________________
KSSR VLEURS
આ રીતે સં. ૧૯૪૩નું ચોમાસું ખૂબ જ ધર્મોલ્લાસ વચ્ચે પુરૂં થવાની તૈયારીમાં હતું ત્યાં કા.સુ. ૧૦ ના રોજ અમદાવાદથી કીકાભટ્ટની પોળમાં રહેતા શેઠ દીપચંદ દેવચંદને વિનંતિપત્ર આવ્યો કે –
પુ. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં તીર્થાધિરાજશ્રી શત્રુંજય-ગિરિરાજની મંગળ-યાત્રા ચતુર્વિધશ્રીસંઘ સાથે છ'રી પાળવાપૂર્વક કરવા-કરાવવાને દેવ-ગુરૂકપાએ ભાવ જાગે છે, જેનું મત પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની શારીરિક-સ્વસ્થતા બરાબર જેવી નથી, તેથી વહેલામાં વહેલી તકે સંઘ કાઢવા ભાવના છે.
આપને આગ્રહભરી નમ્ર વિનંતિ છે કે-તે બાજે આપને ઘણાં વર્ષો થઈ ગયાં, પૂ. ગચ્છાધિપતિ પાસેથી વાર મેળવવા આપ જેવાની અહી ખાસ જરૂર છે, સાથે જ મારી ભાવના છે. કે આપ જરૂર સંધમાં પધારો.
માટે મારું પૂરું થયે કોઈપણ જાતને કાર્યક્રમ ગોઠવ્યા વિના તુર્ત ગુજરાત ભણી વિહાર કરી અમદાવાદ વહેલામાં વહેલી તકે પધારશે.
આપ તો સુજ્ઞ-વિવેકી અને શાસનના ધરી છો. મારી ભાવના અને પૂ. ગચ્છાધિપતિની શરીરપ્રકૃતિને વિચાર કરી યેય નિર્ણય તુર્ત કરી મને પત્રથી આનંદિત કરશો.”
પૂજ્યશ્રી આ પત્રને વાંચી પૂ ગચ્છાધિપતિશ્રીની તબિયત અંગેના સમાચારથી જરા ઉદ્વેગવાળા થયા, પણ ઉદયપુર શ્રીસંઘના ધર્મ સનેહભર્યા આગ્રહની પકડમાંથી મુક્ત થવા અમદાવાદથી શ્રી શત્રુંજયગિરિરાજના છ'રી પાળતા સંઘની વાતને ઉપગ સફળ રીતે થઈ શકશે, તેમ થવાથી પિતાને પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન-વંદનને લાભ તુ મળશે, તે બદલ આનંદિત પણ થયા.
અહીં અમદાવાદથી શેઠ દેવચંદભાઈના શ્રી સિદ્ધગિરિમહાતીર્થના છરી પળતા સંઘની વાત જે આપી છે.
આ અંગે “આદર્શ ગચ્છાધિરાજ” (શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા-અમદાવાદથી વિ.રા. ૨૦૧૧ માં પ્રકાશિત ગુજરાતી પુસ્તક) માં સ્વ. પૂ. શ્રી દશનવિજયજી મ. ત્રિપુટી મહારાજ (“જય શત્રુંજય” નામે ૧૫ મા પ્રકરણ–પા. ૧૨ માં) નેધે છે કે–
પુ. મૂલચંદજી મહારાજે શત્રુંજય- મહાતીર્થની યાત્રા અનેકવાર કરી હતી, તેઓને શત્રજ્યની યાત્રાને પુનઃ મનોરથ થયો, એટલે તેઓએ એ યાત્રા ન થાય ત્યાં સુધી તુવરની દાળને ત્યાગ કર્યો પણ શાસનના કામને લીધે જવાનું બની શકયું નહીં.