________________
KESÄLLÖNLEIURE
પછી ભાદરવા વદમાં વદ ૧૩-૧૪ ૦)) શ્રી શત્રુંજયગિરિ આરાધનાના અઠ્ઠમ ઠાઠથી
કરાવ્યા.
શેઠ ગોપાળજી જેસિંગભાઈએ પારણાને લાભ લઈ શ્રીફળ રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન કર્યું.
પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી શાશ્વતી શ્રી નવપદજીની એળીનું આરાધન ૨૦૦ આરાધકોએ કર્યું.
તેમના પારણુ શ્રી. ચીમનલાલ છોટાલાલ શાહ તરફથી ઠાઠથી થયાં.
બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી બેટાદ શ્રી સંઘમાં પ્રભુ-ભક્તિના અપૂર્વ ધર્મ-રંગના ફળસ્વરૂપ જિનાલયોમાં પૂજારીને સાવ મુક્ત કરી દહેરાસરમાં કચરો વાળ, વાસણ અજવાળવાં, અંગલૂછણ સાફ કરવાં આદિ સામાન્ય કામથી માંડી એક-એક પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા સ્વરૂપે નિજ-દ્રવ્યથી કરવાને કાર્યક્રમ આસે વદ ૩ થી ૧૦ સુધી ચાલ્યો.
પરિણામે લોકોમાં ખૂબ જ પ્રભુ-ભક્તિની તમન્ના સક્રિય બની.
આ રીતે ઉમંગભેર વિવિધ ધર્મકાર્યથી બેટાદનું ચાતુર્માસ દીપી રહ્યું.
આવા મહામહિમશાળી પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સંઘના ભાલ્લાસ સાથે ભા. સુદ ૧૦ થી શરૂ થયેલ ઓચ્છવ દરમ્યાન ભા. સુ, ૧૫ ના દિવસે શ્રી શત્રુંજ્ય મહાતીર્થની ૯૯ અભિષેકની મેટી પૂજા ઠાઠથી બાર વાગે શરૂ થયેલ, સાંજે પાંચ વાગે પૂરી થઈ ભાવિકજને મોતીચુરના લાડવાની પ્રભાવના સાથે સ્વસ્થાને ગયા.
ભા. સુ. ૧૫ ના ૯૯ અભિષેકની શ્રી શત્રુંજય મહાતીર્થની મહાપૂજા પ્રસંગે પૂ. ચરિત્ર નાયકશ્રીને અપૂર્વ વિલાસ થવાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ રાત્રે પૂજ્યશ્રીના ચરણોમાં માથું નમાવી ભદધિ તારિણી ભાગવતી પ્રવજ્યા ન લેવાય ત્યાંસુધી છ વિગઈ એને ત્યાગ કરાવવા પ્રાર્થના કરી.