Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat
Catalog link: https://jainqq.org/explore/004570/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અંતિષેક પ્રસારિ પ0િ1/11 પ્રકાશન 2010_02 Page #2 -------------------------------------------------------------------------- ________________ આ02મા એ૯ પ્રી વેરિ TARGE - નો Ek Bક CELL SA લોકો પર Bana HAREHE PWARDS AAB R LLORADE SAAR IIIBE Epilseeingilag are WML ATTILASSANT PARADA Bhalalana A; CG COCK dish HajiE; inhibs.LECTI AAAAIAIA "FITTIT તેમ 'પાઠશાળા પ્રકાશન, સુરત - ૩૯૫ ૦ ૦૧ 2010 02 Page #3 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર સૌજન્ય રોહિત કોઠારી દેવી શ્રી શારદાને શ્રુતની અધિષ્ઠાત્રી દેવી કહ્યા છે. દેવી સમગ્ર શ્રુતનું અધિષ્ઠાન કરીને રહ્યા છે, તેનું સ્મરણ પણ આપણાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિમાં નિમિત્ત બની રહો અંષિક લેખકઃ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ અશ્વિનઃ વીરસંવત ૨૫૩૪, વિક્રમ સંવત ૨૦૬૪, ઈ.સ. સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રથમ આવૃત્તિ: લાગત મૂલ્ય રૂપિયા ૨૫પ્રકાશક: પાઠશાળા પ્રકાશન બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ, ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત - ૩૯૫૦૦૧ : અન્ય પ્રાપ્તિસ્થાન: જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, સત્તર તાલુકા સો.,૧૨,લાભ કોંપ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી (પશ્ચિમ),મુંબઈ-૪૦૦0૯૨ શરદભાઈ શાહ, વી.ટી. એપાર્ટમેન્ટ, કાળા નાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧ : પ્રકાશન સૌજન્ય : ચિ. જીનલ: આત્મકલ્યાણ અર્થે હ. મનિષાબેન ભરતભાઈ શાહ પરિવાર શાંતિનગરઃ અમદાવાદ 2010_02 Page #4 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ આનંદ કી ઘડી આઈ ! સખીરી આજ ! દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા ૨ ૩ સચ્ચી પુકાર હૈ તો બેડા પાર હૈ ૪ દેવે બનાવેલું દેરાસર ઃ શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરું ૫ મન મેળુ ને મળવાની ભીની ક્ષણો એટલે પ્રભુના અભિષેક જિજ્ઞાસા : ધારાવાડીનું મહત્ત્વ S ૭ શ્રી ભાવનગરમાં શાંતિસ્નાત્ર અને શાંતિજળધારાનો મહોત્સવ ૮ સોળમાં ઉદ્ધારનું આબેહૂબ વર્ણન ૯ મુનિ પેમવિજયજીની ટીપ ૯ 2010 _02 ૨ ૪૯ ૫૯ ૬૭ ૭૬ ७८ ૮૧ ૯૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ Raranew -in આનંદીusી આઈ! सजारी .... OPAamicार+ NEnो पाटोम MIMomin पारंवार natumimalay MT.. ntli Majhi ५ 09% 25) AUni 2012) न ते शिर 429t M (EMI IMohan D. Manumani kalan Au AMDIHAT 49 AM +thi thu dam Hỗn hao24 2011. JamalMilm amera MAIN MISM 41 42 43 -anak ramanandramania n 2010_02 Page #6 -------------------------------------------------------------------------- ________________ દાદાના અભિષેક સ્મરણયાત્રા* * પાનાં પ થી ૫૬ સુધીના લેખ પાઠશાળા અંક ૨૬-૨૭-૨૮-૨૯માંથી ૧: અભિષેક 2010_02 Page #7 -------------------------------------------------------------------------- ________________ દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા ૧ - સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ w વિ. સં. ૨૦૪૪ ના જેઠ - અષાઢના દિવસો આજે યાદ આવી ગયા અને તે દિવસોના સુખદ સંભારણાં મનને વીંટળાઈ વળ્યાં; હૃદયમાં હરખની હેલી વરસી પડી ! મન હરખથી છ-છસ્ થઈ ગયું ! મોં મરક મરક બની ગયું ! કેવી મજા આવી 'તી ! આપાદ-મસ્તક બસ મજા જ મજા ! ચૌદ-ચૌદ વરસ પછી પણ તે પ્રસંગની તાજપ એટલી ફોરે છે. વગડાઉ જૂઈની સુગંધની જેમ એ અવસરની સોડમ સ્હેજ પણ કરમાઈ નથી, જૂની થઈ નથી. તેને કાળની રજ ચોંટી જ નથી. શાશ્વતીની મુદ્રાથી અંકિત થઈ જાય તેને કોણ શું કરી શકે ? સ્મૃતિમંજુષામાંથી જ્યારે-જ્યારે પણ બહાર કાઢું ત્યારે તરોતાજી સુગંધ પ્રસરાવતા એ પ્રસંગોની નોળવેલ સૂંઘી લઉં અને ફ્રેશ થઈ જાઉં ! વાત છે, સિદ્ધગિરિરાજના ત્રણ જગતના શિરતાજ દાદા આદીશ્વરના અભિષેકની. પણ એ વાત માંડીને - ઠરીને વિગતે કરવી છે. મનગમતા માણેલા એ આનંદની વ્હાણ આજે મારા પ્રિય વાચકોને કરવી છે. અભિષેક: ૨ 2010_02 Page #8 -------------------------------------------------------------------------- ________________ સાવધાન થઈ સાંભળો! રાખી મન થિર ઠામ. વિ. સં. ૨૦૪૪ માં રાજનગર - અમદાવાદમાં વૈશાખ મહિનામાં અનેકાનેક આચાર્ય ભગવંતો ભેળા થયા; સંમેલન થયું. જીવનના યાદગાર અનુભવોનું ભાતું એ દિવસોમાં બંધાયું. - ચોમાસું ગિરિરાજની શીતળ છાયામાં કરવાનું હતું. વિહાર તો કરવાનો હતો પણ વિ. સં. ૨૦૪૧ - ૪૨ અને '૪૩ના દુકાળની ડરામણી પરિસ્થિતિએ ગુજરાતસૌરાષ્ટ્ર અને કચ્છને ભરડો લીધો હતો, રોજ સવાર પડે ને ઝેરોક્ષ-કોપી જેવો એવો ને એવો સૂર્ય પૃથ્વીની ખબર લેવા આવી જતો તો! - કહો કે દાઝેલાને વધુ દઝાડવા આવતો હતો! તેને જોઈને દાઝ ચડે તેવી ચઢાઈ કરીને આવતો હતો. ક્યાં યે બહાર નીકળવા મન તૈયાર થતું ન હતું પણ જ્યાં અનિવાર્યતા હોય - વિકલ્પ હોય જ નહીં, ત્યાં તો સ્વીકાર જ સદ્-ઉપાય છે. = ' * જ * - ૩: અભિષેક 2010_02 Page #9 -------------------------------------------------------------------------- ________________ વિહાર તો કર્યો પણ જ્યાં કલિકુંડ તીર્થથી આગળના મુકામો શરૂ થયા, ત્યાંથી તો ભોમ અને વ્યોમ બને શેકવા માટે સંપીલાં બની ગયાં હતાં. કોઠ છોડીને ગુંદી - ખડોળ પહોંચ્યા, ત્યાં તો મનમાં થયું કે ક્યાં અહીં આવ્યા? આ ભાલ, આ દુકાળ ને આ કાળો ઉનાળો, સરવાળો માંડીએ તો, તાપ-પરિતાપ અને સંતાપ જ જવાબમાં આવે. આવા ગામમાં આવા દિવસોમાં ફરીથી ન આવવું પડે તો સારું. રમૂજ ખાતર એક જોડકણું પણ જોડાઈ ગયું. એ જોડકણું આમ છે : ઇતર ગામ હજાર ભલે કહો, ચઉ દિશે હસતા મુખથી જાઉ; અપિતુ ગુંદી ખડોળ ચ ફેદરા શિરસિ મા લિખ, મા લિખ, મા લિખ. ગુંદીથી ફેદરા અને ફેદરાથી બીજે દિવસે વહેલી સવારે વિહાર કર્યો. દિવસો ઉનાળાના, ગામમાંથી નીકળી પેલી ટાંકી પાસેના રોડ પર આવ્યા ત્યાં તો અજવાળું થઈ ગયું, સાથે તાપ પણ ! વેરાન વગડાની વાટ તો કેમ કરીને ખૂટે જ નહીં. આ રસ્તેથી તો ઘણી વાર આવવા-જવાનું થયું છે પણ આ વખતે આ રસ્તો જેવો લાંબો લાગ્યો તેવો પહેલા ક્યારે ય લાગ્યો નથી. જાણે કેટલું બધું ચાલ.. ચાલ કર્યું પણ શે ગામ આવે નહીં! ગામ તો ભડકશું થતા-વેત દેખા દેતું હતું પણ આવે નહીં. આ એવો અફાટ રણ જેવો રસ્તો છે કે વચ્ચે ન તો કોઈ ગામ આવે, ન ઝાડ આવે, અભિષેક: ૪ 2010_02 Page #10 -------------------------------------------------------------------------- ________________ ન ઢોર મળે, ન માણસ મળે. આવામાં કોઈ તો કૂતરું મળે ને, તો ય સારું લાગે ! આવા સાવ સૂના-સૂના ને ભેંકાર ભાસતા રસ્તામાં એક મળે - મળ્યા કરે ! કોણ? તે કહું! કાળા કાળા ધૂમાડા ઓકતા ખટારા મળ્યા કરે ! જાણે પોતાની મરતી માના મોંમાં ગંગાજળ મૂકવા ન દોડતા હોય! --એવા વેગથી દોડતા, ઘોંધાટનો ઢગલો કરતા જોવા મળે અને આપણાં મનને વધુ બેચેન બનાવે. કાળી, લાંબી સડક પર ચાલતાં ચાલતાં, નિશાળમાં નાની વયે ભણેલી પેલી કવિતાની લીટી યાદ આવી ગઈ. એ ગણગણતાં રસ્તો કંઈક ઠીક ચલાયો ! લાંબા છંદમાં (શિખરિણી) લખાયેલી કવિતાની લીટીઓ આમ છે : ઉનાળાનો લાંબો દિવસ, સરતો મંથર ગતિ, રહ્યા જાણે વાંચી, અપ્રિય કવિની નીરસ-કૃતિ; અભિપ્રાયાર્થે વા કથની ઊગતા લેખકની, પરાણે વા જવું પડતું પૂફ, જેમાં ભૂલ ઘણી. માંડ માંડ ખડોળ પહોંચ્યા. ત્યાંથી ધંધૂકા, બરવાળા થઈને વલ્લભીપુર આવ્યા. સૂકો-ભંઠ ભાલ ઓળંગી ગયા - અહીં હવે જરા હાશ થઈ. પછી આવ્યું સિહોર. ત્યાંથી ત્રણ રસ્તા હતા. પાલિતાણા તો ચોમાસા માટે જવાનું હતું જ. બાકી બે રસ્તા - ભાવનગર અને મહુવા. ગરમગરમ લુથી તપેલા તો હતા જ. એટલે શીળી છાયાની શોધ માટે મહુવા સાંભર્યું અને મહુવાની દિશામાં ડગ માંડ્યા. ૫: અભિષેક 2010_02 Page #11 -------------------------------------------------------------------------- ________________ તળાજા સુધી તો ત્રાહિમામ થઈ જવાય તેવી ગરમી જ લાગી. તળાજાથી સાંજે વિહાર કરવો પડે તેમ હતો તેથી નીકળ્યા તો ખરા, પણ ચારે બાજુ - ઉપર નીચે, આજુ- બાજુ બધેથી ગરમી જ ગરમી. આંખને સાતા આપે એવાં ઝાડ પણ ન દેખાય. રસ્તા પર અમે એકલા જ હતા. તળાજાની ટેકરી પાસેથી નીકળ્યા ત્યારે એક બાજુ વાડીના ઊંચા ઊંચા પર્ણવિહીન દિગંબર વૃક્ષો અને બીજી બાજુ પથ્થરિયો પહાડ - એ બને જોયા ત્યારે એમ લાગ્યું કે જાણે કવિ જયંત પાઠકે અહીં રહીને જ જાણે એ પંક્તિ ન રચી હોય તેવી બંધબેસતી એ બે લીટી સ્મૃતિમંજુષામાંથી બહાર ધસી આવી. જપમાં ઊભાં ઝાડ અને આ તપમાં બેઠા પહાડ, ચકલું ચે ના ફરકે જાણે ધોળે દિવસે ધાડ. દાઠા - વાલાવાવ થઈને અમે મહુવા પહોંચ્યા. મહુવામાં તો સાચે જ શીતળતાનો અનુભવ થયો. માલણ નદીના કાંઠે ઘેઘૂર વૃક્ષોની હારમાળા, ઊંચી નાળિયેરીના ઝૂંડ જાણે અમને આવકારી રહ્યા હતા.ઘેરી છાયા પાથરતી, ચીકુની ઘટ્ટ વાડીઓની ગાઢ ઠંડક માણવા જાણે ત્યાં જ બેસી જવાનું મન થઈ જાય ! અને આંબાઆંબાવાડીઓ જોઈને તો કવિ નાનાલાલની પંક્તિ ત્યાં યાદ આવી ગઈ? જાણે ટોળે વળેલી સહિયર રમતી. આશ્વની એવી ક્રૂજે. અભિષેક: ૬ 2010_02 Page #12 -------------------------------------------------------------------------- ________________ મહુવામાં પૂરા વીસ દિવસ રહ્યા. તાપ અને થાક બને ઉતાય. જીવિતસ્વામી મહાવીર પ્રભુનું અને શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનું શીતળ સુખદ સાન્નિધ્ય આત્મસાત કરી માર્યું. ત્યાં રહ્યા ત્યાં સુધી બધું ભૂલી ગયા પણ જેવું મહુવા છોડ્યું -- છોડવાનું તો હતું જ, આગળ કોઈને વચન આપ્યું હતું ને! -- ત્યારે પેલી લીટી મનમાં રમતી હતી: ધ વુડ્ઝ આર લવલી ડાર્ક એન્ડ ડીપ. સુંદર શ્યામ વનમાં રોકાવું પરવડે તેમ ન હતું તેથી મહુવા છોડ્યું. કુંભણ થઈને જેવા સેદરડા ગામે આવ્યા એટલે એરકંડિશન્ડ રૂમમાંથી બહાર આવીએ અને સંતાપ જન્માવે એવા તાપનો અનુભવ થવા માંડે એવું લાગવા માંડ્યું. જ્યાં જઈએ ત્યાં, જે મળે તેની પાસે એક જ વાત. બધા પાસે વાત કરવાનો વિષય માત્ર એક જ, વરસાદ ક્યારે આવશે. બધાની નજર એક જ જગ્યાએ અટકેલી રહેતી. આકાશને જુએ તો કોરૂકટ લાગે અને ધરતી પણ કોરીકટ ! વ્યોમ અને ભોમ કોરાં તો તેનાં છોરાંના કલેજાં પણ કોરાં ! દુકાળ તો પડે છે, પણ આવા વસમા દહાડા કોઈ વેરીને પણ કોઈ ન દેખાડે. છાપરીયાળી ગામે પહોંચ્યા તો ત્યાંની પાંજરાપોળના હજારો પશુઓના ભાંભરડા સંભળાતા રહ્યા. બોલી શકતાં નથી બિચારાં, સંભળાવે શી રીતે ? હાથ લંબાવી શકતાં નથી, તે માંગે કઈ રીતે ? અશ્વ ટપકતી ભોળી આંખે, ચારેકોર નિહાળે, G: અભિષેક 2010_02 Page #13 -------------------------------------------------------------------------- ________________ કોઈ અમારા આંસુ લૂછે, કષ્ટો કોઈ નિવારે. જ્યારે અમે જેસર-દેપલા થઈને સાવ સુક્કીભંઠ અને નર્યા કંકરથી ભરેલી શેત્રુંજી નદીના કાંઠે પહોંચ્યા ત્યારે તો આજુબાજુનું બધું સૂકું, નીરવ, નિર્જન તથા ભૂખ્યુંતરસ્યું ને લખ્યું લાગ્યું. રસ્તો તો કેમે ય કરી ખૂટે નહીં. વચ્ચેના એક ગામે થઈને જેવા ઘેટી પહોંચ્યા છે ત્યાંના ખેડૂતો અમને જોઈને, ઘણા વખતથી મનમાં કોઈ વાત દબાઈને પડી હોય અને તેને બહાર કાઢવાની રાહ જોતાં હોય, કહેવા-પૂછવા જોગ કોઈ મળે અને નીકળી જાય તેમ ચોરે બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યા : “હે મહારાજ ! આ મેહ કે દિ આવશે?” કહેવતમાં કહ્યું છે ને કે : “મગસરના મેહ અને આદરાનાં વાવણાં' પણ આ મગસર (મૃગશીર્ષ નક્ષત્ર) તો હાલ્યો અને આદરા (આદ્રનક્ષત્ર) આ સામે દેખાણાં પણ ટબુડી ભરાય એટલા છાંટા યે નો ભાળ્યો. અમે ઘેટી ગામના ઉપાશ્રયે પહોંચ્યા, પણ પરિસ્થિતિનો ચિતાર આંખ સામેથી ખસતો ન હતો. મનમાં પંક્તિઓ ઉભરાવા લાગી. વેદનાથી હૃદય વલોવાતું હતું. આ વલોપાત પૃથ્વી છંદમાં બંધાઈને આમ ઊતરી આવ્યો? હવે પવન પેખીને હૃદય ખેદ વ્યાપી રહ્યો ! ગયા અ-જળ હાય ! રે ! મગસર અને આદરા વદે કૃષક હા!પ્રભો ! અકળ વેળ શી આ બની! કયા જનમના કર્યા અગણ પાપ આજે ફળ્યા ! અભિષેક: ૮ 2010_02 Page #14 -------------------------------------------------------------------------- ________________ જનાવર, શિશુ અને અબળ વૃદ્ધ મેં ઝૂઝશે ! જલાદ્ધ પૃથિવી નહીં, મનુજ જંતુડા શું કરે ? સફેદ ઢગ રૂ તણાં, રખડતાં દીસે વાદળાં; અને સૂસવતો વહે પવન ડાકલાં વાગતો. (M) બે દિવસ ઘેટી રહીને પાલિતાણા પહોંચ્યા. મન તો ઉચક જ રહેતું હતું. ચોમાસાનો પ્રવેશ તો કર્યો ! પણ આ ચોમાસું ક્યાં હતું? હતો માત્ર ઉનાળો જ ઉનાળો. મનમાં ઉનાળાના વર્ણનો યાદ આવતાં રહ્યાં. પૂજ્ય જંબૂવિજય મહારાજ વીશા-નિમા ઘર્મશાળામાં હતા. રોજ-રોજ એમનું સાનિધ્ય પામવા, અભ્યાસનો દોર શરૂ થયો. ભગવતી સૂત્રની વાચના પણ શરૂ થઈ પણ મન કોઈ અક્ષરોમાં ચોંટે નહીં, આકાશમાં ભટક્યા કરે. એક વાર ભરબપોરે બધું સુમસાન હતું. અગનઝાળની જેમ બધાને દઝાડતો સૂરજનો ગોળો એકલો આકાશમાં હતો. એ જોઈને વળી એક પંક્તિ હોઠે આવી ઊભી: પવન હાલે નહીં, પંખી બોલે નહીં સર્વ સૂતાં જઈ વૃક્ષ ખોળે એકલો એક આ પૃથ્વીને તાપતો સૂર્ય નિજ સકળ કળાએ જ કૉળે. ચાલુ પાઠની પંક્તિઓમાં મન લાગે નહીં તેથી એક વાર જંબૂવિજયજી મહારાજે પૂછ્યું શું વિચાર કરો છો? મેં કહ્યું: મહારાજ! જુઓ ને છાપાંના સમાચાર કેવા આવે છે ! પાંજરાપોળો ઉભરાય છે. પાણીનો દુકાળ, ૯ઃ અભિષેક 2010_02 Page #15 -------------------------------------------------------------------------- ________________ - r: " * * : કપાસ : દર , * જ મ : નોકર T A અt ; ન ' જી છે કે , ' - " રાતને જ કરે ૧ , , , - - - " , , એ ", Cg ક દયાનો દુકાળ, સર્વત્ર હાહાકાર છે. આપણે કાંઈ કરી ના શકીએ? તેઓ કહેઃ શું કરી શકાય ! મેં કહ્યુંઃ પૂર્ણ સમર્પણભાવથી, ભક્તિ-ઉલ્લાસથી દાદાના અભિષેક કરવામાં આવે તો પુણ્યોદય જાગૃત થાય. ક્ષેમ મવતુ સુમિક્ષ એવું તો આપણે ત્યાં બોલવામાં આવે જ છે. તેઓ કહે છે: હા! દાદાના અભિષેક કરાવવા જ છે. મેં કહ્યું? ક્યારે? જવાબ મળ્યોઃ કારતક પૂનમ પછી. મેં પૂછ્યું: અત્યારે નહીં? વળી જવાબ મળ્યો: અત્યારે પાલિતાણામાં આચાર્ય મહારાજો ક્યાં છે? મેં કહ્યું : આ અનુષ્ઠાન કરવાનું છે તેની જરૂરત અત્યારે છે ને..?! કહે મને કશી ગતાગમ પડતી નથી! મેં કહ્યું : અનુષ્ઠાન સંબંધી બધી જવાબદારી હું સંભાળી શકીશ. તો કહે: ભલે! ગોઠવવા કોશિશ કરીએ. અભિષેક: ૧૦ 2010_02 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨- પૂર્વ તૈયારી વીસા-નિમા ધર્મશાળાએથી પૂ. જંબૂવિજયજી મહારાજ સાથે વાત કરીને કેસરિયાજીમાં આવતો હતો. મનમાં દુકાળ - ઉનાળો - અભિષેક આ બધા વિચારો જ ચાલતા હતા, કહો કે દોડતા હતા. ત્યાં, નિવૃત્તિ નિવાસની કમ્પાઉંડ-વોલના નાનકડા છાંયડામાં એક ગર્દભરાજને પગ ઊંચા-નીચા કરતાં ઊભેલા જોયા અને કવિ જયન્ત પાઠકની ઉનાળાની એક બપોરની વર્ષો પહેલાં વાંચેલી પંક્તિઓ યાદ આવી ગઈ ! ને ઊંચા ઓટલા પાસે ઊભો છે લંબકર્ણ તે, કરીને પગને ઢીલા, માંખો ઉડાડવા મિષે ક્વચિત્ કાન હલાવે છે, ક્વચિત્ પુચ્છ ધીમે ધીમે. (અનુષ્ટુપ) આવીને આસને બેઠો. એવામાં ટપાલી આવ્યો. ટપાલમાં ભાયાણી સાહેબનો પત્ર હતો. એમના વતન મહુવામાં અમે હતા ત્યારે મેં પત્ર લખ્યો હતો તેનો એ ઉત્તર હતો. પત્રમાં એમણે પણ ઉનાળાના વર્ણનનો એક શ્લોક પોતે કરેલા અનુવાદ સાથે લખ્યો હતો. જાણે ચારે બાજુ એક જ નાદ .. આર્તનાદ .. આર્તનાદ. એ શ્લોક અને અનુવાદ પણ રસાળ છે. કવિ ક્ષેમેન્દ્ર રચિત શિખરિણી છંદનો શ્લોક અને ભાયાણી સાહેબે માત્રામેળમાં કરેલો અનુવાદ આ પ્રમાણે છે : ૧૧ : અભિષેક --- 2010_02 Page #17 -------------------------------------------------------------------------- ________________ निजां काय च्छायां श्रयति महिषः कर्दमधिया च्युतं गुञ्जापुजं रुधिरमिति काकः कलयति। समुत्सर्पन सर्पः सुषिरविवरं तापविवशः स सीत्कारा धूतं प्रविशति करं कुञ्जरपतेः ॥१॥ નિજ પડછાયો કાદવ સમજી મહિષ ત્યહીં આળોટે ચણોઠી ઢગને રુધિર જાણીને કાગ ચંચુ ચટ ચટકે તાપે વ્યાકુલ સર્પ ખોળતો ક્યહીં પોલાણ મળે તો હાથી સૂંઢે પેસત, ગજ સીત્કારત સૂંઢ ઘૂમવતો. પત્રમાં તેમણે, આની પહેલાં વિ. સં. ૧૭૮૭ માં ગુજરાતમાં જે દુકાળ પડેલો તેનું વિસ્તૃત વર્ણન શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કર્યું છે એની વાત પણ લખેલી. પછી, સાંજે ને રાત્રે, ચાલતાં ને બોલતાં, મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો. દાદાના અભિષેક કેવી રીતે કરવા જોઈએ? તેમાં શું શું કરવું જોઈએ? શું શું કરી શકાય? શેનો શેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ? બીજે દિવસે જંબૂવિજય મહારાજ સાથે બેસવાનું થયું ત્યારે પેઢી તરફથી સંમતિ આવી ગઈ હતી એટલે હવે કયા દિવસે આ શુભ-મંગલ પ્રસંગ યોજવો તે નક્કી કરવા પંચાંગ હાથમાં લીધું. તેઓશ્રીએ બધી રીતે વિચારીને કહ્યું: અષાઢ સુદિ એકમ, ગુરુવાર, પુષ્ય નક્ષત્ર -- આ દિવસ રાખીએ. ઉત્તમ દિવસ ! ગુરુ પુષ્યામૃત યોગ! વળી મેઘદૂતને અભિષેક: ૧૨ 2010_02 Page #18 -------------------------------------------------------------------------- ________________ આહ્વાન કરવાનો દિવસ –માપાદરા પ્રથમ દિવસે આ શુભ વિચારમાત્રથી પણ મને પુલકિત થઈ ઉડ્યું! કાર્યસિદ્ધિના અણસાર દેખાયા! તૈયારી માટે ૧૩/૧૪ દિવસ મળે તેમ હતા. મુંબઈ શ્રી રજનીભાઈ દેવડીને જણાવવા માટે આ.ક.