________________
SSÄ VESIRE
જે કે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. મગનભાઈ ભગત, પૂ. ચરિત્રનાયકશ્રી અને સંઘના સમજુ આગેવાન શ્રાવકના ધ્યાન બહાર ન રહી.
જેથી હજી ભય કે આફતની વાદળી પૂરી ખસી નથી. ગમે ત્યારે અચાનક વિચિત્ર રીતે આક્રમણ રણછોડભાઈ તરફથી આવવાની સંભાવના નિહાળી પૂ. ચરિત્રનાયકશ્રીને સંયમના પથે ટકાવી રાખવા વધુ સાવચેતીની વાતને સહુ ઘુંટી રહ્યા.
આ બધી વિગતનું સમર્થન-પૂ. ચરિત્રનાયકશ્રીના હસ્તાક્ષરમાં મળી આવેલ તે વખતના પ્રાચીન પત્રથી સ્પષ્ટપણે થવા પામે છે. તે પત્ર આ પ્રમાણે
મુ. લીબડી,
મુનિ મહારાજ ઝવેરસાગરજી ઠે. પુરબાઈની ધર્મશાળા
શ્રી કેશરીયાજી મહારાજની કિરપા હજો.
સ્વસ્તિ શ્રી પ્રાર્ધ જિન પ્રણમ્ય શ્રી લીંબડી નગરે પરમ ઉપકારી બુદ્ધિદાયક મુમતાંધકાર તરણી શ્રીશ્રીશ્રીશ્રીશ્રી મુનિ મહારાજ ઝવેરસાગરજી સાહેબજી વગેરે સર્વે મુનિ મહારાજા ગ ી રાજનગરથી લી. મુનિ કનકસાગરની વંદના ૧૦૦૮ વાર ત્રિકાળ અવધારશે છે.
વિશેષ વિનંતિપૂર્વક લખવાનું કે આપની કૃપાથી હું મારા સંસારીપણાના માતાપિતા ભેગે પબ્લિક રીતે મુનિ મહારાજ સાહેબજી સિદ્ધિવિજયજી સાહેબજીની સેવામાં હાજર થયો છું.
તે એવી રીતે કે પ્રથમ મગનલાલે જમનાને કહ્યું કે–આ શી રીતે આપણે પાંચ વર્ષ બળ કરશું તે પણ પત્તો લાગવા દેનાર નથી.
વળી મને ત્રીજા માણસ પાસે એકાંતે કહેવરાવ્યું છે કે જે તમે દીક્ષા ન મુકાવે તે અમારે કંઈ અમારો ચેલે કરગની ગરજ નથી તમારે ગમે તેને સોપો તે અમે બતાવીએ તેવી રીતે કહ્યું છે.
ત્યારે જમનાએ કહ્યું કે–અમે વૃત નહીં મુકાવીએ. અમો સિદ્ધિવિજયજી મહારાજને સોંપીએ
તેવી રીતે પહેલેથી જ સભા વચ્ચે વખાણમાં બન્ને જણે સિદ્ધિવિજયજી મહારાજને સોંપવા કબૂલ કર્યું. ત્યારબાદ મગનલાલ તથા સાહેબ સિદ્ધિ વિજ્યજી તરફને શ્રાવક બંને જણ મારી આગળ આવ્યા,