________________
WHVMZETORS
ધન્ય છે આટલી નાની વયે સંસારને લાત મારી ! આશ્ચર્ય છે કોર્ટ આ વલણ કેવી જાતનું લે છે”—આદિ ધીર-ગંભીર વક્તવ્ય પૂ. ચરિત્રનાયકશ્રીએ મક્કમતાથી કર્યું.
મિ. ત્રિવેદી જજ સાહેબ પ્રભાવિત થયા અને પૂ. ચરિત્રનાયકશ્રીને પૂછ્યું કે “તમે શું કહેવા માંગે છે.”
પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે—“મારે કહેવાનો આશય એ છે કે મેં ચેરી કે યારી જે ગુન્હો નથી કર્યો. આત્મ-શુદ્ધિના પંથે સંસારની મેહમાયા ઉતારવા પ્રયત્ન કર્યો છે તે હું આપના આ ઠરાવના આધારે દીક્ષા છોડી દઉં એ તે નહીં જ બને.”
થોડીવાક મિ. ત્રિવેદી થંભી ગયા. વિચારીને બોલ્યા કે “ભલે! એમ કરે, તમે દીક્ષા ન છેડો ! પણ અમે કાયદાથી બંધાયેલા છીએ, તેથી કાયદાની રૂએ તમને ઘરે મોકલવા એ અમારી ફરજ થઈ પડે છે માટે તમે ભલે! આ વેષમાં પણ ઘેર ચાલ્યા જાઓ, ત્યાં ગયા પછી તમારા કુટુંબીઓને સમજાવી ફરી પાછા તમે આ પથે આવી શકશે.”
પણ એકવાર તમારે આ વેષમાં ઘરે જવું એ ન્યાયાલયને આદેશ છે..” કહી મિ. ત્રિવેદી કચેરીમાંથી ઊભા થઈ ગયા.
બંને પક્ષે અધીર અહીં છત થઈ. સામા પક્ષવાળાની છત કે ઘરે આવવાને કેટને ઓર્ડર થયે.
પૂ. ચરિત્રનાયકશ્રીના પક્ષમાં વેષ કાયમ રાખવાની વાત કોટે મંજુર રાખી. શાસનદેવની જય બોલાવતા સહુ સ્વસ્થાને ગયા.