પેઢીના મેનેજર શ્રી કાંતિભાઈને સૂચના આપી. વળતો સંદેશો તરત અમને મળ્યો? બધો જ સંપૂર્ણ લાભ મને આપવા કૃપા કરશો. અનિવાર્ય કારણોસર મારે પરદેશ જવું પડે તેમ છે. મારા મિત્ર ચંદુભાઈ ઘંટીવાળા આપની પાસે આવીને બધી કાર્યવાહીમાં જોડાઈ જશે. અને બન્યું પણ એમ જ. બીજે જ દિવસે બપોરના બાર વાગ્યા આસપાસ ચંદુભાઈ આવી પહોંચ્યા. મારી સાથેની એમની આ પહેલી મુલાકાત! પણ જંબૂવિજયજી મહારાજને પરિચય હતો. એમણે ચંદુભાઈને મને ભળાવ્યા અને કહ્યું: જે જે સુચનો આપવા હોય, કામ આપવાના હોય તે બધા એમને ઉદારતાપૂર્વક આપો. લખાવો. બધું જ કરી, કરાવી આપશે. ચંદુભાઈને તો ઈશારો જ પૂરતો હતો! કાર્યવાહી આગળ ધપાવવાની શુભ શરુઆત એ ક્ષણથી જ થઈ ગઈ. સૌ પ્રથમ, અઢાર અઢાર અભિષેક માટેની ઔષધિઓ, દ્રવ્યો, જર-ઝવેરાત, પુષ્પો સામગ્રીની વિશદ ૧૩: અભિષેક 2010_02 Page #19 -------------------------------------------------------------------------- ________________ યાદી તૈયાર કરી. મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ, મારા આપેલાં માપથી ત્રણ ગણાં અને ચાર ગણાં માપ લખ્યાં! મોતી અને કસ્તુરી જેવાં દુર્લભ અને બહુમૂલ્ય દ્રવ્યો પણ વધુ માપમાં લખ્યાં! સાચાં મોતી એક કિલો લખાવ્યાં હતાં. તેમણે કહ્યું: એક કિલોએ શું થાય? દાદાની પ્રતિમા કેટલી મોટી અને વિશાળ છે. બે કિલો તો જોઈએ. કસ્તુરી ચાર રતિ જેટલી નોંધાવી હતી. તો કહે: આપણે અરધો તોલો તો લઈએ. જેટલી શુદ્ધ મળશે તેમ વધુ લઈશું. આમ દ્રવ્યોની યાદી ઉદારતાપૂર્વક થઈ અનેક પવિત્ર નદીઓનાં અને સંગમ સ્થળોનાં જળ તથા મૃત્તિકાની નોંધ કરાવી. દૂર દૂરના સ્થળોએથી બહુમાનપૂર્વક, વિધિપૂર્વક અને ઉમંગભેર એ જળ અને કૃત્તિકા લાવવાની યાદી કરતાં અમે ભાવવિભોર થતાં હતા. બધાં દ્રવ્યો આવી ગયા પછી એને કેવી રીતે સાફ કરાવવા, ખંડાવવા, ચળાવવા, માપ પ્રમાણે તૈયાર કરાવવાનું વિચારાયું. અગુરુ નામનું કાષ્ઠ, અગર, અંબર અને આવી અનેક વસ્તુઓ તૈયાર કરાવવાનું કામ ચાલ્યું. આ કાર્ય કરનારા સ્વસ્થ પુરુષોની શુદ્ધિનો પણ ખાસ પ્રબંધ કરાયો. દાદાનો અભિષેક કરનારા સેવકો, ગિરિરાજ પરની એક એક પરબ સાચવનારા બહેનો અને ભાઈઓ, અભિષેક: ૧૪ 2010_02 Page #20 -------------------------------------------------------------------------- ________________ હનુમાનધારાના પૂજારી, અંગારશા પીરના મુરશીદ, હિંગળાજમાતાના રક્ષક, સેવક, બધા દેવ-સ્થાનોના પૂજારીઓ, આવા તમામ સેવક-વર્ગને બોલાવવા અને અભિષેકના આગલે દિવસે - બુધવારે, સહુને બહુમાન પૂર્વક ઉત્તમ દ્રવ્યોયુક્ત જમણ કરાવી પહેરામણી આપવી. તેમ જ એ વખતે, ગુરુવારે જે અનુષ્ઠાન કરવાનું છે તે શું છે, હૈયામાં ભક્તિ ધરીને હૃદયને ભાવિત કરવાનું, ભીંજવવાનું છે તેવી વાતો કહેવી, સમજાવવી - આ બધું વિસ્તારથી વિચારાયું. પ્રત્યેક દેવ-સ્થાને શ્રીફળ, ચુંદડી, હાર, ધૂપ પણ સુંદર રીતે, હૈયાની ઉલટ ધરીને અર્પણ કરવા : 'क्षेत्रपालादयस्ते सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् ॥" એ અન્વયે એ બધું પણ નોંધાવી દીધું. પછીના દિવસોમાં વિધિકારકોને, સંગીતકારોને આમંત્રણ આપવાની યાદી તૈયાર કરાઈ અને નિયંત્રણ પાઠવાયા. અનેક ભક્તિવંત શ્રાવકોને આ ભાવમય પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયા. આમ આ બધી પ્રાથમિક તૈયારીઓ થઈ. કામ વણથંભ્યા શરૂ થયા. ઔષધિઓ આવવા લાગી. કેસરિયાજીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ કામ શરૂ થયા. કઈ ચીજો આવી, કઈ બાકી એ બધી નોંધ થવા લાગી. ચાતુર્માસ કરવા આવેલા કેટલાંયે મહાનુભાવો આ કાર્યમાં હોંશે હોંશે જોડાયા. કાર્ય સરળતાથી આગળ ધપવા લાગ્યું. ૧૫: અભિષેક 4t 2010_02 Page #21 -------------------------------------------------------------------------- ________________ સુગંધી વાળો, કેસૂડાના સૂકા ફૂલ, ઉપલોટ, જટામાસી, કપૂર કાચલી એવા અનેક સુગંધી દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં આવ્યા હતા. દશ-બાર જણાં એને ખાંડવાના, ચાળવાના, વીણવાના કામમાં લાગ્યા હતા. કેસરિયાજીનાં નજીકના રસ્તે પસાર થનારના પગ, આ બધાં દ્રવ્યોની મનોહર સુગંધથી થંભી જતા ! આવી સુગંધ ક્યાંથી આવે છે? - એવું પૂછતા! એક ઊર્મિ-સભર વાતાવરણ રચાયું. ઉનાળો, દુકાળ, ગરમી, આ બધાં વિષયો હવે બદલાઈ ગયા હતા! બધાના મનમાં આશાભર્યો ઉલ્લાસ છલકાઈ રહ્યો હતો. અમારા ઉત્સાહની તો શી વાત કરવી! લખાવ્યા કરતાં વધુ માપમાં આવેલાં દ્રવ્યો જોઈ મારી વર્ષો જુની ભ્રમણા ભાંગી ગઈ હતી. શ્રાવકવર્ગમાં આવી ઉદારતા ભરી પડી છે એનો સુખદ અનુભવ કર્યો. પેલું અનુમાન હતું; આ અનુભવ હતો. આ દિવસોમાં મને થયું કે દાદાના ભક્તોની દિલેરી પણ અકબંધ સચવાઈ છે. તૈયારી તડામાર ચાલતી રહી. એક એક દિવસ મૂલ્યવાન હતો. ઉત્સાહ સ્વયંભૂ હતો. ઉમળકાના તો ઉભરા આવતા હતા. અનુકુળતાઓ જાણે આ કાર્યમાં સૂર પુરાવી રહી હતી. સારું સારું સૂઝવા લાગ્યું. આવેલી ઔષધીઓની યાદી સરખાવતા કોઈ અભિષેક: ૧૬ 2010_02 Page #22 -------------------------------------------------------------------------- ________________ બોલ્યુંઃ ગજપદ કુંડ અને જમનાના જળ અને મૃત્તિકા આવશે તો આ શાશ્વત ગિરિરાજની “તરુ રજ મંજિરી રે, શીશ ચઢાવે ભૂપ સલૂણા.” એમ કહેવાય છે એટલે આ મંગલ મૃત્તિકા પણ આમાં ભેળવવી જોઈએ. શત્રુંજયા સરિતાના જળ અને ગિરિરાજની ૨જ ઔષધિઓ સાથે મિશ્રિત કરાયા. દક્ષિણાવર્ત શંખ અને દૂધે ભર્યો. સોનું અને સુગંધ ભળ્યા! જંબૂવિજયજી મહારાજ સતત જિજ્ઞાસાભરી નજરે બધું જોતા અવરનવર પૃચ્છા કરતા હતા. તેઓ પણ ખૂબ ખુશ હોય તેમ લાગતું હતું. ગિરિરાજના સેવકો, દાદાના સેવકો, સેવિકાઓ, બધાને જમાડવાનો, યોગ્ય પહેરામણીઓથી વિભૂષિત કરવાનો મંગલ અને અણમોલ પ્રસંગ ઉલ્લાસની છોળો વચ્ચે સંપન્ન થયો. આવી રીતે બધાનું સન્માન જાણે પહેલીવાર થતું હોય એવું એ બધાએ અનુભવ્યું. એકત્ર થયેલાં બધાને હિત-શિક્ષા આપવામાં આવી? તમારા સૌનું સદ્ભાગ્ય છે કે તમને દાદાની સેવા કરવાની મળી છે. તમારા ભાગ્ય ફળ્યા છે. હવે પછીના વરસો અને ભવ પણ સુધરી જશે. એ બધાનાં મોં પર અને આંખમાં આનંદ ઉમંગ તરવરતો જોવા મળ્યો. ઉત્સાહ એ કાર્યસિદ્ધિનું પહેલું એંધાણ છે. ૧ : અભિષેક 2010_02 Page #23 -------------------------------------------------------------------------- ________________ અમારા મનનો ઉમળકો બેવડાયો. આ કાર્યમાં દાદાનો પણ હુકમ છે એવી ખાત્રી થઈ. બુધવારનો દિવસ. મારા શિષ્ય રાજહંસવિજયજી તથા પધારેલાં વિધિકારકો, ભાવિકો સર્વશ્રી લલિતભાઈ મદ્રાસવાળા, વસંતભાઈ પંડિત વગરેની સાથે મનોરથના પુષ્પોની માળા ગુંથવામાં સમય ક્યાંયે સરી ગયો. સૌના કોડભર્યા હૈયાનાં હોંશની જ લહાણ થતી હતી. - રાત્રે બધી તૈયારી થઈ રહી હતી. ઔષધિઓ, દ્રવ્યો, ઉપકરણો ઉપર લઈ જવા માટે એલ્યુમિનિયમના નવાનકોર ડબામાં મૂકવામાં આવ્યા તે કઈ કઈ ડોળીમાં મૂકવા, કોને કોને સોંપવા; કાંઈ બાકી ન રહી જાય એ કાળજીપૂર્વક જોઈ લેવું, આ બધું સૂઝપૂર્વક ચાલી રહ્યું હતું ત્યાં કોઈ બોલ્યું: બધી જ ચીજ-વસ્તુઓ આવી પણ હજુ જમનાના જળ અને મૃત્તિકા તો બાકી રહ્યા! રાતના સાડા અગિયાર થયા હતા ! આવતી કાલે પરોઢિયે પાંચ વાગ્યે બધા અહીંથી સાથે જ જઈશું એમ વાતો થતી હતી. ત્યાં, કેસરિયાજીના દરવાજા આગળ એક વાહન આવીને અટક્યું. એક ઉમળકાભર્યો અવાજ અમને સંભળાયો : હું આવી ગયો છું. નજીક આવતાં આછા અજવાળે એ અવાજ ઓળખાયો. ચંદુભાઈ ઘંટીવાળાના ભાઈ સુરાભાઈ. અમે આશ્ચર્યની અવધિ સાથે જોયું ! હાથમાં જમનાના અભિષેક: ૧૮ 2010_02 Page #24 -------------------------------------------------------------------------- ________________ જળ અને મૃત્તિકા! બધાએ હર્ષભરી કીકીયારી કરી. બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. હવે તો બસ, દાદાના અભિષેક ..... ૩ - અભિષેકની સાથે સાથે પ્રશ્ન:વિ. સં. ૨૦૪૪ના અષાઢ સુદિ એકમ ગુરુવાર પુષ્યનક્ષત્રમાં દાદાના અભિષેક થયા અને તેનું વર્ણન આપે કર્યું તેમાં ઔષધિ-દ્રવ્યો વગેરેને એલ્યુમિનિયમના ડબામાં ભરીને ૨૩ ડોળીમાં ઉપર ચઢાવવામાં આવ્યા તેવું કહ્યું તો જે ભાવિક ભક્ત આ લાભ લીધો હતો તેના તરફથી તો ઘણી ઉદારતા હતી તો એ ઔષધિ તથા દ્રવ્યો ચાંદીના વાસણો કે ચાંદીના દાબડામાં લઈ જવાનું રાખ્યું હોત તો એ અતિ ઉત્કૃષ્ટરૂપ ભક્તિ થાત; એવું કેમ ન કર્યું? ઉત્તરઃ પદાર્થનો અતિરેક જેમ અભાવનું કારણ બને છે તેમ વ્યક્તિનિષ્ઠ આચરણનો અતિરેક અહંકારનું કારણ બને છે. ભાવનામૂલક અતિરેકની વાત અલગ છે પણ સ્પધામૂલક અતિરેક તો અહંકાર લાવે જ. કોઈએ ન કર્યું હોય તેવું કરવું છે કે મેં કર્યું આવું જ્યારે બને છે ત્યારે અહંકાર આવે છે, અને એ અહંકારથી તો ભક્તિનું હાર્દ કે તત્ત્વ જ લોપ પામી જાય છે. પછી જે રહે છે તે આડંબર હોય છે, નિદ્માણ ઠઠારો હોય છે; જેના વડે કામ નીપજવાનું છે એ તત્ત્વ જ ન ૧૯ : અભિષેક 2010_02 Page #25 -------------------------------------------------------------------------- ________________ હોય તો એ દેખાડાનું પ્રયોજન શું છે ? ઉત્કૃષ્ટ દ્રવ્યો વડે ભક્તિ થાય તે સારી જ વાત છે, પણ ‘કોઈએ ન કરી હોય તેમ કરવી છે' એ વિચાર જ અહંકારના ઘરનો છે. હા, બીજાએ કરેલાં ઉત્તમ કામો કે ઉત્તમ રીતોમાંથી પ્રેરણા લઈ શકાય. જેમ કે વિ. સં. ૧૫૮૭માં કર્માશાહે દાદાને પ્રતિષ્ઠિત કર્યા ત્યારે જે અભિષેક કર્યો તેમાં ઔષધિઓ ઓળખવા માટે અંતરિયાળ જંગલોમાંથી ગિરિ-વનવાસી વ્યક્તિઓને લાવીને ઔષધિઓની સાચી ઓળખ મેળવી હતી,- તેવું જરૂર કરી શકાય. પણ માત્ર કોઈએ ન કર્યું તે કરવું એવું ન વિચારવું. અને ક્યારેક મધ્યમ-માર્ગ હિતાવહ નીવડે છે. સહજ બની આવે તો ભલે પણ એવી ભાવ-હીન ધૂન ન રાખીએ તે જ યોગ્ય છે. પ્રશ્ન : હાજી. આપે ઔષધિની વાત કરી, તો તેના પ્રભાવ વિષે કશુંક કહો ને ! ઉત્તર ઃ ઔષધિ વિષે ? ઔષધિના પ્રભાવ માટે તો ‘ચિન્ત્ય' શબ્દ વાપરવામાં આવ્યો છે. એ આખું વાક્ય આ પ્રમાણે છે. મળિ-મન્ત્રૌષધીનાં અધિસ્ત્યો હિપ્રભાવ મણિનો, મંત્રનો અને ઔષધિનો તો ન કલ્પી શકાય તેટલો પ્રભાવ હોય છે. તમે પૂછો છો; તમારી જિજ્ઞાસા છે, તો થોડી વિગ વાત કરું. તમે ત્રિફળા નામની ઔષધિથી તો સારી રી પરિચિત છો જ. તેમાં ત્રણ દ્રવ્ય આવે છે: હરડાં, બહે ને આમળાં. બરાબર ! હવે તેમાં જે બહેડાં છે તે, જેને અભિષેક: ૨૦ 2010_02 Page #26 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ભાષામાં વિમીત કહેવાય છે. તેનું બીજું નામ ત્રિદુર છે. ગમે તેવા પરસ્પર હેતાળ એવા બે મિત્રો જો આ બહેડાંના ઝાડ નીચે વાતો કરવા, વિસામો લેવા, ટીમણ (બપોરનો નાસ્તો) કરવા બેસે ને થોડી જ વારમાં બેઉ જણાં આકરાં વેણ બોલવા સાથે ઝગડવા માંડે. પોતાને પણ ન સમજાય એવું આ બને. બહેડાંના ઝાડની છાયાનો આ પ્રભાવ છે. હવે તેનાથી સામી બાજુનું જોઈએ. પરસ્પર મનોમેળ વિનાના, મનમાં ઉદ્વેગવાળા બે ભાઈઓ જેવા અશોક વૃક્ષ (આસોપાલવ નહીં)ની છાયામાં બેસે એટલે થોડી જ વારમાં શોકરહિત અને પૂર્ણ મૈત્રીવાળા બની જાય. માટે જ સંસ્કૃતમાં કહે છે કેઃ अशोकः शोकनाशाय, कलये च कलिदुमः ॥ આ વનસ્પતિનો સામાન્ય પ્રભાવ કહ્યો. અરે ! TET 1 આસોપાલવ THE VISIT કાં આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે. તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે. - '. : 'કે' અશોક આ વૃક્ષની છાયામાં જ બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોકન આવે. ૨૧ : અભિષેક 2010_02 Page #27 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના પ્રભાવની તો શી વાત કરું. કેટલીક વાર તો દેવોની શક્તિ જ્યાં ન પહોંચે ત્યાં ઔષધિની શક્તિએ કામ કર્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પાસે જેમણે અધ્યયન કર્યું છે તે આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ મહારાજે કુમારપાળ પ્રતિબોધ નામનો ગ્રંથ રચ્યો છે, તેમાં એક કથા આવે છે: એક રાજાની દીકરી સાવ મૂંગી છે. રાજાનો એક મિત્ર છે, જે રાજા પાસે એક દેવની શક્તિનું વર્ણન કરે છે. એ દેવ પોતાના તાબામાં છે, બોલાવે ત્યારે આવે છે તેમ તે કહે છે. રાજાને સૂઝયું અને કહ્યું કે : મારી આ માંદી દીકરીમાં એ દેવને બોલાવ. રાજાના મિત્ર દેવનું સ્મરણ કર્યું અને દેવ દીકરીમાં આવ્યા. આમ થવા છતાં પણ દીકરી બોલી નહીં. થોડી વારે દીકરી બોલી, ત્યારે રાજાએ પૂછયું કે વાર કેમ લાગી? દેવ કહે કે આવીને બોલવા મન કર્યું, પણ દીકરી તો મૂંગી હતી એટલે હિમાલયમાં જઈ ત્યાંથી ઔષધિ લઈ આવી તેનો પ્રયોગ કર્યો પછી તે બોલતી થઈ. (પૃષ્ઠ: ૧૬૦) - આ પરથી લાગે છે કે દેવને પણ ઔષધિની આ શક્તિનો સહારો લેવો પડે છે. १४ ऐन्द्र स्तुति चतुर्विंशतिका ના ગ્રન્થની વૃત્તિમાં લખ્યું છે કે બુદ્ધિના ક્ષયોપશમમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભવ અને ભાવ એ ચારે ય ભાગ ભજવે છે. તેમાં દ્રવ્ય તરીકે આ ઔષધિઓનું કામ આવે. પ્રભુમાં પણ આહજ્ય શક્તિ છે તેને ફરતાં જે અભિષેક: ૨૨ 2010_02 Page #28 -------------------------------------------------------------------------- ________________ આવરણ આવી ગયાં હોય તે દૂર કરવા અને તેમાં સુષુપ્ત થયેલી એ શક્તિને જાગ્રત કરવાનું કામ આ ઔષધિઓ કરે છે. વળી આશાતનાના કારણે જે તેજ આવરાયું હોય તો તેને પણ તે નિવારે છે. એટલે આવરણ અને આશાતનાનું નિવારણ થાય છે. વળી તે રોગ અને ઉપદ્રવથી પણ બચાવે છે. તે વાત થોડી વિચારી લઈએ. જેમ ઔષધિઓ પ્રભાવ સંપનહોય છે અને તે કામ કરે છે, એ જ રીતે જે જળ ઉપયોગમાં લેવામાં આવે છે તે જળનો પણ પ્રભાવ હોય છે. જળ પણ ગજપદ કુંડ, ગંગા નદી વગેરે ઉત્તમ સ્થાનનું લાવવાની વાત છે. વળી તે પણ વિધિપૂર્વક લાવવાનું હોય છે. આવા ઔષધિ મિશ્રિત ઉત્તમ જળ અચિત્યશક્તિયુક્ત અહતું પરમાત્માનો સ્પર્શ પામીને નવી જ શક્તિને ધારણ કરે છે. આવા જળથી ઈતિ-ઉપદ્રવ-મારી-મરકી-રોગશોક બધાં દૂર થઈ જાય છે. સર્વકલ્યાણકારક અહંતુ જિનેશ્વર છે. તેમના પ્રભાવે ઉપદ્રવો શાંત થઈ જાય છે. નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાનું દ્રષ્ટાંત આ સમજવા માટે પર્યાપ્ત ગણાશે. - સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં વિરાજમાન હતા ત્યારે તે નગરમાં મારી ફેલાયેલી હતી. તેના નિવારણ માટે અચિરા માતાના સ્નાન-જળનો આખા નગરમાં છંટકાવ કરાવવામાં આવે છે. અને આના પ્રભાવે મારીનો ઉપદ્રવ શાંત થાય છે. આપણે ત્યાં આ વિધાનરૂપે સ્થાપિત ૨૩: અભિષેક 2010_02 Page #29 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવેલ છે. જ્યારે જ્યારે શાંતિ-સ્નાત્ર ભણાવાય ત્યારે ત્યારે સમગ્ર અભિષેક જળને એક કુંભમાં વિધિપૂર્વક, વિશ્વશાંતિના પાઠપૂર્વક ભરવામાં આવે છે. એને ભરતી વખતે જળને વધુ શક્તિ-સમૃદ્ધ કરવા માટે લીલી ધરોની ઝૂડીમાંથી પસાર કરવામાં આવે છે. આમ આ અભિષેક જળનો સમસ્ત નગર ફરતે છંટકાવ કિરવામાં આવે છે. વિ. સં. ૨૦૧૩ આસપાસની ગોધરા પંચમહાલ) ગામની આ વાત છે. ગામમાં મોટી આગ લાગી હતી. ગોધરા બળ્યું એમ કહેવાયું. ભારે જહેમતે આગ શમી પછી ગામના લોકો ફરી ફરીને તારાજી જોઈ રહ્યા હતા ત્યાં એક જગ્યાએ અટકી ઊભા રહી ગયા. આશ્ચર્યચકિત થઈ માથું ખંજવાળવા લાગ્યા! આમ કેમ બન્યું હશે? આમ કેમ બની શકે? જ્યાં ઊભા હતા ત્યાં વોરાભાઈઓના ઘર હતાં. રસ્તાની બન્ને બાજુ તેઓના ઘર હતાં એને સાંકળતો મોટો લાકડાંનો પૂલ હતો, અને નીચેથી રસ્તો જતો હતો. એ પૂલ અડધો બળ્યો હતો અને બાકીના અડધા ભાગમાં આગ આગળ વધતી અટકી ગઈ હતી ! માન્યામાં ન આવે એવું આ બન્યું હતું. ઘણા તર્ક-વિતર્ક થયા. ઊંડાણમાં જતાં, એકબીજા સાથે વિચાર-વિનિમય કરતાં જે કારણ મળ્યું એ જાણી બધા ભાવ વિભોર બની ગયા. અભિષેક: ૨૪ 2010_02 Page #30 -------------------------------------------------------------------------- ________________ વાત એમ બની હતી કે આગની આ ઘટના બની તેના પાંચ વર્ષ પહેલાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પ્રભુજીની પ્રતિષ્ઠાના દિવસે, રાત્રે નગરમાં ધારાવાડી દેવાઈ હતી. જે જે રસ્તે થઈને ધારાવાડી કરનારા સ્વયંસેવકો પસાર થયા હતા, જે જે વિસ્તારમાં ધારાવાડી દેવાઈ હતી તે વિસ્તાર આગમાંથી ઉગરી ગયો હતો ! ધારાવાડી દેનારાઓ પ્રાયઃ રાત્રે નીકળે. બધા થાક્યા હોય તેથી ઝટપટ ફરી કેટલાક વિસ્તાર છોડી દેતા હોય છે. ખરેખર તો સૂર્યાસ્ત સમયે નગર ફરતાં વધુ ને વધુ વિસ્તારને આવરીને પ્રભુજીના અભિષેક-જળનો છંટકાવ થવો જોઈએ -- જેનો આવો દિવ્ય પ્રભાવ આજે પણ અનુભવાય છે. દિવ્ય ઔષધિ, ઉત્તમ જળ અને પ્રભુના સ્પર્શનો આવો પ્રભાવ છે. આવા અનુષ્ઠાનમાં વનસ્પતિઓ વિધિપૂર્વક લાવવામાં આવે તે જરૂરી છે. જેમ કેઃ મૂલ નક્ષત્રમાં તે તે છોડનાં મૂળ, વિશાખા નક્ષત્રમાં ડાળ કે પાંદડાં લાવવામાં આવે તો તે તેનું કાર્ય પૂર્ણરૂપે કરે છે. કેટલાંયે પુષ્પો, પત્રો, મૂળ તો એવી ભાવના ભાવે કે પ્રભુ-ભક્તિને કાજ અમારો કોઈ ઉપયોગ કરે તો કેવું સારું ! પ્રભુભક્તિમાં પુષ્પો વપરાય તો તેને તેમાં પીડા નથી ઊપજતી પણ પ્રસન્નતા પ્રગટે છે. પ્રભુને પણ જર-ઝવેરાત કરતા પુષ્પો વધુ વહાલાં હોય છે કારણકે તે સજીવ છે. પ્રભુએ જીવો માટે તો તપ કરી જ્ઞાન મેળવીને ધર્મ સ્થાપ્યો છે. ૨૫:: અભિષેક 2010_02 Page #31 -------------------------------------------------------------------------- ________________ વળી સમવસરણમાં શક્તિમાન દેવો જર-ઝવેરાતની વૃષ્ટિ નથી કરતા પણ પંચ વર્ણનાં પુષ્પોની જ વૃષ્ટિ કરે છે. કેટલાં યે પુષ્પો જેવાં કે જાઈ, જૂઈ, કમળ, પારિજાત વગેરે ફૂલોમાં લક્ષ્મીનો વાસ ગણાયો છે. માટે આવી ઔષધિનો પ્રભાવ અણચિંત્યો છે. આપણે પણ રોજના પ્રભુજીના અભિષેક/પ્રક્ષાલમાં ગંધૌષધિને ઉપયોગમાં લેવી જોઈએ; જેમ કે, સુગંધી વાળો, સુકાયેલાં કેસૂડાનાં ફૂલ, કઠ(ઉપલોટ), ઘઉંલો, વજ (ગંધીલો વજ), કપૂરકાચલી આ છ ઔષધિથી મિશ્રિત જળ વડે પ્રભુનો અભિષેક નિત્ય થઈ શકે. આમાં ચંદન-કેસરનો ઘસારો પણ મેળવી શકાય. ઔષધિની વાત છે તેવી જ સારા અત્તરની છે. કનોજના જાણીતા અત્તર જે દેશી અત્તર કહેવાય છે કે, ચોમાસામાં ગુલાબ; ઉનાળામાં ખસ; શીયાળામાં હીનો --આમ આ અત્તરને પાણીમાં ભેળવીને ઉપયોગમાં લેવાથી વાતાવરણ સુગંધિત