________________
MESTSELDVEICAS
એટલે આચાર્ય મહારાજે જાહેર કર્યું કે-આવતી કાલે વ્યાખ્યાનમાં આ અંગે શાસ્ત્ર પાઠ સાથે વિસ્તારથી રજૂઆત થશે.
આ વાતના સમાચાર પૂજ્યશ્રીને પણ મળી ગયા. પૂજ્યશ્રીએ સમજુ-વિવેકી શ્રાવકોને કાગળ-પેન્સીલ લઈ ત્યાં સાં મળવા મેકલ્યા કે તે બે યા ક્યા શાસ્ત્રો કે આગમના પાઠ આપે છે ! તે બેંધી લાવશે.
બીજા દિવસે હજારે માણસની ભરચક સભામાં આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીએ પિતાની વાતની રજુઆત કરી–તેના ટેકામાં શાસ્ત્રપાઠો પણ રજુ કર્યા.
પૂજ્યશ્રીએ પણ આખા રતલામ શહેરમાં શ્રી સંઘ તરફથી કરાયેલ જાહેરાત સાથે બીજે જ દિવસે સમ્યગદષ્ટિ દેવે અંગે શાસ્ત્રીય-માન્યતાઓના વિવેચન સાથે “ધર્મમાં સહાયક તરીકે આવશ્યક ક્રિયાઓમાં તેમનું સ્મરણ વ્યાજબી છે એ વાત ઢગલાબંધ શાસ્ત્રના પ્રમાણથી તેમજ વ્યવહારુ દષ્ટાંત અને બુદ્ધિ-ગમ્ય તર્કથી રજુ કરી.
શ્રોતાઓ તે સાંભળીને દંગ થઈ ગયા કે – “હકીકતમાં સાચું શું ? ” ગઈ કાલે આ. શ્રી રાજેદ્રસૂરિએ શાસ્ત્રીયપાઠ પૂર્વક આવશ્યક – ક્રિયાઓમાં કરાતી સમગ્ર દૃષ્ટિ દેની આરાધના અ-શાસ્ત્રીય છે” એમ સાબિત કરેલ. આજે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શાસ્ત્રીય પાઠ, વ્યવહારૂ દાખલા અને દલીલેથી શાસનની ચાલી આવતી પરંપરાને યથાર્થસચોટ સાબિત કરી !
તટસ્થ–સમજુ અને વિવેકી મહાનુભાવેએ સત્ય તારવી લીધું, ચર્ચા–વિતંડાવાદના પગરણ કેટલાકએ કર્યા. બંને પક્ષ તરફથી જાતજાતની વાત વહેતી થઈ પણ સમજી વિચારક આત્માઓએ હકીકતને પારખી લઈ અજ્ઞાન-જન્ય વાદવિવાદ-શાસ્ત્રાર્થ આદિની ઘટમાલથી અલિપ્ત રહેવા પ્રયત્ન કર્યો.
આખા માસામાં સ્થાનકવાસી અને ત્રિસ્તુતિકમતવાળા તરફથી અનેક સમ-વિષમ. કડવા—મીઠાં પ્રસંગે અને ચર્ચા–વાદ વગેરેની ઘટનાઓથી વાતાવરણ ડોળાતું રહ્યું. પૂજ્યશ્રીએ સૈદ્ધાત્ત્વિક બાબતને આગળ કરવા સિવાય જે તે ક્ષુદ્ર બાબતેને બહુ મહત્ત્વ જ ન આપ્યું.
ચોમાસું પૂરું થયા પછી રતલામની આજુબાજુના ક્ષેત્રમાં વિચરી જિનશાસનની તાત્વિક ઓળખાણ સંવેગી સાધુઓના વિહારના અભાવે ન મળવાથી મુગ્ધ-જનતામાં શ્રી વીતરાગ-ભક્તિ, પ્રભુ પૂજા, વ્રત-નિયમ, પચ્ચકખાણ આદિ ધાર્મિક-પરંપરાઓ દૈનિક આચરણમાં વિસરાઈ ગયેલી તે બધી તાજી કરી, અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા સાથે લોકોની ધાર્મિક-ભાવનાને પણ જીર્ણોદ્ધાર કર્યો.
-
: