________________
Telva
વચ્ચે પ્રાસંગિક પૌષદશમીના દિવસે સમીનાખેડા તીર્થે સકળ–સંઘ સાથે જઈ શ્રી વીતરાગ-પરમાત્માને જન્મ જગતને હિતકારી શા માટે? અને કેવી રીતે ? તે વ્યાખ્યાનમાં સમજાવી “મેહના સંસ્કારો પર વિજય મેળવવાના ભગીરથ પુરૂષાર્થ સિવાય જીવનમાં કંઈ મેળવવા જેવું નથી” એ વાત પર ભાર દઈ પ્રભુશ્રી પાર્શ્વનાથના જન્મની સાચી ઉજવણી પ્રભુએ ચીધેલ સર્વવિરતિ માર્ગે જવા રૂપે કરવાનું જણાવ્યું.
પરિણામે દીક્ષાર્થી–બહેનના સર્વવિરતિના પરિણામ ઉચ્ચ-કેટિના થયા.
દીક્ષાથીના આગ્રહથી પૂજ્યશ્રીએ દીક્ષાર્થીના ભાવની વૃદ્ધિ માટે વ્યાખ્યાનમાં “સર્વ વિરતિધર્મની મહત્તા અને વાસનાવિજય” પર શાસ્ત્રીય વ્યાખ્યાન શરૂ કર્યા, પરિણામે બે કુમારિકા અને એક વિધવા બહેનને સંસારની અસારતાનું ભાન થઈ જોરદાર-વૈરાગ્યની સ્પર્શના થઈ,
રોજ પૂજ્યશ્રીના વ્યાખ્યાને સાંભળવાથી દઢ બનતી જતી વૈરાગ્યભાવનાના બળે બંને કુમારિકા બહેને માતા-પિતાદિના મેહમય ધમાલભર્યા વાતાવરણ પર વિજ્ય મેળવી કુટુંબીઓને સમજાવી પિષ સુ. ૧૦ના રોજ દીક્ષાનું મંગળ મુહૂર્ત જેવડાવ્યું.
વિધવા બહેને પણ પોતાના કુટુંબીઓને સાથે લઈ મુહૂર્ત જોવાને આ અવસર સાચવી લીધો.
ભાવીયેગે માહ સુ. ૩ ને સુગનબાઈની દીક્ષા માટે નિયત થયેલ દિવસ શાંતિકુમારી અને ભાગવંતીબહેન (કુમારિકા) માટે તેમજ ઝબકબહેન (વિધવા) માટે પણ ચિત સંગત થયે.
એટલે શ્રીધમાં અપૂર્વ હર્ષોલ્લાસનું વાતાવરણ થયું, કેમકે મેવાડ જેવા પ્રદેશમાં એક નહીં, બે નહીં ચાર ચાર શ્રાવિકાઓ-જેમાં બે તે કુમારિકા જુવાનીના ઉંબરે પગ મુકતી સત્તરથી બાવીસ વર્ષની અંદરની બાલિકાઓ પ્રભુ શાસનના શરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયાની વાતથી શ્રીસંઘના આબાળ-વૃદ્ધ સહુમાં અનુમોદનાને ભાવ અને સંયમ ધર્મને રાગ ઝળહળી ઉઠયા.
શ્રીરાંધ તરફથી પિષ સુ. ૧૩ના મંગળ દિવસથી ચારે દીક્ષાર્થી બહેનના દીક્ષા પ્રસંગને વધાવવા માટે ઘર આંગણે બોલાવી ભક્તિપૂર્વક જમાડી બહુમાન કરવાની શરૂઆત થઈ.
જાત-જાતના વાજિંત્રના સરોદા વચ્ચે પાલખી વગેરેમાં બેસાડી શાસન-શોભા વધે તે રીતે દીક્ષાર્થીઓનાં “વાયણ” શરૂ થયાં.
રોજ સવારે વાયણની શરૂઆત થાય ત્યારે દીક્ષાર્થી બહેને પોતપોતાના સંબંધી અને શ્રીસંઘના ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રી પાસે વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળવા આવે, ત્યારે