________________
જણાવી આ વર્ષે સ્થાનકવાસીઓ અને આર્યસમાજીઓના ટકકર સામે ટકી રહેવા માટે પૂજ્યશ્રીને ચાતુર્માસાર્થે મોકલવા ખૂબ આગ્રહ કર્યો, તેઓ આપની આજ્ઞાને શિરોધાર્ય કરશે તે મતલબના લખાણને પત્ર પણ રજુ કર્યો.
પૂ. ગચ્છાધિપતિશ્રીને પૂજ્યશ્રી સાથે ગંભીર વિચારણા માટે રૂબરૂ તેમની જરૂર હતી, પણ શમીના દિવસ, ટાઈમ ટૂંકો એટલે અમદાવાદ રૂબરૂ બોલાવવાની વાતને ગૌણ કરી તે વાત પત્રથી કે માણસ–દ્વારા પતાવી દેવાનું વિચારી શાસનની-રક્ષાની વાતને વધુ મહત્વભરી માની પૂ. ગચ્છાધિપતિશ્રીએ ઉદયપુરવાળાની વિનંતિ માન્ય રાખી લેત્રાના ટીચસી ન્યાયને આગળ કરી પૂજ્યશ્રીને ઉદયપુર બાજુ વિહાર કરવા સૂચવ્યું. - ઉદયપુરને શ્રીસંઘ આજ્ઞા-પત્ર લઈ પાછો કપડવંજ આવ્ય, પૂજ્યશ્રીને પત્ર આપે, પત્ર વાંચીને પૂજ્યશ્રીએ પણ સઘળી માનસિકભાવનાઓને ગૌણ કરી પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી વ.સુ. દશમના પ્રભુ મહાવીર-સ્વામીને કેવળજ્ઞાન-કલ્યાણકના દિવસે ઉદયપુરવાળાને પ્રસ્થાન રૂપે પોથી આપી . સુ. ૧૧ સાંજે વિહાર કરવાનો વિચાર જણાવ્યું.
પૂજ્યશ્રીએ કપડવંજથી વૈ. સુ. ૧૧ સાંજે ઉદયપુર બાજુ વિહાર કર્યો, 4. વ. ૩ ના રોજ લુણાવાડા પધાર્યા. ત્યાંના શ્રીસંઘમાં દેવદ્રવ્ય અંગેના હિસાબી ચોપડા સરખા કરાવ્યા. થોડું કામ બાકી રહ્યું, પણ ઉદયપુર પહોંચવાની ઉતાવળમાં ચાર-પાંચ શ્રાવકોને તે કામ ભળાવ્યું.
વળી ત્યાં દહેરાસરનું કામ અટકેલ તે પણ સમજણ પાડી ચાલુ કરાવવાનું શ્રાવકને સમજાવી ઉદયપુર તરફ વિહાર કર્યો.
જેઠ સુ. ૧૦ ડુંગરપુર પહોંચ્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે આવેલ, જેઠ સુ. ૧૩ કેશરીયાજી પધાર્યા, ત્યાં ચૌદશની કુખી આરાધના ઉદયપુરના અનેક શ્રાવકે સાથે કરી વદ ૧ સવારે ઉદયપુર તરફ વિહાર કર્યો.
જેઠ વદ-૫ સવારે ધામધૂમથી ઉદયપુરના શ્રીસંઘે પૂજ્યશ્રીને નગર-પ્રવેશ કરાવ્યું.
પૂજ્ય શ્રી ઉદયપુરની જનતાના ધાર્મિક-મિજાજ અને વાતાવરણનો ચિર-પરિચય હાઈ છેડતી કરવાનો પ્રયત્ન અપનાવવાને બદલે પ્રશ્ન સામે આવે એટલે જોરદાર પડકાર કરવાની નીતિ રાખી જોરદાર ઉપદેશ શરૂ કર્યો,
ઘેડા જ દિવસોમાં સ્થાનકવાસીના મોટા ધુરંધર ગણાતા વિદ્વાન મ. શ્રીકિશનચંદજી અને ચંપાલાલજી આદિ સાધુઓ અસાડ સુદમાં ઉદયપુર પધાર્યા.
છing
S13 •
રં ચરિત્ર