________________
NES WİTEURE
મગનભાઈએ વાત બરાબર સમજી જાણે વાતને મર્મ કંઈ પિતે ન જાણતા હોય તેમ કપડવંજ જઈ ખામોશ રહ્યા.
- આ બાજુ કપડવંજમાં પૂ. ચરિત્રનાયકશ્રીના સ્વજન-વર્ગમાં કપડવંજ ક્ષેત્રની ઉદાર ધર્મચિને પરમાણુઓની અસરથી અને મગનભાઈ ભગતની મીઠી સમજાવટથી ધમાલી વૃત્તિ ધીમે ધીમે શમવા માંડી, પણ જમનાબહેનનું માતૃ-હદય પોતાના વહાલા પુત્રને ઝંખવા લાગ્યું. સ્વજન-વર્ગમાં પણ એવી હવા ઉભી થવા લાગી કે “હવે સંયમ લીધું છે તે ભલે! પણ તેમના દર્શન કરી પાવન થઈએ અને અમારા કુળ-દીપકની અનુમોદના કરીએ.”
પણ ભાવીયેગે ભવિતવ્યતાની વિચિત્રતાથી વેવાઈના માનસમાં માત્ર પિતાની દીકરીના ભવ બગાડયાના રેષને ધુંધવાટ વારંવાર જે-તે કુટુંબીઓ સામે ઠલવાતે મગનભાઈ એ જાણેલ, તેથી જમનાબેનની ભાવનાને યોગ્ય અવસરોચિત માનવા છતાં પોતે શરૂમાં દાદ ન આપી.
પણ એકવાર વેવાઈ રણછોડભાઈ જમનાબેન પાસે આવી હૈયાને ઉભરો ઠાલવતા હતા કે-જબરા છે આજના સાધુઓ? આટલી–આટલી દોડધામ છતાં પત્તે લાગતું નથી, છે અમદાવાદમાં છતાં ખરેખર આપણે મેળવી શકતા નથી?
- કેવી કમનસીબી ! હાય ! હવે શું થશે?
જમનાબહેને કહ્યું કે-રણછોડભાઈ વાત તમારી સાવ સાચી છે, શોધવામાં તમે કે ' અમે કયાં કસર રાખી છે? હૈયું ઘણું બળે છે? પણ શું થાય?
ખૂબ ઊંડું વિચારતાં મને હવે એમ લાગે છે કે આમને આમ નાહક આર્તધ્યાન કરી કેટલા કર્મ બાંધીશું? તે કરતાં આપણે આ ધમાલ છોડી માત્ર મારા કલૈયા કુંવરનું મોં જોવા .. મળે તેય સારું !
હવે નાહક સંયમના પંથેથી ખસેડવાને અવળા રસ્તા મને નકામા લાગે છે. આદિ–
આ બધી વાત ચાલતી હતી ત્યાં મગનભાઈ ભગત બહારથી આવ્યા. તેમને જોઈ વેવાઈ આવેશમાં બોલી ઉઠયા કે- “હવે આ ભગતડા કયાં સુધી કરશે ! તમને મારી દીકરીની