________________
ચિંતા ન કર. મારા વેવાઈએ અજ્ઞાની બની ગાંડપણનું પગલું ભર્યું, ને હું પણ તેમની જાળમાં કદાચ ફસાઈ જાત, પણ ધર્મ પસાથે હું તેમના ફંદામાં ન આવી અને મારા પનેતા દીકરાનું મુખ અને તેની ધીરતા નિહાળી મને સદબુદ્ધિ સૂઝી ખરેખર ! આ દીકરે મારી કૂખ અજવાળનાર છે.”
વેવાઈની બદદાનતને હું હાથે ન બની એ બધે રુડે પ્રતાપ તમારી આપેલ સમજણને અમેં શાસનદેવને કે મને મહાપાપમાંથી બચાવી! હવે હું નવું આવું મહાપાપ નહિ કરું કે મારા જરા હેરફેર બોલવાથી મારા દીકરાને દીક્ષા છોડવી પડે, ના.ના....એવું પાપ મારે નથી બાંધવું. મેં તે હવે તમારા અક્ષર ગેખી નાંખ્યા છે કે “પ્રથમ મારી સંમતિ ન હતી પણ હવે મારી સંપૂર્ણ સંમતિ છે..છે..ને..છે જ !”
મગનભાઈ ખૂબ રાજી થયા અને અમદાવાદ વિદ્યાશાળાએ બધા સમાચાર મોકલી દીધો.
આ બાજુ કપડવંજમાં રણછોડભાઈએ પોતાના કેસને સમળ બનાવવા સાક્ષીઓ ભેગા કરવા માંડયા કે –
હેમચંદના છાના ગયા પછી તેની માતાએ કેટલા ધમપછાડા કર્યા.
તેમાં પૂ. ચરિત્રનાયકશ્રીન માશીના દીકરા જમનાભાઈ પાસે રણછોડભાઈ ગયેલા ને વાત કરી કે –“મારી દીકરીને ભવ બગડી જાય છે, હેમચંદે છાનામાના દીક્ષા લઈ લીધી.”
તેના બાપા તે ભગત છે, પણ તેની માએ દીક્ષાના વિરોધમાં કેટલા ધમપછાડા કરેલ તે તમને ખબર છે!”
જમના ડોશી ખાતાં ન હતાં. તે તમે ને હું સાથે તેને સમજાવવા ગયેલા–આ વાત યાદ છે ને !”
જમનાભાઈ બોલ્યા કે “હા! હા! બરાબર યાદ છે.”
રણછોડભાઈએ કહ્યું કે—“બસ ! બસ! જમનાભાઈ! લે આ અગ્યાર રૂપિયા ! તમારે સુદ ૧૦ ના રોજ અમદાવાદ મારી સાથે આવી કેર્ટમાં આ વાત કહેવાની છે કે દીક્ષા પછી. જમનાએ ઘણા ધમપછાડા કરેલ. ખાતા ન હતા પણ હું અને રણછોડભાઈ તેને સમજાવવા ગયેલા.”