બનાવી શકાશે. પ્રભુના અભિષેકની વાત નીકળી છે તો સાથે થોડી, તે પ્રમાણે આવતાં પુષ્પોની પણ વાત કરી દઉં. વર્ષની છ ઋતુઓ છે. પ્રકૃતિની ઉદારતા તો જુઓ! આદરેક ઋતુમાં એની મેળે ખરી પડે એવાં પુષ્પો ઊગતાં હોય છે. આ પુષ્પો વડે પગર ભરવા જોઈએ. (પ્રભુજીની આજુ-બાજુની ખાલી જગ્યામાં પુષ્પના ઢગલાથી રચનાઓ કરવી તેને પગર ભરવા એમ કહેવાય છે.) વીરવિજયજી મહારાજ એમની રચેલી પૂજામાં અભિષેક: ૨૬ 2010_02 Page #32 -------------------------------------------------------------------------- ________________ સિરીય કદંબ કુદ જાઈ-જૂઈ વિવિધ ઔષધિઓનું સંયોજન પ્રભુની શક્તિને લાગેલા મલિનતા, દુર્ભાવના, અપવિત્રતા વગેરે એવા આવરણોને દૂર કરીને તેની નિ શક્તિને ઝળહળતા કરવાનું કાર્ય તે તે ઔષધિઓ કરે છે, દૈવી શક્તિના પુંજને સક્રીય બનાવે છે. તેમજ વિવિધ મનોહર પુષ્પોની કુસુમાંજલિ વડે પ્રભુજીની પૂજા સંપૂર્ણ બને છે. ગુલાબ બોરસલી ધરિાતા મળ સૌજન્ય સ્કાર સુરભિ અખંડ સમગ્રહિ પ્રોગત સંતાપ સુરભિ અખંડમ ગ્રાહ પૂર્તગત સંતાપ 2010_02 ૨૭ : અભિષેક Page #33 -------------------------------------------------------------------------- ________________ બ્રુની પુણગાણા Bufet la bien-yan, a Hol CR 120 પ્રોટીર લાલ ગુલાલા ameતી ક્ષિાતકી, અહિ પિટ્યbલોલી કાપ્યુઘિાલીતાનિયોજી ળ ધિક ઉસ્થતિમાં જલાલા જીણ-9થર્ડ) 4 ળિલ ળnિહકિ. Mા જીલ્લા ડીડે નહીં જલબ્રિજ એરો ફલ Aત્ છે હાથી-. કીરી તળલક્ષિા L etogerie LRT 2010_02 Page #34 -------------------------------------------------------------------------- ________________ આ વાત લાવ્યા છે: જિમ પુણીયો શ્રાવક રે, ફૂલના પગર ભરે. ૧. વર્ષા ઋતુમાં.... પારિજાત, ૨. શરદ ઋતુમાં.... કુન્દ (બૂચ) ૩. હેમંત ઋતુમાં... બોરસલી (બકુલ) ૪. શિશિર ઋતુમાં.. જૂઈ – જાઈ ૫. વસંત ઋતુમાં ... કેસૂડો ૬. ગ્રીષ્મ ઋતુમાં... શિરીષ (સરસડો) તે તે ઋતુઓનાં પુષ્પો પૂરાં ખીલ્યાં પછી સ્વયં નીચે ખરી પડે છે. બાગમાં સ્વચ્છ કપડું જમીન પર પાથરી, એમાં એ પુષ્પો વીણી લઈ શકાય છે. આ રીતે પ્રભુજીની ભક્તિ કરવાથી ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થાય છે. ઔષધિઓના પ્રભાવની વાત કરતાં થોડીક વધારે વાત આજે તમને કરી. તમે સ્વયં સુજ્ઞ છો. વિચારજો અને ઉચિત જણાય તેમ કરવાનું રાખજો. ૪ - યહ સચ હૈ, ભગવાન હૈ... વિચારોમાં દાદા, અભિષેક, ઔષધિઓ... એવું જ બધું રમતું હતું, જ્યારે પરોઢ થયું, ક્યારે જાગવાનો સમય થઈ ગયો તેનો ખ્યાલ ન રહ્યો. જાગ્યા. ઘેલાં-વ્હેલાં તૈયાર થયા. અંગ-અંગ નાચી ઊઠે એવો થનગનાટ હતો. વાતાવરણમાં પણ એવો તરવરાટ હતો! અંગમાં આનંદનું નર્તન હતું અને મુખમાં દાદાનું કીર્તન હતું. જલદીથી તૈયાર થઈ તળેટીએ પહોંચ્યા. પૂર્વ ૨૯ : અભિષેક 2010_02 Page #35 -------------------------------------------------------------------------- ________________ ચહ સચ હૈં, ભગવાન હૈ... 2010_02 Page #36 -------------------------------------------------------------------------- ________________ દિશાએથી આછેરો ઉજાશ અનુભવાતો હતો; હજુ પ્રભાતના દરવાજા પૂરા ઉઘડ્યા ન હતા. જંબૂવિજયજી મહારાજે અને ધર્મચન્દ્ર મહારાજે ઉપર ચઢવાનું શરૂ કરી યાત્રા આરંભી દીધી હતી. અમે દર્શન કરી ચૈત્યવંદન શરૂ કર્યું. બાજુમાં એક વૃદ્ધ હલકદાર કંઠે સ્તવના કરી રહ્યા હતા: સુખના હો સિંધુ રે, સખી મારે ઉલ્લસ્યા રે; દુ:ખના તે દરિયા નાઠા જાયે દૂર... સખી મારે ... તે જાણે કે અમારા મનોભાવને જ વાચા મળી રહી હતી! શુકનથી શબ્દ આગળ; શબ્દ એ તો જીવંત શુકન છે. જીવનના શબ્દોને આમ હર્ષભેર વધાવી આનંદથી પુલકિત થતાં યાત્રા આરંભી; પહેલે પગથિયે પગ દેતાં જ વળી એક સ્તવનના શબ્દોએ જાણે અમારું સ્વાગત કર્યું? ધન ધન દા'ડો રે, ધન વેળા ઘડી રે... દુર્લભ ક્ષણો હતી. પગ એકેકું ડગલું ભરતું હતું પણ મન તો દોટ મૂકી દાદાને દરબાર પહોંચી જવા તિલસતું હતું. ઉપર જઈને શું શું કરવાનું છે. પહેલાં શં. પછી શું એમ ક્રમ મનમાં ઘડાઈ રહ્યો હતો, ગોઠવાઈ રહ્યો હતો. મન અને ઈચ્છાઓની જાણે હોડ લાગી હતી એમાં ઈચ્છાકુંડ ક્યારે પસાર થઈ ગયો એની ખબર ન પડી ! કુમારકુંડ આવ્યા ત્યારે અજવાળું સરખું થઈ ગયું હતું. ૩૧ : અભિષેક 2010_02 Page #37 -------------------------------------------------------------------------- ________________ કુમારકુંડમાં ડોકિયું કર્યું તો જાણે તળીયે ભારતનો રોડમૅપ પાથરી દીધો હોય એવું દેખાયું ! કુંડ સાવ કોરોકટ ! સુકોભઠ્ઠ ! તળિયે માટી તાપથી તરડાઈ ગઈ હતી અને તેમાં જાતજાતનાં આડા-અવળા, લાંબા-ટૂંકા લીટા જ પડેલા હતા. છેક રામપોળ સુધીના બધા કુંડો જોયા. બધા જ આવા શુષ્ક; પાણીનું એક ટીપું ન જોયું. યાત્રાનો રસ્તો ખુલ્લો અને શાંત હતો. યાત્રીઓ ખાસ ન હતા, અભિષેકને કારણે આવેલા કેટલાક યાત્રીઓ અમારી સાથેસાથે ગિરિ આરોહણ કરી રહ્યા હતા. “જય શત્રુંજય” ના ઘોષ સાથે અમે રામપોળમાં થઈ આગળ વધ્યા. આતુરતા વધતી જતી હતી. શ્રી શાંતિનાથ ભગવાનના દેરે દર્શન કર્યા ન કર્યાં ને ભલી આવી રતનપોળ. આજે પગ તો થાકવાના જ ન હતા પણ આંખો વિશ્રામ શોધી રહી હતી. થોડાં પગથિયાં અમે ચડ્યાં ને દાદાનાં પાવક દર્શન થયા ! નયન તૃપ્ત થયા ! પ્રાર્થના કરી, સ્તવના કરી, ચૈત્યવંદન કરી, હું, રાજહંસવિજયજી, હેમેન્દ્રભાઈ ચાવાળા, લલિતભાઈ મદ્રાસવાળા, ચંદુભાઈ ઘેટીવાળા, રસિકલાલ નંદલાલ વગેરે બધા સાથે મળીને અભિષેકની સામગ્રી મેળવવા, ગોઠવવામાં પરોવાઈ ગયા પણ મનમાં પ્રભુ રમતા હતા. બધી સામગ્રી વ્યવસ્થિત રીતે પહોંચી હતી. સામગ્રી ભરપૂર હતી, કોઈ કસર ન હતી. અભિષેક પહેલો, અભિષેક બીજો એમ તારવી તારવીને બધું જ અંકે કરતા ગયા અને સહસ્રકૂટની દેરીમાં ભીંત ફરતે એ બધું ક્રમ અભિષેક: ૩૨ 2010_02 Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ગોઠવાતું ગયું. દરેક કુંડીઓ પર કાગળની ચબરખી પર વિગત લખી લખીને લગાવાતી ગઈ. વિધિકારકો આવી ગયા હતા. સંગીતકારો સાજીંદાઓ સાથે સજ્જ થઈ તૈયાર હતા. સૂર-તાલ મેળવાઈ રહ્યા હતા. સૌ કોઈના ચહેરા પર ઉમંગ તરવરતો હતો. જંબૂવિજયજી મહારાજ બધી દેખભાળમાં વ્યસ્ત હતા. આ.ક. પેઢીના કર્મચારીઓ બધી પૂરક સામગ્રીઓ જોગવવામાં ખડેપગે હતા. પેઢીની પરંપરા મુજબ આદેશો અપાઈ ગયા હતા. અને એ લાભ લેનાર ભાવિકો પણ ઉભરાતા ઉલ્લાસ સાથે ઉત્સુક હતા. સૌ કોઈના મુખને એક અપાર્થિવ તેજની આભા ઉજમાળ કરી રહી હતી. જે જે ઉત્તમ સામગ્રીઓ જેવી કે મોતી, પ્રવાલ, માણેક તથા ખસ, ગુલાબ, મોગરો વગેરેના કનોજીયા અત્તરના બાટલાઓ હતા તે તો આજે અશેષપણે ઉપયોગમાં લઈ લેવાના છે, એક બિંદુ પણ બચાવવાનું નથી -- આ સમજ પાકી હતી. આવા અદકેરા ભાવ હતા. રંગ-મંડપમાં આચાર્ય ભગવંતો બિરાજમાન હતા. આ. શ્રી યશોદેવસૂરિ મહારાજ, પં શ્રી કલ્યાણસાગરજી મહારાજ, આ. શ્રી હેમપ્રભસૂરિ મહારાજ આદિ ઉપસ્થિત હતા. વિશાળ સંખ્યામાં સાધ્વીજી મહારાજ પણ હાજર હતા. - સુરતથી પધારેલા ફકીરચંદભાઈ તથા અન્ય વિધિકારકોએ આત્મરક્ષા કરાવીને નમોડહંત ના ઉચ્ચાર કર્યા. મંત્રનાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. ૩૩ અભિષેક 2010_02 Page #39 -------------------------------------------------------------------------- ________________ દાદાના દેરાસરના ગર્ભગૃહમાં, રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીના દેરાસરના ગર્ભગૃહમાં પહેલા અભિષેકની સર્વ સામગ્રી પહોંચાડાઈ હતી. આ ત્રણે સ્થાને એકસાથે અભિષેક થવાના હતા. કુસુમાંજલિમાં માત્ર જૂઈ-જાઈનાં સફેદ ઝીણાં કુસુમો છાબ ભરી-ભરીને અપાયા હતા - સુવuદ્રવ્યસંયુક્ત ૦ એ પહેલા અભિષેકનું જળ, જે જળમાં કેસૂડાનાં ફૂલોની સૂકી પાંદડીઓ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો એ આધારજળમાં સારી રીતે ઘૂંટીને ભેળવવામાં આવ્યાં હતાં, તે જળમાં તે તે અભિષેકની ઔષધિ-દ્રવ્યો મંત્રોચ્ચારપૂર્વક વાસક્ષેપ કરીને ભેળવવામાં આવ્યાં અને ક્રમ મુજબ જ્યારે જે અભિષેક આવે ત્યારે આ સામગ્રી મોટા પાત્રમાં ભરી ત્રણે જગ્યાઓએ મોકલવામાં આવતી. વાતાવરણ દિવ્ય સુગંધથી ભર્યું-ભર્યું બની ગયું હતું. પહેલાં, બીજા અને ત્રીજા અભિષેક પછી ચોથો, ત્રિવૃત્તિ નામનો અભિષેક આવતો હતો. ત્રીજા અભિષેક બાદ નાની નાની થાળીઓમાં મૃત્તિકાનું પ્રવાહી બધે મોકલાવાયું. આ મુલાયમ મૃત્તિકા વડે હળવે હાથે જિનબિંબને મર્દન કરાવાયું. આવા મુલાયમ મર્દનલેપન થતાં પ્રભુજીની પ્રતિમાની પ્રતિભા દેદીપ્યમાન થઈ ! આવું રૂપાળું સ્વરૂપ જોતાં સંગીતકાર ગજાનનભાઈની સૂરીલી પંક્તિઓ મનમાં ગૂંજવા લાગી. આદિનાથની મૂરતિ અલબેલી... અભિષેક: ૩૪ 2010_02 Page #40 -------------------------------------------------------------------------- ________________ કે. કે . e માં છે. બy છે જ કલિયુગની કલ્પવેલી, આદિનાથની મૂરતિ અલબેલી વિલેપનની પૂર્ણ અસર બિંબને બરાબર સ્પર્શે ત્યાં સુધી થોડી વાર વિલેપન એમ જ રહેવા