________________
SEHUNTEMAS
વાહ ! વાહ! ધન્ય કુલદીપક ! તારી ભાવના અને ધર્મની આરાધના છેવટે ફળવતી થઈ
૫. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે–“આ બધા પ્રતાપ જિનશાસનને તેમજ દેવ-ગુરૂને તથા આપ જેવા સુજ્ઞ વિવેકી-પિતાજીની સુ-યોગ્ય દોરવણને છે.”
બંને પિતા-પુત્રે અત્યંત આનંદપૂર્વક આ પૂનમની રાત વીતાવી,
માનસિક રીતે સ્વસ્થતા હોઈ મગનભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી બંનેએ પૂનમની ગળતી રાતે ૩ થી ૪ ના ગાળામાં ભવ્ય દશ્ય સ્વપ્નાવસ્થામાં જોયું.
- શ્રી મગનભાઈએ દશ્ય જોયું કે –“હેમચંદ કો'ક જગ્યાએ ગારામાં ફસાયેલ–તે મગનભાઈએ બીજા બે-ત્રણ જણાની મદદથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો. લગભગ બહાર નીકળી પણ ગયે. એટલામાં ૬-૭ જણાએ ધસીને ફરી હેમચંદને ગારામાં નાખ્યો. હેમચંદ બેભાન થઈ ગયે, મગનભાઈએ અને બીજી ત્રણ વ્યક્તિઓએ નિરાશ ભાવ વ્યક્ત કર્યો. ત્યાં અચાનક ચમત્કારિક રીતે કે'ક દિવ્ય શક્તિનો સંચાર બળે જાણે હેમચંદમાં અપૂર્વ સ્ફત્તિ આવી કે ગારામાંથી પથારીની જેમ બેઠો થઈ ગારામાં પટકનારા વિરોધીઓની સામી દિશાએ દોડતે રવાના થઈ ગયે.”
૫. ચરિત્રનાયકશ્રીએ તંદ્રાવસ્થામાં સ્વમ જેયું કે—“ફૂલની માળા લઈને કો'ક દેવકન્યા ઉભી છે! પૂ. પિતાજીના ઈશારાથી પિતે ડેક નમાવી કે પેલી કન્યાએ વરમાળા પહેરાવી પણ કો’ક ૪-૫ જણાએ આવી તે માળા ઝુંટવી લીધી, પણ થોડીવારે પૂ. ચરિત્રનાયકશ્રીએ આકાશમાર્ગે આવેલ એક પોથીને હાથમાં લઈ પૂ. પિતાજીના ઈશારાથી દેવકન્યા પાસે રહેલ બીજી પુષ્પમાળા સ્વયં માંગીને પહેરી લીધી. અને આનંદ-વિભેર બની આકાશમાર્ગેથી આવેલ પિથીને વાંદી રહ્યા.
થડીવારે જાગૃત થયા, પૂ. પિતાજી પાસે આવી વંદના કરી ચરણસ્પર્શ કરી સ્વપ્નની વાત કરી.
પિતાજીએ પણ પોતાના દશ્યની વાત કરી.
શ્રી મગનભાઈએ તારણ એમ કાવ્યું કે—“હેમચંદ ચારિત્રના પંથે જશે જરૂર! પણ એક વાર તેમાં નાકામયાબ નિવડશે, છેવટે મહાન શાસન-પ્રભાવક થશે”
આ વાત સાંભળી પૂ. ચરિત્રનાયકશ્રીએ ઉત્તરાયણના છેડે શુકનની ગાંઠ બાંધી.
(1]ીમો ખીહારીક