Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ 'શાસનનો ધબકાર સમ્યગ જ્ઞાન સેંકડો વર્ષોથી પૃથ્વી ઉપર અનેક પરિવર્તનો આવ્યા છે. પરિવર્તન સાથે સંસ્કૃતિ સંસ્કાર પણ આંશિક ફેરફાર થયા છે. માણસ તરીકે ભગવાન બનવાનું સૌભાગ્ય અદ્ભૂત કક્ષાનું છે. વર્ષોના તપ-ત્યાગના સહારે (સથવારે) દેવોના પણ સિહાસનો ચલાયમાન કરવાનું સામર્થ્ય માનવનું જ સાબિત થાય છે. વિશ્વની ઘણી શોધ માનવ નિર્મિત છે. બુદ્ધિશાળી પ્રતિભાઓ દ્વારા અપૂર્વ સંશોધનો બાદ આશ્ચર્યકારી ઘટનાઓ થઈ, સમયના અખિલત પ્રવાહમાં મહર્ષિ - યોગીરાજ ભારતની ભવ્ય ભૂમિ ઉપર અવતરણ કરવા લાગ્યા. આ દિવ્ય અવતરણ અનેક જીવોના ઉપકારને કાજે હતા. વિશ્વ પૂજ્ય - શીથીલાચાર ઉમૂલક, યુગદષ્ટ યુગમહિર્ષિ, કલિકાલ કલ્પતરૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ઉજ્જવલ્લ શૃંખલાના અગ્રેસર સાધક હતા જેઓની પ્રતિભા અત્યંત પ્રભાવક જાહેર થઈ હતી અને એ પરંપરા વર્તમાનમાં ગતિશીલ છે. જિનશાસનરૂપી અદ્વિતીય મહાતીર્થ “સજ્ઞાન” દ્વારા સર્વજીવને હિતકારી છે. આ તીર્થના સંરક્ષક તરીકે જ્ઞાન સંપન્ન ધર્મ ક્રિયાઓ ઉપસ્થિત છે. યોગાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૧૯માં સૈકાની શરૂઆતના મહાન સદ્ગુરુ હતા. જેઓના જીવનના અનેક કાર્યો જીવંત છે. આજ સુધી તે કાર્યોની સ્મૃતિ સતત સ્મરણ પટ્ટ ઉપર આવી જાય છે. મહાન વ્યક્તિ તેના નામથી નહિ તેના કામથી થાય છે, જેમના કાર્યો માટે ઉત્સાહ - ઉમંગ તેજસ્વી છે તેઓના કાર્યો ચીર સ્થાયી બને છે. હજાર વર્ષોના ઈતિહાસમાં પરમાત્માની અંજનશલાકાનો પ્રસંગ દાદા ગુરુદેવના સૌભાગ્યને લખાયો. આશ્ચર્યકારી ઘટના તરીકે સવાક્રોડ મહામંત્રનો જાપ 64 દિવસમાં પાણી પીધા વગર કડકડતી ઠંડીમાં જંગલ મધ્યે પૂર્ણ કર્યો. આત્માની શોધ માટે યોગક્ષેત્રમાં સાધકોએ પ્રવેશ કરવો પડે છે અને જેને આત્માનો બોધ થાય છે તેનો સાક્ષાત્કાર કરવા તત્પર થાય છે. આ સાક્ષાત્કાર અપૂર્ણ ન બનતા પૂણનિંદ બને છે. ગ્રન્થાધિરાજ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની રચના વિદ્વાનો પૂરતી જ છે એવું નહિ પરંતુ ઈલેકટ્રીક વગર સંપૂર્ણ લખાણ કલમસૂકી શાહી અને દેશી કાગળ પર થયું. જેમાં 1all વર્ષની વિશિષ્ટ જ્ઞાનયાત્રા ગુરુદેવશ્રીની રહી હતી. સંસ્કૃત-પ્રાકૃત માધી ભાષાના લખાણોને સ્વ હસ્તે દિવસ ને રાત સતત લખ્યા જ કરવું. જેમાં ગ્રન્થની સર્વ દિશાઓ ધ્યાનમાં રાખી નિતનવું પીરસતા જ જવાનું. સામાન્ય માણસનો તો કલ્પના કરીને સમજવી અઘરી પડે. 