________________
THVLEIVRE
આ રીતે વિ. સં. ૧૯૩૦નું ચોમાસુ બીજા પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો સાથે પૂરું થયું.
ચાતુમસ-સમાપ્તિના લગભગ ગાળે ઈદેર શ્રીસંઘના આગેવાને પૂજ્યશ્રીએ ઉગ્રસ્વભાવી સંન્યાસી મહાત્મા સામે સમયસૂચકતા વાપરી અપૂર્વ શાસન–પ્રભાવના કર્યાના સમાચાર જાણી ઈદેર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી.
પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાના આધારે આવવા વિચારીશું કહી ઈદોર શ્રીસંઘને રાજી કર્યો.
ચાતુર્માસ પુરૂ થયેથી સેમલીયાતીર્થની યાત્રાએ લઈ જવાને ભાવ સંઘમાં થવાથી શ્રી ગણેશમલજી મૂળા એ ચતુવિધ-શ્રી સંઘને યાત્રા કરાવવાને લાભ પિતાને મળે તેવી મંગળ ભાવન શ્રીસંધ સામે વ્યક્ત કરી આદેશ માંગ્યો પૂજ્યશ્રીની સંમતિથી શ્રીસંઘે તિલક કરી સંઘપતિ તરીકે બહુમાન કર્યું.
કા. વ. ૧૦ ના મંગળ દિવસે સેંકડે ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રીએ સેમલીયા-શ્રીસંઘનું મંગલ પ્રસ્થાન કર્યું, ત્રીજા દિવસે સવારે સેમલીયાજી પહોંચી ખૂબ ઠાઠથી ભાલલાસ સાથે દેવદર્શન, પૂજામોત્સવ, વ્યાખ્યાનશ્રવણ આદિ મંગલ ધર્મક્રિયાઓથી શ્રીસંઘના દરેક ભાઈ–બહેનોએ જીવનની ધન્યતા અનુભવી.
પૂજ્યશ્રી ત્યાંથી જાવરા, આલેટ થઈ મહદપુર પધાર્યા. ત્યાં ત્રિસ્તુતિક-મતના શ્રાવકોએ કેટલાક વિકૃત શાસ્ત્રપાઠો મગજમાં રાખી ચાલું વ્યાખ્યાને પ્રશ્નો કરી પૂજ્યશ્રીની પ્રતિભાને ગૂંચવવા પ્રયત્ન કરેલ, પણ અજબ ધીરતા કુશળતાવાળા પૂજયશ્રીએ સ્વસ્થતાથી તર્કબદ્ધ બધાના ખુલાસા આપી વિરોધ-માનસને શાંત કર્યું.
મહીદપુરથી મક્ષીજી તીર્થની યાત્રા શ્રીસંઘ સાથે કરાવવાની ઈચ્છા શેઠ મંગળચંદજી સેનીના વિધવા પત્ની શ્રી જડાવબહેનને ઘણા વખતથી અપૂર્ણ રહી હતી. તે પૂજ્યશ્રીની નિશ્રાએ માગ. વદ ૩ ના મંગળ દિને ૭૦૦ આરાધક ભાઈ-બહેને સાથે ભવ્ય સુંદર જિનમંદિરને રથ અને વિવિધ મંગલ-સામગ્રી સાથે ચાર મુકામ વચ્ચે કરી માગ. વદ ૭ સવારે મંગલવેળાએ મક્ષીતીર્થે પ્રવેશ કર્યો.
ખૂબ ઉલ્લાસ સાથે પૂજ્યશ્રીની નિશ્રામાં સકળ–શ્રીસંઘે દર્શન, ચૈત્યવંદન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્ર પૂજા અને પંચકલ્યાણક પૂજા ભણાવી બહુ ધર્મોલ્લાસ અનુભવે.
વદ ૮ સવારે વ્યાખ્યાનમાં માળારોપણ વિધિ થઈ, તે જ વ્યાખ્યાનમાં પ્રભુ પુરૂષાદાણીય
આ ગામો ૩૦ B દ્વારકા