________________
KESHÖVZÜLEIRE
આ ઉકેલ સાંભળી સહુએ હરખભેર ગગનભેદી શાસનદેવની જયના નાદથી વાતાવરણું ગજવી દીધું–
પછી શ્રીસંઘે પૂજ્યશ્રીને ઉપધાનતપ માટેના મુહૂર્તની પૃચ્છા કરી તે પૂજ્યશ્રીએ આસો સુ. ૧૦ અને ૧૪ ના બે શ્રેષ્ઠ મુહૂર્તો દર્શાવ્યાં જેને સકળ શ્રીસંઘે પ્રભુ મહાવીર સ્વામીના ગગનભેદી જયઘોષ સાથે વધાવી લીધાં.
ચૌગાનના દહેરાસર આગળના વિશાળ વરંડામાં ભવ્ય મંડપ બાંધી ઉપધાનવાળાની ભક્તિ માટેની પણ બધી વ્યવસ્થિત તૈયારી કરવા ઉપરાંત ઉપધાનવાળા ભાઈ-બહેનોને રહેવા માટે જુદી-જુદી વ્યવસ્થિત સગવડ વગેરે કામકાજ શ્રીસંઘના સહકારથી ગિરધર શેઠે ઝડપભેર કરાવવા માંડયું.
આસો સુ. ૭ થી શ્રી નવપદજીની આરાધના ચૌગાનના દહેરે ભવ્ય શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર પધરાવી ઠાઠથી શરૂ થઈ, પૂજ્યશ્રી સકળ શ્રી સંઘ સાથે શહેરના ઉપાશ્રયથી ચૌગાનના દહેરાસરે પાસેના મકાનમાં ઉપધાન માટે શુભ મુહૂર્ત રૂપે પધાર્યા.
શ્રી નવપદજીની ઓળીના વ્યાખ્યાન શ્રી ઉપધાન મંડપમાં ઠાઠથી શરૂ થયાં. સામુદાયિક શ્રી નવપદજીની આરાધના સામુહિક આંબિલ વગેરે બધ કાર્યક્રમ ભવ્ય રીતે ગોઠવાઈ ગયે.
આસો સુ. ૧૦ ના મંગળદિને સવારે ૮-૩૭ મિનિટના મંગળ મુહૂર્તે શ્રી ઉપધાનતપની ક્રિયા પણ ચારસો ભાઈ–બહેને એ ઉમંગથી શરૂ કરી, ઘણા વર્ષો એ પ્રથમવાર શ્રી ઉપધાનતપની આરાધના હેઈ કરનાર-કરાવનાર સહુને ભારે ઉમંગ હતો.
બીજા મુહૂર્તમાં ૧૩૦ આરાધકેએ પ્રવેશ કર્યો કુલ ૫૦૫ આરાધકે શ્રુતજ્ઞાનના વિનયરૂપ શ્રી ઉપધાનતપમાં જોડાયા, જેમાં કર પરૂ બાકી ૪૬૩ સ્ત્રીઓ હતી.
શ્રીસંઘ તરફથી ઉપરાઉપરી એકાસણાની ટોળી કરાવવા પડાપડી થવા માંડી, માંડમાંડ બે બે ને ભેગા કરી વધુ ઠાઠથી ઉપધાનવાળાની ભક્તિ થવા માંડી.
પૂજ્યશ્રીએ ઉપધાનતપનું રહસ્ય શ્રતજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્યતાની પારાશીશીરૂપ મેહના ક્ષેપશમને કેળવવા દોઢ મહિનાના પૌષધવત દ્વારા ત્યાગ, તપ, સંયમની ત્રિવેણી સંગમનું મહત્વ જણાવવા સાથે પૌષધવાળાની પાંચ સમિતિ; ત્રણ ગુપ્તિના વ્યવસ્થિત પાલનની જવાબદારી પર ખૂબ વ્યવસ્થિત વિવેચન કરી અજયણુ-અસંયમ–અનુપગ આદિ દોષ ન લાગે તેની ખૂબ જ સાવચેતી કેળવવા ભારપૂર્વક સમજાવેલ.