________________
KTBUDIŽJERS
આમ છતાં વિષમ કાળચક્રના પરિવર્તનના પ્રતાપે અંદરોઅંદર ચણભણાટ સાથે પાલીતાણું દરબાર અને જૈન શ્રીસંઘ વચ્ચે ગિરિરાજના રખેપ અંગે ઈસ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ સુધી સરખું ચાલ્યું.
પછી વિષમ-કાળના પ્રભાવથી દરબારે યાત્રાળુઓની વ્યવસ્થા જાનમાલની સલામતી અંગે ખર્ચ વધુ થવાની બૂમ ઉઠાવી રખેપાની રકમ વધારવા ઝુંબેશ ઉપાડી.
પરિણામે જૈન શ્રીસંઘે વાતાવરણ વધુ ન ઓળાય તેથી ઈસ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧લ્માં વાર્ષિક હપ્તાની ૪૫૦૦ની રકમમાં વધારો કરી વાર્ષિક દશ હજારની રકમ રખેપા અંગે આપવાને પાલીતાણ-દરબારશ્રી સાથે ત્રીજે કરાર કર્યો.
ત્રીજા કરાર મુજબ જૈન શ્રીસંઘ સાથે પાલીતાણું સ્ટેટે વ્યવસ્થિત વર્તન ઠેઠ ઈ. સ. ૧૮૮૦ વિ.સં. ૧૯૩૬ સુધી રાખ્યું
પણ “નહીં આંદો તહ ” તથા પડતા કાળના વિષમ પ્રભાવથી પાલીતાણું સ્ટેટના રાજ્યકર્તાઓને તથા કારભારી વગેરેને એમ લાગ્યું કે–
“આટલા બધા યાત્રાળુઓ આવે અને માત્ર વાર્ષિક દશ હજાર રૂપિયાની બાંધી આવક? આમ કેમ!'
- ઈ.સ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર-પત્રને ઘણે સમય થઈ ગયે. દેશ કાળ હવે ફરી ગયે, માટે આ બાંધી રકમના કરારને વળગી રહેવાથી સ્ટેટને નુકશાન થાય છે, માટે પાલીતાણું શહેરના યાત્રી દીઠ પાંચ રૂપિયા અને બહાર-ગામના યાત્રી દીઠ બે રૂપિયાને યાત્રાળુવેરે નાંખવાની વિચારણું બહાર આવી,
થડા સમયમાં જૈન શ્રીસંઘને ઘણે વિરોધ-વંટોળ છતાં રાજ્યકર્તાઓએ લેકલાગણીને અવગણું યાત્રાળુવેર ચાલુ કરી દીધેલ.
પરિણામે ધર્મશ્રદ્ધાળુ યાત્રાળુઓ અને જૈન શ્રીસંઘ સાથે પાલીતાણું રાજયને ખૂબ સંઘર્ષમાં ઉતરવું પડ્યું, ઘણી ધમાલ થવા લાગી, વાતાવરણ ખૂબ કલુષિત થવા લાગ્યું, છેવટે આ. કની પેઢી નગરશેઠ પ્રેમાભાઈ વગેરે સંભાવિત અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી વિ.સં. ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૪ ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે (૫-૯-૧૮૮૫) મુંબઈ ગવર્નરને અપીલ કરી. રખેપાની રકમ વધારીને પણ યાત્રાળુવેરે રદ કરવા જૈન શ્રીસંઘનું મન દુભાતું અટકાવવા વિનંતિ કરી.
(આ9 1