________________
DOVUN
વ્યાખ્યાન શ્રવણથી-વિશિષ્ટ પ્રેરણા મેળવી ખૂબ ઉમંગથી નવપદજી–એળીની વિધિપૂર્વક્ર આરાધના ખૂબ ઠાઠપૂર્વક થઈ.
તેમાં ચિત્ર સુ. ૧૪ના વ્યાખ્યાન-પ્રસંગે ઉદયપુર શ્રીસંઘના આગેવાન સાત આઠ શ્રાવકે તથા દીક્ષાથીએનાં કુટુંબીજનેએ ઉપસ્થિત થઈ “વૈશાખમાં વડી દીક્ષા કરાવવા આપશ્રી ઉદયપુર પધારો” એવી જોરદાર વિનંતી કરી.
પૂજ્યશ્રીએ ચિત્ર વદ ૨ ચિત્તાથી વિહાર કરી ચૈત્ર વદ ૧૦ લગભગ ઉદયપુર પધારી ગયા. પૂજયશ્રી પાસે ચૈત્ર વદ ૧૦ બપોરે શ્રી સંઘના આગેવાન અને દીક્ષાથીઓના કુટુંબીજનેએ ભેગા મળી વડી દીક્ષાના મુહૂર્તની માંગણી કરી.
પૂજ્યશ્રીએ સાધ્વીજી મ.ને મળી નૂતન-દીક્ષિતેની ચર્યાની વાત સાંભળી વદ ૧૩ના દિવસે મુહૂર્ત જોવાની વાત કરી.
વદ ૧૩ ને બપોરે ફરીથી સંઘના આગેવાન અને દીક્ષાર્થીના કુટુંબીજને વડી દીક્ષાના મુહૂર્ત અંગે મળ્યા એટલે નૂતન-દીક્ષિતને વેગવહન કરાવવાના બાકી હોઈ પંદર દિવસ પછીનાં બે મુહૂર્ત આપ્યા. વૈશાખવદ ૭ અને જેઠ સુદ ૩”
સાથે એમ કહ્યું કે શ્રી મહાનિશીથના એગ કરેલા હાઈ વેગ હુંક રાવી દઈશ! પણ વડી દીક્ષા મારાથી ન આપી શકાય, માટે ઘાણેરાવમાં બિરાજતા પૂ. પં. શ્રી સૌભાગ્યવિજયજી મ. ને વિનંતી કરી તેડી લાવે.”
સંધના આગેવાને અને દીક્ષાથીના કુટુંબીજનેએ તુ ધાણરાવ જઈ પૂ. ઝવેર સા. મ.ને પત્ર બતાવી વડી દીક્ષા માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, વૈ. સુ. ૭ ને વિહાર અને સંઘના બે ભાઈ એ વિહારમાં સાથે રહેશે એમ નકકી કરી સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીને સમાચાર આપ્યા. વ. ૧૪ ધી નૂતન-દીક્ષિતને માંડલીયા–ગમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કરાવ્યું.
4. સુ. ૧૪ લગભગ પૂ. પં. શ્રી સૌભાગ્ય વિજયજી મ. ઉદયપુર પધાર્યા, ભવ્ય પ્રવેશ મહોત્સવ થયે.
તે જ દિવસથી વડી દીક્ષા નિમિત્તે શ્રીસંઘ તરફથી શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયે ભવ્ય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ શરૂ થયે.
પૂજ્યશ્રીના તપોબળ અને વાસક્ષેપના પ્રતાપે ચારે નૂતન-દીક્ષિતેની વડી દીક્ષા વૈ. વ. ૭ના મંગળ દિને ચઢતે પહેરે ૯-૩૭ મિનિટે નિર્વિદને થવા પામી.