10,560 પાનાનું બાઈડીંગ છ ભાગમાં પિતામ્બર વિજેતા, સિહગર્જનાના સ્વામી પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશિષથી થયું. ગ્રન્થરાજ ઉપમા એ સાહિત્યનું લાલિત્ય છે. જા સાડા ચાર લાખ શ્લોકો અંતર્ગત 60,000 શબ્દોનો વિશાળકાય ગ્રન્થ સર્વ વિદ્વાન - પંડિતજનોને જ્ઞાનસાગરમાં દીવાદાંડીરૂપ બન્યો. ષદર્શનની વિચારણાઓની રજૂઆતથી સંશયઓનું સ્થાન અદૃશ્ય થઈ ગયું. જેઓનું જીવન પ્રભાવક હોય તેઓનું કાર્ય પણ અત્યંત પ્રભાવક જ બને છે. સંઘ શાસન સમાજના કાર્યોની સાથે સમગ્ર શિષ્યવૃંદને ચારિત્રય ધર્મના પાલનરૂપ વાચના દ્વારા યોગક્ષેમતો વિધમાન હતો જ. નાનકડા મગજમાં 63 વર્ષની ઉંમરે પણ અતિ કઠીન તમ કાર્યનો વિચાર કરવો અને શરીરબળને સંપૂર્ણ કાર્યમાં લગાવી પૂર્ણતાના શિખરે અંતિમપળ સુધી મહેનત કરવી તે આત્મબળ વગર અશક્ય છે. | ભાગ-૧ ના 4443 શબ્દોનું વિવેચન સામાન્ય માણસ પણ સમજી શકે તે હેતુથી સરળ ભાષામાં લેખન થયું છે. ધાર્મિક શબ્દોથી અપરિચિત માટે છેલ્લા પાનાઓમાં પારિભાષિક વ્યાખ્યાઓ કરેલી છે. માનવજીવનના ઉત્થાન માટે જીવનમાં સારા આચાર-વિચાર ઉચ્ચારને લક્ષ્યાંક બનાવી આ પુરુષાર્થ પાવન બન્યો છે. આ કાર્યને પૂણહિતિ સુધી પહોંચાડનાર સતત જ્ઞાનની પ્રેરણાના પુંજ સમાન, પરમોપકારી ગુરુદેવ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજાના આશિષ મહાન બળ છે. પૂ. વયોવૃદ્ધ મુનિરાજશ્રી હેમરત્ન વિ.મ.સા.ની નિશ્રાથી આ શક્ય બન્યું છે. જ્ઞાન માટે સતત સહાયક રહેનાર વિચારશીલ વિનોદભાઈ અદાણી ત્યા સહાયક બળને વધારનાર રમેશભાઈ વોહરા સ્મૃતિમાં અકબંધ રહેશે. વિદ્વાનોની શ્રેણીમાં રહેતા વર્ષોથી જ્ઞાન માટે જાગૃત રહેનાર પંડિત શ્રી મનોજભાઈ (કોબા), શ્રી શૈલેષભાઈ, શ્રી આશિષભાઈ મારી સાથે શરૂઆતથી અંતિમ સમયે સાથે રહ્યા છે. પ્રિન્ટીંગને સરળતાથી વધાવનાર હરેશભાઈ બાબુભાઈ વોહરા (પાર્થપ્રકાશન) પં. કલ્પેશભાઈ (સિરોડીવાળા) ત્યા ઉદાર દિલથી લાભ લેનાર પુન્યાત્માઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરૂં છું. શાસન નાયક ત્યા શ્રમણ વૃંદ -વિદ્વાન - પંડિત - જ્ઞાનીજનનાશુભ સંદેશ ઘણું કહી દે છે. વધુ તો આપ અંદર વાંચન થશે એટલે ઓળખાણ થશે. I શુભ ભવતુ શ્રમણ સંધચ II - વૈભવરત્ન વિ.