________________
Mિ 20820220
જવાનું મેકુફ રાખેલ, પરંતુ એક વખતે ભાદરવા વદમાં બહિબ્રૂમિએથી આવતાં અજ્ઞાત-ગમે તે કારણથી ડાબા પગના પાછળના ભાગે સોજા જેવું થયું, વેદના ખૂબ થવા લાગી, પરિણામે બહિર્ભુમિ જવાનું પણ બંધ થઈ ગયું.
દીપચંદ શેઠે રેગ્ય-અનુભવી કુશળ વૈદ્યોને તેડાવી ગ્ય ઉપચારે ઘણા કર્યા, પણ રાહત ન થઈ, પૂ. શ્રી ઝવેરસાગરજી મ., પૂ. શ્રી નેમવિજયજી મ. તથા પૂ. શ્રી. કુશળવિજયજી મ. પૂ. ગચ્છાધિપતિ ની સેવામાં ખડેપગે હાજર રહેવા લાગ્યા,
અધુરામાં પુરૂં આ સુ. બારશે પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ થયે, જેના પ્રારંભિક ઉપચાર કરવા છતાં હાડ ગાળી નાખે તેવી તાવની ઊંડી અસરોએ ઘર કર્યું
પરિણામે રાક ઘટી ગયે, અશક્તિ નું પ્રમાણ વધી ગયું. સાધુઓ અને શ્રાવકો ચિંતાતુર થવા લાગ્યા. પૂ. ગચ્છાધિપતિશ્રી સ્વ-રાતાસને દિ મુળા મહાન (અધ્યાત્મ કહ૫. પ્ર. ૬૩ . ૩૫)
આ વાક્યને બીજમંત્ર બનાવી સહુને કહેતા કે
ભાઈ! પેઢી ધીકતી ચાલુ હોય ત્યારે સહુ લેણદાર પિતાનું લેણું પતાવવા આવે ! આ ટાણે શાહુકારે તે મેં મચકેડયા વિના આપી દેવાની જરૂર છે? આદિ કહી બધાને દવા આદિ ઉપચાર માટે પણ ઈન્કાર કરતાં છતાં ભક્તિપ્રધાન સાધુઓ અને વિવેકી શ્રાવકના ધર્મપ્રેમભર્યા આગ્રહને વશ થઈ નિરવદ્ય ઉપચારાને અપનાવતા.
ભાવવશ પગની વેદના, તાવનો ભરાવો ઉપરાંત છાતીમાં ડાબા પડખે દઈ ઉપજયું. જેનાથી પૂ. ગચ્છાધિપતિશ્રી બલવામાં પણ તકલીફ અનુભવવા લાગ્યા,
સહુને ગાઢી ચિંતા થઈ. ભાવનગરના શ્રી સંઘને ખબર પડી, ત્યાં બિરાજમાન પૂ. શ્રી વૃદિધચંદ્રજી મહારાજ ખૂબ ચિંતિત બની સારા કુશળ-વૈદ્યોને લઈને શ્રીસંઘના આગેવાનોને મોકલ્યા.
કારતક સુ. ૭ દિને ભાવનગરને શ્રીસંઘ આ પૂ. ગચ્છાધિપતિની સ્થિતિ નિહાળી ખૂબ ચિંતિત બન્યા, પૂજયશ્રીને માસું ઉતરે તુર્ત ભાવનગર પધારવાની પૂ. શ્રી વૃધિચંદ્ર મ, ની વાત આગળ કરી, ડોળીના સાધનથી પણ પધારવા ખૂબ આગ્રહ કર્યો.