________________
MES, H
ÍZEMRE
વ્યાખ્યાનમાં શ્રાવક-જીવનની મહત્તા અને તપધર્મની અનુમોદના પર ખૂબ છણાવટ સાથે તાવિક–પદાર્થોની રજૂઆત થવા લાગી. સ્થાનકવાસી અને વૈણુ વગેરે અન્ય દર્શનીઓ પણ પૂજ્યશ્રીની તાત્વિક–દેશનાથી ખૂબ પ્રભાવિત બન્યા.
આ મહોત્સવ પ્રસંગે વખતગઢ, બિડવાલ, ઊણેલ, વડનગર આદિ આસપાસના આવેલ પુણ્યવંતા શ્રાવકેએ પિતાને ત્યાં પધારવા ખૂબ આગ્રહ કર્યો. એટલે તે બધા ક્ષેત્રોમાં ફરી માહ સુ. ૫ લગભગ વડનગર પધાર્યા. ત્યાં તેરાપંથી શ્રાવકેએ દાન-દયાની વિકૃત-વ્યાખ્યાઓ રજુ કરી વાતાવરણ ડોળવા પ્રયત્ન કર્યો, પણ પૂજ્યશ્રીએ ધીરતાપૂર્વક શાસ્ત્રીય પાઠો અને બુદ્ધિગમ્ય તર્કોના આધારે “દ્રવ્ય દયા અનુકંપાદાન પણ શાસ્ત્રીય અને ગૃહસ્થનું ઉત્તમકર્તવ્ય છે” એમ સાબિત કર્યું.
ત્યાંથી ગૌતમપુરા, દેપાલપુર, હાદ, વગેરે ગામમાં શાસન પ્રભાવનાપૂર્વક વિચરી રહ્યા, તે અરસામાં ઈદેરમાં ત્રિસ્તુતિક આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. વ્યાખ્યાનમાં પ્રસંગે અવિરતિદેવને વંદના વિરતિ સાધુ કે શ્રાવક કેમ કરી શકે ? એ વાત જરા વિસ્તારથી છણાવટ પૂર્વક ચચ, ઇદરના શ્રીસંઘે વગર-પ્રસંગે આવી વિવાદાસ્પદ-વાતને છેડી વાતાવરણ કલુષિત શા માટે થવા દેવું ? એમ કરી શ્રાવક મારફત પૂ. આચાર્યદેવને, ખામોશી રાખવા કહ્યું, પણ ભાવીયેગે રતલામમાં પૂરી ફાવટ નહીં આવેલ અને અહીં જવાબ દેનાર કોણ છે ! એમ કરી જરા વધુ વિવેચન સાથે તેમણે તે પ્રશ્ન છેડવા માંડે.
તેથી ઈદેરના સમજી-વિવેકી આગેવાનોએ પૂ. શ્રી ઝવેરસાગયજી મ. ને આગ્રહભરી વિનંતિ કરી ઝડપથી તેડી લાવ્યા. ચૈત્ર સુ ૫ મંગલદિને તેમને પ્રવેશ થયો. .
ભાવયોગે ત્રિસ્તુતિક આચાર્ય–મહારાજના મુકામની પાસે જ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી ઉતરેલા એટલે વ્યાખ્યાનમાં ચર્ચાતા-વિષયની માહિતી ચેકસાઈથી મેળવી.
પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રી વીતરાગ–પરમાત્માની ભક્તિના સ્વરૂપના વર્ણન પ્રસંગે “સમ્યગ દષ્ટિ દેવ એ જિનશાસનના ભક્ત દે છે.” “આરાધક પુણ્યાત્માઓની ભાવસ્થિરતારૂપ વૈયાવચ્ચનું કામ તેઓ કરે છે.” “તેમનું સ્મરણ માત્ર કરવામાં પાંચમા-છઠ્ઠા ગુણવાળાને દૂષણ નથી લાગતું” “તેમના નિર્મળ સમ્યકત્વ અને સંઘ વૈયાવચ્ચ કરવાની બાબત ગુણાનુરાગ-દષ્ટથી સ્વીકારવાના બદલે અપલાપ કરવામાં ઉલટું સમ્યકત્વ જોખમાઈ જાય.” આદિ શાસ્ત્રીય વાતેની રજુઆત અનેક શાસ્ત્ર પ્રમાણેથી કરવા માંડી.