દીધું. એ દરમિયાન રંગમંડપમાં ભક્તિભાવનો રંગ બરાબર જામ્યો હતો. સંગીતના સૂર રેલાતાં રહ્યા. ગીતો ગવાતાં રહ્યાં. લયબદ્ધ ચામર-નૃત્ય અજબ દશ્ય રચતું રહ્યું. દીપમાળાની હાર ચોતરફ પ્રગટી હતી. સંગીતને સાથ આપતો ધીમો-ધીમો ઘંટારવ ગુંજી રહ્યો હતો. અને આ બધાંની સાથે હર્ષવિભોર બનેલા ભક્તજનોનો લયબદ્ધ કરતલ દવનિનો ગુંજારવ રંગમંડપને ઓળંગીને સમગ્ર પરિસરમાં છવાઈ રહ્યો. ભક્તિની છોળથી વાતાવરણ ભીંજાઈ રહ્યું હતું. સ્થળ-કાળને ભૂલી સહુ કોઈ દાદામય બની ચૂક્યા હતા. ૩૫ : અભિષેક 2010_02 Page #41 -------------------------------------------------------------------------- ________________ વર્ષો પહેલાં, વિ. સં. ૧૫૮૭ ના વૈશાખ વદ છઠ્ઠ રવિવાર શ્રવણ નક્ષત્રના દિવસે આચાર્યપ્રવર શ્રી વિદ્યામંડનસૂરિ મહારાજ વગેરેની પાવનનિશ્રામાં કર્માશાહ સાથેનો આખો સમૂહ જેમ પ્રભુમય બની ગયો હતો તેમ આજે આ નાનો સમુદાય સ્વને ભૂલીને શાશ્વતીના લયમાં ઓગળી રહ્યો હતો. ભક્તિમાં મગ્ન એવા આ ભક્તોને ખલેલ પહોંચાડ્યા વિના, આ બાજુ અભિષેકનો ક્રમ સાચવવાનું મુનાસિબ લાગ્યું. મંગલમૃત્તિકા પછી પંચગવ્ય એમ ક્રમશઃ અભિષેકની ધારા આગળ ધપતી રહી. સાતમો અભિષેક ... પ્રભુજી અભિષેકની ધારામાં ભીંજાયા ... ત્યાં જ -- ઈશાન ખૂણામાંથી પવન શરૂ થયો ! પવનની પાંખે વહી આવતી, માટીની ભીની ભીની સુગંધભરી લહેરખી સમગ્ર અસ્તિત્વને વીંટળાઈ વળી. રંગમંડપની બહાર ઊભેલા લોકો તો ઊંચે આકાશમાં મીટ માંડી જોવા લાગ્યા. અરે ! આ શું ? અત્યાર સુધી સાવ કોરાકટ એવા આ આકાશમાં આમ અચાનક, મોટાંમોટાં અને કાળાડિબાંગ વાદળો ક્યાંથી આવ્યાં ? આશ્ચર્યની અવધિ તો હવે થઈ ! જોતજોતામાં તો આખું આકાશ વાદળ-વાદળ થઈ ગયું. વિસ્ફારિત નેત્રે સહુ જુએ છે તો થોડા થોડા ફોરાં પણ પડવા લાગ્યા ! અભિષેક: : 38 2010_02 Page #42 -------------------------------------------------------------------------- ________________ અમી-છાંટણાં થઈ રહ્યા છે એ આનંદની, હરખની એક-બીજાને આપ-લે કરે ન કરે એટલામાં તો મેઘરાજા મન મૂકીને સાંબેલાધારે વરસી પડ્યા. અભિષેક દરમિયાન હવે મુદ્રા-દર્શન કરાવતી વેળાએ, દાદાના દેરામાંથી રાયણ પગલે પહોંચતાં પૂરી પંદર મિનિટ થઈ ! જંબૂવિજયજી મહારાજની કાયાને સાચવવી પડી. આમે ય રાયણ-પાદુકાએ તો વાયુ દેવતાની સતત હાજરી હોય છે જ. અત્યારે તો સપરિવાર, સાયુધ અને સાલંકાર પધાર્યા હોય એમ લાગ્યું. પહેરેલાં વસ્ત્રો પણ માંડ સચવાયા. દેવતાધિષ્ઠિત નીલુડી રાયણનો આજનો ઠાઠ કંઈ ગજબનો હતો. તેના પાન પાનથી હરખનાં આંસુની ધારા અનરાધાર વરસતી હતી. હવે વરસાદની ઝડીઓ એવી તો વીંઝાવા લાગી કે એકાએક આ શું બની રહ્યું છે એ કળવું મુશ્કેલ બન્યું. ગરવ એવો શરૂ થયો કે જાણે મોટી-મોટી શિલાઓ દુકાળને દૂર તગેડી દેવા મેદાને પડી ન હોય! અરે, ધોળે દહાડે વીજળીના ઝબકારા દેખાયા. “મનો વાસરે વિદ્યુત” એ વચન યાદ આવી ગયું. સહુના તન-મન આહલાદક રોમાંચ અનુભવવા લાગ્યા. બહાર હતા એ બધા રંગમંડપમાં સાંકડમોકડ ભરાઈ ગયા. - રંગમંડપમાં તો કાળી રાત જેવો અંધકાર છવાયો હતો. ૩: અભિષેક 2010_02 Page #43 -------------------------------------------------------------------------- ________________ મી ક ન ઘા ઉપદેશક નવતત્ત્વનાં, તેણે નવ અંગ જિહંદ; પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણિદ. 2010_02 Page #44 -------------------------------------------------------------------------- ________________ પાટ પર ગોઠવાયેલા ઝબૂકતા દીવાઓની શ્રેણિ આ અંધકારને ભેદીને અભુત દ્રશ્ય રચતી હતી. વરસાદનો ભીનો પવન આવી આવીને આ દીપમાળાઓને ધન્યવાદ આપી જતો. અને દીપકો પણ આ ધન્યવાદ ઝીલતાં સ્ટેજ નમીને ફરી પાછા કામે લાગી, જતા. ભાવિકોના સંગીત-નૃત્ય તો વાજિંત્રના , સાથમાં પ્રકૃતિને દાદ આપી રહ્યાં હતાં. (૨) પુરુષાર્થ અને પ્રકૃતિની આ અજબ જુગલબંદી બની હતી. અંદર ગભારામાં દાદાના અભિષેક સાથે બહાર સમગ્ર સૃષ્ટિના અભિષેક ચાલુ થઈ ગયા હતા. ચોધારે નહીં પણ નવલખ ધારે મેઘ વરસતો હતો. આ પ્રસંગને શોભાવવા જેસરવાળા શાંતિભાઈ લકી આજુબાજુના ગામડાઓમાંથી ચાલીસ જેટલા ઢોલીઓને લાવ્યા હતા. સગાળપોળના ચોકમાં આ બધા ઢોલીડાઓ રંગમાં આવી નાચતા જાય અને પેલા ગીતની કડી : “ઢોલીડા, ઢોલ તું ધીમો વગાડ મા” મુજબ જોરજોરથી વગાડતા જાય; ભલે આજે ઢોલ પર છેલ્લી દાંડી પડી જાય! મન મૂકીને તેઓ - - ૩૯ : અભિષેક 2010_02 Page #45 -------------------------------------------------------------------------- ________________ પોતાની બધી શક્તિ નિચોવવા લાગી ગયા હતા. ઢોલીડાઓની આ ધ્રાંસ છેક તળેટીએ સંભળાતી હતી. ગિરિરાજની નીચેના જીવાપર, ડુંગરપર, રોહિશાળા, હાથસણી, આદપર વગેરે ગામના માણસો બોલતા હતા કે આજે મૂંગર ઉપર કંઈક છે. - ઢોલીડાઓએ તો બધડાટી બોલાવી દીધી. ચારે બાજુનું વાતાવરણ સમગ્ર બદલાઈ ચૂક્યું હતું. બારે મેઘ ખાંગા થયા હતા. પૃથ્વી અને આકાશ આજે એકાકાર થયા હતા. કુદરતે એના ખજાના ખુલ્લા મૂકી દીધા હતા. જંબૂવિજયજી, હું, રાજહંસવિજયજી વગેરે બધાના હૈયામાં હર્ષ માતો નહતો. સ્વપ્નો નમાયાનુમતિધનો નુ (આ સ્વપ્ન છે? કોઈ દેવી માયા છે ? કે આપણો મતિભ્રમ છે?)એવા તર્ક-વિતર્ક મનમાં ઊઠવા લાગ્યા! અભિષેકની વિધિનો દોર આગળ ચાલતો રહ્યો. અભિષેક: ૪૦ 2010_02 Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચંદ્ર દર્શન દર્શાવવાની તો આજે આકાશે ના કહી ! આજે આકાશમાં મેઘ સિવાય કોઈનું સામ્રાજ્ય નહીં.સહસ્રકિરણોવાળા સૂરજદાદાને પણ ઢાંકી દીધા. દાદાના અઢાર અભિષેક પૂરા થવામાં હતા. સત્તરમો અભિષેક ચાલી રહ્યો હતો. અમે ફરી ગર્ભગૃહમાં પહોંચ્યા. રોથા બરાબર પ્રભુજીના મસ્તકેથી સમગ્ર કાયા પર એક પાતળું સુગંધીદાર આવરણ રચતી નીચે જઈ રહી હતી. કપૂરની ઠંડી આલાદક સૌરભ આખા ગભારામાં છવાઈ રહી. અભિષેક કરનાર પ્રત્યેક ભક્તજનના ચહેરા પર પણ સંતોષથી મઢેલી ચમક છવાઈ રહી. છેલ્લો અઢારમો અભિષેક પૂરો થયો, થાળી વાગી અને અમે સહુ રંગમંડપની બહાર આવ્યા. વરસાદ જરા વિરમ્યો હતો. તેણે અલ્પ વિરામ લીધો હોય એવું લાગ્યું. વરાપ નીકળ્યો. સવારનો ઊનો લ્હાય જેવો દઝાડતો તડકો હવે કૂણો થયો હતો. માસાદી વગેરે શ્લોકના ઉચ્ચાર કરીને પ્રભુની ક્ષમાપના કરી, પ્રાર્થના કરી, અભિષેકની વિધિપોથી સંકેલી હવે નતમસ્તકે અને હસતે મોંઢ દાદાનાં દર્શન કરી કૃતજ્ઞતા પ્રગટ કરી. શ્રી પુંડરીકસ્વામીનાં દર્શને આવ્યા. મનમાં વિચારોની ઘટમાળ ચાલતી હતી. એક વિચાર ઝબક્યો. આજની ઘડી રળિયામણી! અને યાદગાર પણ છે. જીવનની ધન્ય ક્ષણ છે. દાદાએ આજે સામું જોયું છે. દાદાએ હોંકારો ભણ્યો છે ! એની અખૂટ કૃપાના દર્શન કરાવ્યાં છે. ૪૧ઃ અભિષેક 2010_02 Page #47 -------------------------------------------------------------------------- ________________ તો આજની ખુશાલીમાં એક ઉપવાસ કરી લઈએ. મન ઘરાઈ ગયું છે. હૈયું ઓવારી ગયું છે. ચિત્તમાં આનંદના પૂર વહ્યાં છે. વળતાં, જંબૂવિજયજી મહારાજ સાથે જ, ભીના ભીના પગથિયે પવનથી સૂકા થયેલા ખૂણે-ખૂણે પગ મૂકતાં મૂકતાં દાદા પ્રત્યેની અહોભાવની છાલકથી ભીંજાતા ભીંજાતા રામપોળની બહાર આવ્યા. થોડે આગળ વધતાં, જાલી-મયાલી-ઉવયાલીની મૂર્તિ પાસેની બખોલમાંથી તેની ઉપરના અદીઠ પોલાણમાંથી એક અનામી ઝરણું વહી આવતું જોયું. પછી તો આગળ હનુમાનધારાની નીચે ભૂખણદાસના કુંડમાં જોયું તો કુંડ છલકાઈ ગયેલો અને બધું પાણી તો પાસેના પગથિયા ઉપર થઈને નીચે દોડતું જતું હતું. ઝડપી ચાલીને છાલાકુંડ આવ્યા. આમ નીચે જોયું તો શેત્રુજીના જળ ચળકતાં હતાં. જંબૂવિજયજી મહારાજના મુખથી રોચક શૈલીમાં કમશાહના ઉદ્ધારની રસતરબોળ કથા ચાલુ હતી. ઉત્તરોત્તર જિજ્ઞાસા વધતી હતી. હું? કહો છો? એવું હતું? ના હોય! આવા ઉદ્દગારોની વણથંભી વણજાર ચાલતી હતી. બધું સાંભળતાં સમજતાં મન અહોભાવથી છલકાતું હતું. આ તરફ પણ હાઈને ઉજળા થયેલાં વૃક્ષોના પાંદડાં પરથી અમૃત ટપકી રહ્યું હતું. પગથિયાંઓ પરથી પાણી સતત દદડી રહ્યું હતું. જતી વખતે જે કુંડો ખાલીખમ હતાં તે બધા છલકાઈ ગયા હતા. બધા જ અભિષેક: ૪૨ 2010_02 Page #48 -------------------------------------------------------------------------- ________________ કુંડમાંથી પાણી ઉભરાઈને પગથિયા પર થઈને વહી રહ્યું હતું. સર્વત્ર જળબંબાકાર જણાતું હતું. આકાશ ચોખ્ખું થતું હતું. તેનો ભૂરો ભૂરો રંગ મન અને નયનને ઠંડક આપી રહ્યો હતો. મન અને તનમાં ઉત્સાહના ફુવારા ઊડી રહ્યા હતા. રુંવાટે રુંવાટે તૃપ્તિ નીતરી રહી હતી. બહાર ને અંદર શીતળતા વીંટળાઈ વળી હોય એવું લાગતું હતું. જાણે જીવન ધન્ય બન્યું! જંબૂવિજયજી મહારાજે કરેલું કમશાના ઉદ્ધારનું વર્ણન કર્ણમાર્ગે થઈ હૃદયે પેસી પોતાનું આસન જમાવતું હતું. અભિષેક વખતે એકબીજાના મનમાં કેવાં કેવાં સંવેદન જાગ્યાં? મદમિયા (હું પહેલો, હું પહેલો) એ રીતે બધા કહી રહ્યા હતા. સહુને કાંઈ ને કાંઈ કહેવાનું હતું. જાણે સહુ એકબીજાના