________________
DLUN
તેઓએ આવતાં જ પિતાના વ્યાખ્યાનમાં “મૂર્તિપૂજા ચૈત્યવાસીઓના મગજની ઉપજ છે” “હિંસામાં પ્રભુ-મહાવીરે કદી પણ ધર્મ કહ્યો નથી” “દ્રવ્યપૂજામાં કાચું પાણી, અગ્નિ, કુલ, આદિની કેટલી બધી હિંસા છે!” “ધમ તે દયા, રૂપ-અહિંસા રૂપ હાય !” આદિ ભાવાર્થના અવળા-તર્કોથી જોશભેર પ્રચારવા માંડ્યું.
પ્રતિપક્ષીની જેટલી તાકાત હોય તે બધી અજમાવી દેવાની તક આપવી સામેથી જ્યારે બખાળા કાઢતા હોય ત્યારે અવસરની રાહ જોવા રૂપે મૌન પણ વાદકળાને અજબ નમૂનો છે.” એ રીતને પૂજ્યશ્રીએ અપનાવી શરૂઆતમાં વિરોધીઓને જે કહેવું હોય તે બધું કહી દે ! એટલે પછી કમસર પદ્ધતિ પ્રમાણે જવાબ દેતાં ફાવટ રહે એવું ધારી સામેથી કહેવાતી વાતોને ઝડપી પ્રતિકાર ન કર્યો.
લેકમાં સ્થાનકવાસીઓના મોટા મહારાજના તકેનો ઉહાપોહ શરૂ થયે, પૂજ્યશ્રી પાસે કેટલાક જિજ્ઞાસુઓ પૂછવા આવે એટલે પૂજ્યશ્રી એવા સજજડ તર્કબદ્ધ પુરાવા અને શાસ્ત્રના પાઠ સામે મુકી સચેટ રદીયા આપે એટલે તે જિજ્ઞાસુઓ ફરી સ્થાનકવાસી મહારાજ પાસે જાય, ત્યાં નવી દલીલે સાંભળી વળી પાછા પૂજ્યશ્રીની પાસે આવે આમ અસાડ સુ. ૧૫ સુધી વાત ડેળાવા દીધી.
આની પાછળ પૂજ્યશ્રીની ગંભીર દીર્ધદષ્ટિ એ હતી કે જે પ્રથમથી ભડભડાટ શાસ્ત્રપાઠોની રજૂઆત સાથે તેમની વાત ખંડન કરવા માં આવે તે કદાય સામેવાળા અહીં આપણી દાળ નહીં ગળે એમ ધારી “અમારે ઝંઝટમાં નથી પડવું” “અમે ચર્ચામાં નથી માનતા ! ” “જેને સાચું સમજવું હોય તે અમારી વાતને વિચારે” આદિ શબ્દછળની પાછળ પિતાની ભ્રામક માન્યતાઓને ઢાંકપિછોડો કરી વિહાર કરી જાય તે વાતનું ચગ્ય નિરાકરણ ન આવે એટલે પૂજ્યશ્રીએ ચૌમાસી ચૌદસ સુધી વાતને જાણીને ડે બાવા દીધી. વાતને બહુ ચગવી નહીં, તેથી સામાવાળા જરા જોરમાં રહે અને અહીંથી ખસે નહીં.
અસાડ વદ ૫ લગભગથી પૂજ્યશ્રીએ પદ્ધતિસર સ્થાનક-માગીઓના એકેક મુદ્દાનું ક્રમસર દલીલે—શાસ્ત્રપાઠોની રજુઆત સાથે નિરસન કરવા માંડ્યું.
સ્થાનકમાર્થીઓને માન્ય બત્રીશ આગમ પૈકી શાસ્ત્રપાઠો એક પછી એક રજુ કરવા માંડયા.
સંધમાં ચર્ચા ખૂબ જ રસપ્રદ નિવડી અભિનિવેશવાળા ગણત્રીને માણસો સિવાયની મોટાભાગની ભેળી જનતા સત્ય-તત્વના નિર્ણયની દિશા તરફ પૂજ્યશ્રીના સચોટ તર્ક અને શાસ્ત્રપાઠોથી વળવા માંડી.
પરિણામે પર્વાધિરાજ પર્યુષણ-મહાપર્વના ત્રણ અઠવાડિયા અગાઉ સેંકડોની સંખ્યામાં સ્થાનક-માગીએ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા.