બેલ્યા કે –“ભાઈલા! તારી ભાવના ઉદાત્ત છે! પણ સંજોગ-પરિસ્થિતિને વિચાર કર્યા વિના ડગલું ભર્યાંથી પાછળ પસ્તાવું પડે છે, માટે જરા ગંભીર થવાની જરૂર છે.”
પણ પૂજ્યશ્રી ! “ધૂંઆડે ધીજું નહીં સાહિબ ! પેટ પડેચા પતીજે” “વાતોથી પેટ ન ભરાય. પેટમાં પડે તો કંઈક શાંતિ થાય ! માટે હવે મહેરબાની કરો!” બેલી ગદ્ગદ્દ થઈ ગયા. ડુક્કાં ભરી અંતરની વ્યથા ઠાલવવા માંડયા.
પૂજ્યશ્રીએ અને શંકરભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીને ધીરતા આપી સ્વસ્થ કર્યા. પૂજ્યશ્રીએ આજે રાત્રે આ અંગે કંઈક વિચાર કરીશું! એમ કહી આશ્વાસન આપ્યું.
જમ્યા પછી બપોરે ત્રણ સામાયિક કરી પૂ. ચરિત્રનાયકશ્રીએ પ્રશમરતિ-ગ્રંથને સ્વાધ્યાય કર્યો.
ચાર વાગે શંકરભાઈ સાથે મંત્રણ કરી શકે-“પૂજ્યશ્રી જો યોગ્ય રસ્તે ન કાઢે અને દીક્ષાના પંથે ન જવાય છે.............કહી ફરી ગળગળા થઈ ગયા. શંકરભાઈએ આશ્વાસન આપ્યું કે “આમ ઢીલા ન થાઓ ! પૂજ્યશ્રી મહાકરૂણાળુ છે! સંસારથી પાર ઉતરવા તમે આવ્યા છે, તે તમને ધક્કો નહી મારે” આદિ
સાંજે પ્રતિક્રમણ પૂર્વે શંકરભાઈ સાથે દહેરાસરનાં દર્શન કરી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ ભક્તિવિભેર બન્યા.
રાત્રે પૂજ્યશ્રીની પરિચય કરી, તે દરમ્યાન ફરીથી પૂ. ચરિત્રનાયકશ્રીએ પિતાની વાત ધ્યાનમાં લેવા વિનંતિ કરી.
રાત્રે ચરિત્રનાયકશ્રીએ પૂજ્યશ્રીની સૂચનાનુસાર ૩ બાંધી માળા તથા ૩ શ્રી મ" કર્યો નમો ગિળા નિગમ: જી થી ટૂ વષર્ મંત્રની ૨૭ માળા પશ્ચિમ દિશા તરફ મુખ રાખી ગણી તે મંત્રથી ૨૭ વાર મંત્રેલ રૂને જમણા કાને નાંખી ૨૧ વાર શ્રી ગૌતમસ્વામી મ.નું નામ લેઈ ડાબા પડખે સંથારે સૂઈ ગયા.
૧૭૫