મનની વાત જ કહી રહ્યા હતા. અમે તળેટી નજીક આવી રહ્યા હતા. ઉપરથી જોતાં પાલિતાણા શહેરનો વિસ્તાર અને આજુબાજુની નાનીનાની પર્વતમાળા, તડકા અને છાંયડાની સંતાકુકડીથી રમ્ય દીસતી હતી. ગઈ કાલ સુધી જે બધું ભૂખાળવું અને વિકરાળ ભાસતું હતું તે બધું આજે રમ્ય અને ભવ્ય લાગતું હતું. પ્રભુએ આજે અનરાધાર કૃપાથી આપાદમસ્તક નવરાવ્યા હતા. રાજા જેમ સારા સમાચાર લાવનાર દાસીને થૌત મર્તા (કાયમને માટે દાસીપણું મીટાવી દ) ૪૩: અભિષેક 2010_02 Page #49 -------------------------------------------------------------------------- ________________ બનાવે તેમ આજે પ્રભુએ વિપરીત કર્યું. કાયમ માટેનું પ્રભુનું દાસપણું અંકે કરી આપ્યું ! કરારનામા પર પ્રભુએ સહી કરી દીધી. ધન ધન દાડો રે, ધન્ય વેળા ઘડી રે એ શબ્દો સાર્થક બન્યા. આવા વિચારોમાં બાબુનું દેરું અને તળેટી ક્યારે આવ્યાં તે ખબર ન રહી. ગિરિ-ચરણે વિદાય પ્રણામ કરીને આગળ વધ્યા. જંબૂવિજયજી મહારાજને વિશાનીમામાં જવાનું હતું. એ રસ્તો આવી ગયો, પણ તેઓ ત્યાં ન વળ્યા અને કેસરીયાજીનગર સુધી આવ્યા. તેમનું મોં મરક-મરક થયા કરતું હતું. મોં પર પ્રભુના તેજની આભા તરવરતી હતી. મેં કરેલાં ઉપવાસથી તેઓ પ્રમુદિત થયા હતા. સાંજ પડતાં ફરી કાળાં-કાળાં વાદળાં ચડી આવ્યાં. આકાશ ગોરંભાયું અને એ જ ક્રમથી ઝડીઓ શરૂ થઈ. જાણે હેલી મંડાઈ ! ગામ લોકોએ ઘણાં વર્ષે આવો, મન મૂકીને વરસતો વરસાદ જોયો. ડોળીવાળા ભાઈઓ, પાણીવાળી બાઈઓ અને ઘોડાગાડીવાળા - આ બધાના મોંમાં એ દિવસે એક સાથે રામ વસ્યા હોય તેવું લાગ્યું. કોઈ કહે, “આદેસર દાદા સાચા છે. ખરી મહેર કરી. જુઓને ! ઘડીમાં કેવો ખંગ વાળી દીધો ! એક ડોળીવાળા દાદા તો આકાશ તરફ હાથ કરી કહે માણસ મહેનત કરે એક દિ માં વીઘું ખેડે, દીનોનાથ દીયે નવખંડ ઓછા પડે. જુગ જુગ જીવો આદેસર દાદા. અભિષેક : ૪૪ 2010_02 Page #50 -------------------------------------------------------------------------- ________________ વળતે દિવસે ગામ-પરગામના, ગુજરાત - સૌરાષ્ટ્ર, અને કચ્છ સુદ્ધાનાં છાપાંમાં ખુશખુશ થઈ જવાય એવા આ સમાચાર આવ્યા. ‘રાજા તો મેઘ રાજા, ઓર રાજા કાયકા” એમ પ્રશંસા વેરતાં લખાણો, સમાચારો આવ્યાં. નદી, તળાવ, વોંકળા, વહેળા, કૂવા, વાવ બધાં છલકાયાંના ખબર છપાયાં. કંઈક જાદુ જ થયો. કચ્છના એક છાપાંમાં તો તેમના નવા વર્ષ - અષાઢી બીજના સર્વત્ર થયેલા વરસાદના સમાચાર છાપતાં લખેલું હાથ ફર્યો કિરતાર તણો ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ; જલ-સ્થળ નભ જ્યાં જ્યાં નીરખું ત્યાં ચીવન લે અંગડાઈ. મૂશળધાર વરસતાં વાદળ, જળની હેલી આવી; ઝરણાં છલક્યાં, સરિતા દોડી, સાગરમાંહી સમાઈ. માણસ કરે તો શું કરી શકે? અને કુદરતને કરવું હોય તો ઘડીમાં કેવો પલટો આણી દે છે એ બધાએ જોયું અને અનુભવ્યું. - હૈયે હરખ માતો નહતો. બીજે દિવસે પણ મેં ઉપવાસ કર્યો. પરિણામની ધારા ચડતી રહી. ત્રીજે દિવસે પણ ઉપવાસ થયો. દાદાના અભિષેકની ઉજવણીમાં અનાયાસ અઠ્ઠમ થયો, પ્રસન્નતાપૂર્વક થયો. હજુ પણ અભિષેકનાં દશ્યો મનમાં જ ઘોળાયા કરતાં. એક-એક પ્રસંગના વિચાર પડઘાયા કરે; જે મળે તેને આ જ વાતો કરતાં રહેવાનું મન થાય! અમારા મિત્ર મુનિ શ્રી ધુરંધર ૪૫ અભિષેક 2010_02 Page #51 -------------------------------------------------------------------------- ________________ મહારાજને આ ખબર આપવા બેઠો અને અનુષ્ટ્રપની પંક્તિઓ એક પછી એક એમ સહજ ઊતરવા લાગી એટલે આ આનંદને કાવ્યના વાઘા પહેરાવીને પત્ર દ્વારા મોકલી આપ્યો. વહેંચવાથી આનંદ બેવડાયો. જેણે જેણે આ અભિષેક હાજર રહીને માણ્યો એ બધાને તો જીવનભરનું એક યાદગાર સુકૃત જમા થઈ ગયું. ધન્ય તે લોક, ધન્ય તે નગર, ધન્ય તે ક્ષણો. - જ્યારે મન ધરપત મેળવે છે, તૃપ્તિ અનુભવે છે, સુખનો તોષ પામે છે ત્યારે તેને પ્રગટ કરવામાં શબ્દો વામણા પુરવાર થાય છે. “મન મસ્ત ભયા તબ ક્યોં બોલે !” એ સમયે આ બધું લખી શકવાની મનઃસ્થિતિ તો ક્યાંથી હોય ? આજે હવે તેને શબ્દમાં સમાવી શકાયા છે એટલે આ લખતાં જાણે એ ક્ષણો ફરીથી , 'કે, . -- * કે જન્મ જો કરાય ને ? : અભિષેક: ૪૬ 2010_02 Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવી રહ્યો છું ! આ આનંદ તમને બધાને વહેંચીને એનો વિસ્તાર સાધ્યો. ઊંડાણ તો સધાયેલું હતું જ. તેથી તો આજે ચૌદ વરસે પણ ચિત્તના ચિદાકાશમાં વૃક્ષ ઉપરની લકીરની જેમ વધવા સાથે અકબંધ સચવાયેલો રહ્યો છે. બોરસલીના ફૂલની જેમ - સમય જેમ જેમ વીતે તેમ તેમ એ ઘટના પુરાતની બને છે તેમ - તેની સુગંધ વધુ મહેકે છે. જે વર્ણન વિસ્તારથી હમણાં જ આગળનાં પાનાંઓમાં વાંચ્યું તેનો થોડો ભાગ અહીં પદ્યમાં ગૂંથવામાં આવ્યો છે. શબ્દો સરળતાથી વહી આવ્યાં છે. વર્ષાનું વર્ણન દાદાના અભિષેકના દશ્યોને કેન્દ્રમાં રાખીને થયું છે. કાવ્યના શબ્દો વાંચવાથી અર્થ સમજાઈ જશે. જય શત્રુંજય ! જય આદીશ્વર ! જય જિનશાસન ! પદ્યમાં રચતાં પત્ર, પત્રમાં પદ્મ ગૂંથતા; શ્લોકના વેલ-બુટ્ટાથી, શોભતો પત્ર સાંપડયો.-૧ ભીંજાયા સ્નેહથી આપ, સ્નેહથી ભીંજવ્યો મને; ભીંજાયા સ્નેહથી જે હો, ભીંજવ્યા વિણ ન રહે.-૨ ભીંજાવું મેઘથી જાણ્યું, અન્ય શું ભીંજવી શકે; સ્વયં જે હોય ના આર્દ્ર, અન્યને આર્દ્ર શું કરે.-૩ અહીં તો સૂપડાધારે, મેઘે માઝા મૂકી દીધી; ત્રણ વર્ષ તણી પ્યાસ, ક્ષણોમાં છીપવી દીધી.-૪ વ્યોમ ને વસુધા જ્યારે, એકાકાર બની રહ્યા; અંધારપટમાં ત્યારે, વિશ્વ સારું ડૂબી ગયું.-૫ 2010_02 ૪૦ : અભિષેક Page #53 -------------------------------------------------------------------------- ________________ સહસાધિક ધારામાં, ધરા હાઈ ધરાઈ ને; શુષ્કતા મેલ ને તાપ-તૃષા તો પળમાં ગઈ.-૬ ઘણાએ મેઘધારામાં, નખશીખ ઊંચે નીચે; પલળ્યા, ઉજળ્યા, ન્હાયા, બાગ બાગ બની રહ્યા.-૭ દાદાના ઔષધિપૂર્ણ, અભિષેક થયા તદા; ગિરિ ને ચેત્યના મેઘ, અભિષેક પૂરા કર્યા.-૮ શ્રી દાદાના થયા જ્યારે, અભિષેક ગિરિવરે; તે દિ થી મેઘ મંડાણો, લોક ગાંડું બની રહ્યું.-૯ ચઢયા ત્યારે દીઠા કુંડો, ખાલી ખાલી બધા હતા; વળતાં જોયું તો કુંડો, પાણીથી છલકી રહ્યા.-૧૦ વસુધાએ નવો સાળ પહેર્યો છે કિનખાબનો; ધોળાં પીળાં ભૂરાં લાલ બુટ્ટાઓથી મઢ્યો મઢયો.-૧૧ . . - - ર છે ! : 34ર હતા કે ખ ક - ' . અભિષેક માટેની ઔષધિઓ, દ્રવ્યો, જરઝવેરાત, અન્ય સામગ્રી અભિષેક: ૪૮ 2010_02 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨-રૂરી તગર 5- ડીલો વત્રી ધઉલા ના લોયન નાગકેસર તમાલપત્ર મુગંધા-વાળી જીણા-ગ. આઝાળ. પૈય-૨નુની પી લી. નાવરીયા 61 લાલયન બર ( ર) કપૂર-કામલી મલયા-ગરૂ. | -લકી .. ખા- વલી 2010_02 Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપરના અદીઠ પોલાણમાંથી એક અનામી ઝરણું વહી આવતું જોયું. પછી તો આગળ હનુમાનધારાની નીચે ભૂખણદાસના કુંડમાં જોયું તો કુંડ છલકાઈ ગયેલો અને બધું પાણી તો પાસેના પગથિયા ઉપર થઈને નીચે દોડતું જતું હતું. ઝડપી ચાલીને છાલાકુંડ આવ્યા. આમ નીચે જોયું તો શેત્રુજીના જળ ચળકતાં હતાં. 2010_02 Page #56 -------------------------------------------------------------------------- ________________ આ તરફ પણ ન્હાઈને ઉજળા થયેલાં વૃક્ષોના પાંદડાં પરથી અમૃત ટપકી રહ્યું હતું. પગથિયાંઓ પરથી પાણી સતત દદડી રહ્યું હતું. જતી વખતે જે કુંડો ખાલીખમ હતાં તે બધા છલકાઈ ગયા હતા. બધા જ કુંડમાંથી પાણી ઉભરાઈને પગથિયા પર થઈને વહી રહ્યું હતું. સર્વત્ર જળબંબાકાર જણાતું હતું. Jal Education International2010/02 Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રજય *પણ તૈયાર કરે , "મ પનાહ નાનપA't +! આશરે ૨૫૦ વર્ષ પૂર્વે કોઈને એક સુંદર વિચાર આવ્યો હશે કે, “ભાઈ ! હું તો શ્રી શત્રુંજયની યાત્રા કરી ધન્ય થયો, પ્રભુનો સાક્ષાત્ સંન્નિધિભાવ થતાં જીવન સાર્થક થયું, પણ મારા સ્વજનો તેમજ સુવિધા-અશક્ત એવા બીજા કંઈક ગુણીજનો, આબાલવૃદ્ધધર્મપરાયણ જીવોને, મને જે લાભ મળ્યો તે તેમને સુલભ થાય એ માટે એકચિત્રપટનું નિમાર્ણ કરાવું અને એમ આ કલાત્મક તીર્થાટનું નિર્માણ થયું હશે. 2010_02 Page #58 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ NYી કે - SEE મળે કે નસી | A T | p:/?P ='ft) VIL IN T| '/$427/1 માં ( [) 8 ( ///sishey') li timli[ h[/ // NO 1/ધાજ Pના બિન છે || '' ચિત્રની રચનામાં ચોરસ, વર્તુળ-અષ્ટકોણ-લંબચોરસ, શંકુ આકારો અને વચ્ચેથી આડી કપાતી ગઢની દીવાલ આ ચિત્રસંયોજનાનું મુખ્ય પાનું છે. સંગેમરમરના દેવાલયોમાં બિરાજેલ ભગવંતો પર ખૂબજ મહેનત લેવાઈ છે. કેન્દ્ર પૂરેપૂરું સચવાયું છે. ત્યાર બાદ સુક્ષ્મ નિરીક્ષણ વડે વિનોદપૂર્ણ નાના નાના પ્રસંગો નજરે ચડે છે. આ બધું ફરી ફરી જોવા છતાં આંખો અને અંતરને ‘ધરવ’ થતો નથી. --- સી. નરેન 2010_02 Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મિષ્ઠ, ઉદાર અને કલાપ્રિય જૈન શ્રેષ્ઠિઓએ શ્રી શત્રુંજયના શિખર ઉપર મંદિરોની નગરી ઊભી કરીને અવધિ કરી છે - શેઠનરશી કેશવજીનીટુકડા 2010_02 Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘અદ્ભુત, અદ્ભુત’ શબ્દો સરી પડે એવી, માનવીની સાધનાએ જે અજબ દૃશ્ય અહીં રચ્યું છે એનો દુનિયામાં જોટો ન જડે. }}} || 2010 _02 Page #61 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત દાદા શ્રી અદ્ધદાદી બાળ-યાત્રીઓને અહીંથી ખસવાનું મન ન થાય એવી શ્રી ઋષભદેવ પ્રભુની વિશાળકાય પ્રતિમા 2010_02 Page #62 -------------------------------------------------------------------------- ________________ સચ્ચી પુકાર હૈ તો બેડા પારð लब्धं जन्मफलं गतो भवभयः । 