________________
શિમો દમ,
2@
22
શ્રી પાર્શ્વનાથ પરમાત્માના જન્મ-દીક્ષા કલ્યાણકની આરાધના નિમિત્તે પૌષદશમીની આરાધના અઠ્ઠમની અગર ત્રણ દિવસના વિધિના એકાસણુની પ્રેરણા આપી.
જેથી ૩૫૦ની સંખ્યામાં અઠ્ઠમવાળા તપસ્વીઓના સાંજે ઉત્તરપારણાં સંઘવી તરફથી થયાં.
વદ ૯–૧૦-૧૧ ત્રણ દિવસ સામૂહિક-સ્નાત્ર અને શ્રી અરિહંત-પરમાત્માની અપૂર્વ ભક્તિ ઉલ્લાસવાળે સ્નાત્ર મહોત્સવ અને પૌષદશમીની આરાધનાની વિધિ સામૂહિક રૂપે થઈ.
ત્રણ દિવસ પુણ્યવાનોએ કલ્યાણક નિમિતે ૨૦ માળાને જાપ પણ કર્યો.
૫૦ થી ૬૦ પુણ્યાત્માઓએ સાકરનું પાણી, ખીર અને ચાલુ એકાસણું ત્રણ દિવસ કામ ચેવિહાર સાથે કલ્યાણકના જાપ પૂર્વક મંગલ આરાધના કરી.
વદ ૧૦ના દિવસે આસપાસના ગામમાંથી મેળા તરીકે હજારો માણસ આવેલું, પ્રભુજીની રથયાત્રા ખૂબ ઠાઠથી નિકળેલ, વદ-૧૦ અને ૧૧ બંને દિવસ સાધર્મિક વાત્સલ્ય પણ શ્રીસંઘ તરફથી થયેલ, વદ ૧૨ના દિવસે જેઠાભાઈ લહેરચંદ ગેખરૂ તરફથી તપસ્વીઓના પારણાં થયાં. કંકુનું તિલક કરી શ્રીફળ-રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન પણ થયું.
તીર્થયાત્રા પ્રસંગે મેળામાં આવેલ ઈદર, ઉજન. આગર, વડનગર આદિ શ્રીસંઘની વિનંતી પૂજ્યશ્રીને પોતાના ક્ષેત્રને લાભ આપવા થયેલ. પૂજ્યશ્રીએ યંગ્ય લાભની અપેક્ષાએ ઉજજન થઈ ઈદર તરફ વિચરવા ભાવના દર્શાવી.
પૂજ્યશ્રીએ વદ ૧૩ ઉજજૈન તરફ વિહાર કર્યો. વચ્ચે એક ગામે સ્થાનકવાસી સાધુઓ ઉતરેલા મકાનમાં જ ઉતરવું પડ્યું -ત્યાં પેલા સ્થાનકવાસી મુનિઓએ વ્યાખ્યાનમાં સ્થાપના નિક્ષેપાની અસારતા અને “હિંસામા ધર્મ નહીં' વગેરે વાત મુકેલ પૂજ્યશ્રીએ વ્યાખ્યાન પુરૂ થયું કે તુ પોતે ટૂંકમાં પણ જડબાતોડ શાસ્ત્રપાઠો અને દલીલેથી સ્થાનકવાસી-મુનિઓની વાતને છેદ ઉડાડી દીધો.
ઉપસ્થિત જૈન-જૈનેતર જનતા ખૂબ પ્રભાવિત બની પૂજ્યશ્રીને બીજે દિવસે આગ્રહપૂર્વક રેકી જાહેર વ્યાખ્યાન કરાવ્યું.
ત્યારબાદ પિ. સુ. ૩ના મંગળદિને ઉજજૈન પધાર્યા, ત્યાં સ્થાનકવાસીઓનું ખૂબ જોરઆ પણ જિનાલયે સાવ વેરવિખેર અને ખંડેર જેવી સ્થિતિમાં થયેલ, સંવેગી પરંપરાના સાધુઓના સંપર્કના અભાવે અને શિથિલાચારી સાધુઓની વિષમ-પ્રવૃત્તિઓથી મુગ્ધજનતાને ઉભગાવી ઢંઢકોએ જમ્બર પગપેસારો કરેલ.