________________
MOGLOVUN
માકડેયપુરાણ, યાજ્ઞવાક્યસ્મૃતિ, છાંદોગ્ય ઉપનિષદ, કઠોપનિષદ, મુંડકેપનિષદ અને વેદના કેટલાક મંત્ર અને આગના પ્રમાણે ટાંકી સનાતન ધર્મ એટલે શું? તે સ્પષ્ટ કર્યું.
પછી તેને રહસ્યમાં આત્મા-પરમાત્મા, સંસાર જન્મમરણ આદિ તત્વેની મૌલિક છણાવટ સાથે ખરેખર આસ્તિક કેણુ? (એ વ્યાખ્યાની સમજુતિમાં તે દિવસનું પ્રવચન પૂરું થયું.
ક્યાંય ખંડનની વાત નહીં અને સનાતનીઓએ માન્ય રાખેલ પુરાણો, ઉપનિષદો અને વેદની ત્રચાઓનાં આધારે સનાતન ધર્મનું કેવું નિરૂપણ જૈનધર્મગુરૂએ કર્યું ? તે સાંભળી આબાલ-ગોપાલ સહુ ખૂબ પ્રસન્ન થયા.
લકોએ માંગણી મૂકી કે મહારાજ ! હું ચીઝ તો માત્ર હમને ન સુની ! વા મન માયા ! કૃપા करो ! आपकी बाणी सुनने का फिर मोका दो। - એટલે પૂજ્યશ્રીની સૂચનાથી જૈન આગેવાનોએ ફરીથી આજ વિષય પર પૂજ્યશ્રીનું પ્રવચન અહીં જ થશે” એવી જાહેરાત કરી.
રેજ અમુક વિષયનું ઉપસ્થાપન પૂજ્યશ્રી એવી અજબ છટાથી કરતા કે સમય પૂરો થઈ જાય અને વિષય અધુરો રહે એટલે કે ફરી માંગણી મુકે અને ફરી વ્યાખ્યાન ચાલુ રહે.
આમ કરતાં આઠ દિવસ નિકળી ગયા.
સંન્યાસી મહાત્માના પ્રવચનને સમય સવારને એટલે ત્યાં તે સભા વિખેરાઈ ગઈ, બધા પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પડાપડી કરી જગ્યા ન મળે તે સાંકડમાં પણ મજેથી બેસતા.
એકંદરે લેકમાં જૈનધર્મના ગુણગાન થવા માંડયા સંન્યાસી–મહાત્માએ પિતાના પ્રવચનમાં આ અંગે બખાળા ઘણા કાઢયા, પણ ધર્મપ્રેમી જનતા તે તેમને અંધશ્રદ્ધાળુ ગણ ગુણાનુરાગી પૂજ્યશ્રીની ધર્મદેશના ખૂબ ઉત્કંઠાથી સાંભળવા લાગી.
રતલામને જૈન શ્રીસંઘ પણ પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા અને વ્યવહાર કુશળતા નિહાળી દંગ બની ગયે.
પૂજ્યશ્રીએ પણ સંન્યાસી–મહાત્માને સીધી રીતે સમજાવવાના કે શાસ્ત્રાર્થ કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી, તેમાં કંઈ ગૂઢ સંકેત ધારી જનતાને સરળ રીતે જૈન-ધર્મની વિશિષ્ટતાઓ જાણવા મળી અને પરિણામે શાસનને જ્યકાર થયે, તેમાં શાસનદેવની વરદ પ્રેરણું સમજી આત્મ-સંતોષ અનુભવ્યું.