________________
BOVUN
-
સાત નવકાર ગણી નાસિકાના કયા નસકેરામાંથી શ્વાસ ચાલે છે! તે જાણી સવારે પૂજા કરી ૮-૩૭ થી ૯-૨૩ માં દીક્ષાના મુહૂર્ત માટે આવવા જણાવ્યું.
સુગનબાઈ એ પણ પિતાની ૪૨ વર્ષની વય, છેલ્લા દશ વર્ષનું વૈધવ્ય જીવન, ભરયુવાનીમાં ગૃહભંગ થયાને લેગ વગેરે નજર સામે રાખી જાણે પૂજ્યશ્રીએ પાછું પહેલાં પાળની જેમ વિકારી-વાસનાઓ સંયમના માગે ડખે ઉભે ન કરે, તેની અગમચેતી રૂપે બતાવેલ આ વિધિ ખૂબ ઉંમગથી ઉત્સાહથી આચરી.
પૂજ્યશ્રીના સૂચન પ્રમાણે માગ. સુ. ૨ આંબિલ કરી ચૌગાનના દેરાસરે બિરાજમાન પ્રભુ મહાવીર પરમામાના ભ–બિંબ આગળ જાય વગેરે કરી સાંજે પૌષધ લઈ રાત્રે સંથારા પારસી પછી પૂજ્યશ્રીએ બતાવેલ જાપ બરાબર કરી સંથારો કર્યો.
બરાબર અઢી વાગ્યાના સુમારે જાગૃત થયેલ સુગનબાઈએ સાત નવકાર ગણી કયા નસકોરામાંથી શ્વાસ જાય છે? તે તપાસ્યું તે જમણું નસકોરામાંથી નાસિકાથી નિકળી ઉપરના ભાગે તે શ્વાસ અનુભવ્યો, બાકીની રાત શ્રી નવકારને જાપ, નવસ્મરણ– ગૌતમ સ્વામીને રાસ, સોળ સતીને છંદ આદિના સ્મરણ સાથે વિતાવી રાઈપ્રતિક્રમણ કરી પૌષધ પારી શ્રી વીતરાગ પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા સ્નાત્ર પૂજા પૂર્વક કરી બરાબર નિર્ધારિત સમયે સાડા આઠ વાગે પૂ. સાધ્વીજી મ. તથા પોતાના કુટુંબીઓને લઈ પૂજયશ્રી પાસે દીક્ષાભિલાષી મુગનબાઈ આવ્યાં.
પૂજ્યશ્રી તે વખતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથયંબનું માંત્રિકવિધિએ પૂજન કરી તેને જાપમાંથી નિવૃત્ત થયા જ હતા, અને દીક્ષાના મુહૂર્ત માટે બધાને આવેલ જોઈ ઈશારાથી એક બાજુ બેસાડી બીપી મુદ્રાને જાળવી રાખી અંગરક્ષા-માન આદિ સંક્ષિપ્ત વિધિએ કરી ડીવાર ધ્યાનસ્થ થયા.
ઘડીવારે પૂજ્ય સ્વસ્થ થઈ પંચાગ લઈ પંચાંગશુદ્ધિ રવિયાગાદિ વિશિષ્ટ ગમળ, ચંદ્રબળ, કુગ-પરિહાર આદિ જોઈ માહ. સુ. ૩નું શ્રેષ્ઠ મુહૂર્ત ૧૦-૨૪-થી-ર૯ મિનિટનું શ્રેષ્ઠ નકકી કરી પૂજ્યશ્રીએ કાગળમાં લખીને આપ્યું.
પૂજ્યશ્રીએ ભીલવાડા બાજુના વિહારની વાત કરી, પણ દીક્ષાર્થી બહેનના કુટુંબીઓએ धुं 3- बापजी सा। उग रहे पोव को पानी मिलना जरुरी है ! हमारे घरसे यह बाई पुण्यशालिनी हो कर प्रभुशासन में अपना जीवन समपित करना चाहती है, तो इसकी विवेक वैराग्य-भावना को परिपुष्ट करने के लिए आपके तात्त्विक-सिंचन की खास जरुरत है, अतः कृपा करके आप विहारका विचार न करे ! हमारे कुलको तारने वाली दीक्षा के पवित्र प्रसंग पर हमें क्या करना चाहिए । इसका मार्गदर्शन आपके बिना हमें कौन दे !" આદિ દીક્ષાર્થીના કુટુંબીઓની વિનંતિથી પૂજ્યશ્રીએ વર્તમાનનો તથા નૈસી ક્ષેત્ર-સ્પર્શ ના કહી સંતુષ્ટ કર્યા.