________________
પછી બંને પિતાપુત્રે રાઈ–પ્રતિક્રમણ કરી અષ્ટપ્રકારી પૂજા-સ્નાત્ર પૂજા આદિ જિનભક્તિ કરી ઓળીનું પારણું સુખરૂપે કર્યું.
આસો વદ ૩ લગભગ બેટાદથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મગનભાઈએ ઓળી દરમ્યાન લખેલ પત્રને જવાબ આવ્યું કે “તમે એક વાર યોગ્ય અવસરે રૂબરૂ મળી જાઓ તે ઠીક.”
ભાવતું'તું ને વૈદે કીધું ” ની જેમ શ્રી મગનભાઈ દિવાળી ટાણું નજીક છતાં અઠવાડિયું પૂ. ગુરૂદેવશ્રીના ચરણોમાં રહી આવવાના ઈરાદે આસો વદ-૫ રવાના થઈ વદ-૭ બપોરે બોટાદ પહોંચ્યા.
પૂજ્યશ્રીએ મગનભાઈની ધાર્મિક-વૃત્તિના બહુમાન સાથે ધાર્મિક-આવકાર આપે.
* પૂજા આદિ પત્યા પછી બપોરે મગનભાઈએ પૂજ્યશ્રી પાસે હૈયું ઠાલવ્યું અને હેમચંદે એક દ્રવ્ય એક ધાન્યથી અલૂણ આંબિલની ઓળી નવપદજીની કરી. પરિણામે પૂનમ રાત્રે તેની બાના પરિણામ કૂણ થયાની વાત બધી જણાવી.
પછી પૂનમ રાત્રે પિતાને અને હેમચંદને આવેલ સ્વપ્નની વાત કરી.
પૂજ્યશ્રીએ આ બધું સાંભળી શાસઘાતના સૂર્યોદયની પ્રાથમિક-ભૂમિકાના આમાં દર્શન થયાં હઈ શુકનની ગાંઠ બાંધી.
હવે હેમચંદમાં રહેલ ઉદાત્ત આત્મબળ અપૂર્વ રીતે શાસન-પ્રભાવના અને કલ્યાણના પથે અવશ્ય વિકસ્વર બનશે જ! એમ ધારણ દઢ કરી.
એવી પ્રતીતિ થતાં મગનભાઈને પૂજ્યશ્રીએ હાર્દિક અભિનંદન આપ્યા.
મગનભાઈએ પૂજ્યશ્રીને વિનવ્યા કે “હવે કૃપા કરે આપ! તે બાજુ પધારે ને અમારા બેનો ઉદ્ધાર કરે !”
“આ સંસારના કીચડમાં કયાં સુધી અમે રીબાઇશું ! આપ જેવા મહાધુરંધર ગુરૂ મહારાજ છતાં–ખૂબ જ ગંભીરપણે મારી આજીજીભરી વિનંતિ પર જરા ધ્યાન આપે !”