2010_02 ૪૯ :: અભિષેક Page #63 -------------------------------------------------------------------------- ________________ સરી પુકારÈ તો બેડાપારર્થે - - વિ. સં. ૨૦૪૪ ના દાદાના અભિષેકની વાતો કરીએ છીએ તો તેના અનુસંધાનમાં શ્રી રજનીકાન્ત દેવડીએ કરાવેલા વિ. સં. ૨૦૪૭ ના ઐતિહાસિક અભિષેકની વાત પણ ટૂંકાણમાં કરવી જોઈએ, જેથી અભિષેકનો વિષય પૂર્ણ થયો ગણાય. વિ. સં. ૨૦૪૧ - ૨૦૪૨ - ૨૦૪૩ ના દુકાળનાં આકરાં ત્રણ વર્ષ વીત્યા પછી જે અભિષેક થયા તેનો સંપૂર્ણ લાભ શ્રી રજનીકાન્ત દેવડીએ લીધો હતો. (કદાચ તેમના મિત્ર શાંતિચન્દ્ર બાલુભાઈને પણ તેમાં લાભ આપ્યો હોય; પણ એ વાત એ બને જ જાણે) એ અભિષેક વખતે પોતાને ધંધાના કામે વિદેશ જવાનું થતાં સ્વયં ભાગ ન લઈ શક્યા. તેમના પ્રતિનિધિ શ્રી ચંદુભાઈ ઘંટીવાળા એ અનુષ્ઠાનોમાં પૂર્ણ પરોવાયા હતા. હા, તો વિ. સં. ૨૦૪૪ ના અભિષેક પૂર્ણ સફળતાને પામ્યા એ જાણ્યા પછી રજનીકાન્તભાઈની ઈચ્છા આ અભિષેકનો બધો લાભ જાતે લેવાની ઘણી હોંશ હતી. વિ. સં. ૨૦૪૪ ના દાદાના અભિષેક સાંગોપાંગ સફળતાને વર્યા તેનાં એકથી વધારે કારણો છે. એમાંનું અભિષેક: ૫૦ 2010_02 Page #64 -------------------------------------------------------------------------- ________________ એક કારણ શ્રી રજનીકાન્ત દેવડીનું નિરહંકારી નેતૃત્વ પણ છે. એમની દાદા આદેશ્વર પ્રત્યેની અનન્ય ભક્તિ. તેના દર્શન મને એકથી વધારે વાર થયાં છે. એકવાર અમે ગિરિરાજની યાત્રામાં સાથે થઈ ગયા. આમ તેઓ ડોળીમાં હતા પણ શાંતિનાથ ભગવાનના દેરાસર પાસે મળી ગયા. ત્યાંથી જેવા દાદા પાસે ગયા, મન ભરીને દર્શન કર્યા અને સ્તુતિ બોલવાનું શરૂ કર્યું? દાદા તારી મુખ-મુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો ....” એવી એક સ્તુતિ, પછી બીજી .. બીજી સ્તુતિ બોલાઈ રહી ત્યાં તો એમની આંખો ભીની થઈ; અશ્રુબિંદુ વહેવા લાગ્યાં. અમે સાથે જ ઊભા હતા. તારામૈત્રક રચાયું હતું. સજળ નયને દાદાના દર્શનનો દોર ચાલુ હતો. હાથ જોડાયેલા હતા, સ્તુતિઓ મધુર સ્વરે બોલાતી રહી. બોલવાનું ક્યારે બંધ થયું તે ખબર ન રહી. પ્રભુના દર્શન પ્રભુના ભક્તના હૃદયમાં થવા લાગ્યા અને એ ક્ષણોને અમે સંગોપીને ચિત્ત-મંજૂષામાં મૂકી દીધી. આવી ભાવુક વ્યક્તિને એક ઉત્તમ મનોરથ થયો. દાદાના અભિષેક તો કરાવીએ પણ તે નિમિત્તે તપાગચ્છના સમગ્ર સાધુ-સમુદાયને આમંત્રણ આપીએ. તેમના નિર્મળ મનની સંભાવનાના બળથી જ વિશાળ સાધુ સમુદાય ક્યાંય દૂર-સુદૂરથી આ પ્રસંગે પધાર્યો હતો. પ૧ : અભિષેક 2010_02 Page #65 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ શ્રેષ્ઠપણે ઉજવાય એવો શ્રી રજનીકાન્ત દેવડીના મનમાં સંકલ્પિત ભાવ હતો. વિ. સં. ૨૦૪૬ ના વૈશાખ સુદ ૪ ના દિવસે અમે તળાજાથી ઝાંઝમેર જતાં રસ્તામાં પીથલપુર ગામમાં વિહારમાં હતા. તેઓ તેમના કલ્યાણમિત્ર ચંદુભાઈ ઘેટીવાળા સાથે અહીં આવેલા. મનમાં ઉમંગ ઉભરાતાં એ અમારી સમક્ષ રજૂ કરતા હતા. “અભિષેક નિમિત્તે જે જળ લાવવાનું છે તેની જલયાત્રા (વરઘોડો) જોનારના દિલમાં વર્ષો સુધી દશ્ય જડાઈ જાય એવી કરવી છે !” મુનિશ્રી રાજહંસવિજયજી પાસે કલિકાલસર્વજ્ઞના “ત્રિષષ્ટિ”ની પોથી હતી. એના પ્રથમ પર્વમાં ભગવાન ઋષભદેવ દીક્ષા લેવા શકટાનન ઉદ્યાનમાં પધારે છે તેનું વર્ણન છે. તેમાં નટકુળનું વર્ણન, વંશનર્તકોનું વર્ણન, તાલારાસકોનું વર્ણન, ચચ્ચરી નૃત્યનું વર્ણન - આ બધું સંસ્કૃતમાંથી ગુજરાતી કરીને તેમને સંભળાવ્યું. સમગ્ર વર્ણન તેમણે મન-બુદ્ધિમાં બરાબર સ્થિર કરી લીધું અને મનોમન તૈયારી આરંભી દીધી. આ અભિષેકનો પ્રસંગ તો વિ. સં. ૨૦૪૭ પોષ સુદી ૬ ના ઉજવાયો પણ તે માટેની વિશાળ પાયાની યોજનાબદ્ધ અને વ્યવસ્થિત તૈયા૨ી વહેલી શરૂ કરી હતી. વિ. સં. ૨૦૪૪ માં જે ઔષધિ-દ્રવ્યો, ફળ નૈવેધ વગેરે હતા તેના કરતાં અનેક ગણી સંખ્યામાં આ અભિષેકમાં આણવામાં આવ્યાં હતાં. હીરા-માણેક અભિષેક: પર 2010_02 Page #66 -------------------------------------------------------------------------- ________________ મોતી-પ્રવાલ-પન્ના-પોખરાજ જેવાં દુર્લભ દ્રવ્યો કલ્પનાબહારનાં પ્રમાણમાં લવાયાં હતાં. આ પ્રસંગ દરમિયાન તેઓશ્રીને વરસીતપની આરાધના ચાલતી હતી જેનું નિમિત્ત પ્રભુ ઋષભદેવ પ્રત્યેની અનન્ય પ્રીતિ-ભક્તિ હતું ! પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અશોકચન્દ્રસૂરિ મહારાજના આશીર્વાદ લઈ આ તપ આદર્યું હતું. તેમની શારીરિક કોમળતા વગેરે જોતાં આ તપ તેમના માટે અતિ દુષ્કર હતું. પ્રભુના ધર્મનો રંગ હવે તેમને ચોળ-મજીઠ જેવો લાગી ગયો હતો. તેમની ધર્મપ્રીતિ, ઉદારતા, સરળતા, સ્વભાવગત પારદર્શકતા જેવા અનેક સગુણોને કારણે તેઓ શ્રીસંઘના રત્ન હતા. આ ઐતિહાસિક અભિષેકમાં ભાગ લેવા જેમ ઘણા ઘણા સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા હતા તે જ પ્રમાણે ભારતભરના સંઘોના હજારો નહીં, લાખો (બે લાખ પંદર હજારનો આંકડો નિશ્ચિત નોંધાયો હતો.) શ્રાવકશ્રાવિકાઓ પધાર્યા હતા. સદીનો આ શ્રેષ્ઠ પ્રસંગ હતો. રજનીકાન્તભાઈના મનમાં શુભ ભાવની છોળો ઊછળતી હતી જે એમની નજીક રહેનારને ભીંજવતી રહેતી; કહો કે પખાળતી હતી - એ જળયાત્રા સતત ચાલુ રહેતી ! કોઈ માણસ થાળી ફેકે તો માથા પરથી બારોબાર નીકળી જાય, નીચે ન પડે તેટલું માણસ હતું! શ્રી કલ્પસૂત્રમાં જે વર્ણન દર વર્ષે સાંભળવા મળે તે અહીં નજરે જોવા મળ્યું. “ધન્ય લોક નગર ધન્ય વેળા” ૫૩ઃ અભિષેક 2010_02 Page #67 -------------------------------------------------------------------------- ________________ નવનનિ સંદર્દિ” એ સત્ય લાગે. અહીં તો સહસ્ર નહીં બલ્ક લક્ષ હાજરી હતી. તે વરઘોડાના સંકુલ કોલાહલ વચ્ચે રજનીકાન્ત દેવડીને અમારા ગુરુ મહારાજ હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું કે : તમારા બધા મનોરથ પૂર્ણ થયા, હવે કોઈ મનોરથ બાકી છે ? એ વેળાએ રજનીભાઈ સત્વર બોલ્યા: સાધુપણું હજી બાકી છે. અગાઉ, મિત્ર ચંદુભાઈ સાથે આ વિષયે વાતો થતી રહેતી: “આપણે બને એ માર્ગે પ્રયાણ કરીએ.” ત્યારે ચંદુભાઈએ એવું કહેલું કે : આ સંયમજીવનમાં મારું કામ નહીં, સંયમજીવન તો દુષ્કર છે. વળી તમને પણ કેમ ફાવશે? રજનીભાઈનો સહજ જવાબ હતો: મન કરીએ તો શું અઘરું છે ? બધું જ થઈ શકે. જે દિવસે અભિષેક હતા તે દિવસની વાત તો મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ. સમગ્ર અભિષેકમાં કામની વહેંચણી કરવામાં આવી હતી, તેમાં મને શ્રી પુંડરીકસ્વામી ભગવાન સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાવિકોની સખત ભીડને કારણે હું ત્યાં સુધી પહોંચી ન શક્યો અને જ્યાં રજનીભાઈ સ-પરિવાર અભિષેક કરવાના હતા તે દ્રાવિડ-વારિખિલ્લજીની ચરણ પાદુકા પાસેની પરબની જગ્યાએ જ રોકાયો હતો. અભિષેકનું વિધાન પૂર્ણ થઈ જાય તે પછી ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરીશું, એવી ધારણા હતી. - થાળી ડંકો વાગ્યો એટલે સર્વત્ર એક જ સમયે અભિષેક: ૫૪ 2010_02 Page #68 -------------------------------------------------------------------------- ________________ અભિષેક થયા. થોડીવાર રહી બધા વિખરાવા લાગ્યા એટલે એ પરબના ઓટલે ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવના પાઠની તૈયારી કરી. રજનીભાઈ તેમના પરિવાર જનો સાથે હજુ પાસે જ હતા. તેમણે પૂછ્યું: શું કરો છો? મેં કહ્યું : એક ઉત્તમ સ્તોત્રનો પાઠ કરીશું. તેઓ કહેઃ અમે સાંભળી શકીએ? મેં કહ્યું? ખુશીથી. મારી બાજુમાં રાજહંસવિજયજી તથા અન્ય સાધુઓ હતા. શ્રી શીલચન્દ્ર વિજયજી ક્યારે આવીને પાછળ બેસી ગયા તેનો અણસાર પણ આવ્યો નહીં. શક્રસ્તવ હવે પૂર્ણ થવા આવ્યું હતું. મેં કહ્યુંઃ અહીંયાં રહેલા અનેક સમ્યગ્દષ્ટિ દેવો આ અનુષ્ઠાનની અનુમોદના કરે છે. તમારા જીવનનું એક શ્રેષ્ઠ કાર્ય આજે સાનંદ સંપન્ન થયું. મને એમ કે રજનીભાઈના મનમાં નથં જન્મપત્ન અને ગતો મવમયઃ એવું એવું રમતું હશે. પરંતુ મારા એ શબ્દો સાંભળી, શક્રાવના પુસ્તકના સાપડાની પાસે રહેલા મારા ઓઘાને હાથ વડે ખેંચીને તેઓ બોલ્યા, આ બાકી છે. આ આવે તો કામ થયું કહેવાય. એમના હૃદયમાંથી બહાર વહી આવેલી આ ભાવનાને અમે આસપાસ બેઠેલા સહુએ સજળ નેત્રે અભિનંદી ! અત્યારે આ લખું છું ત્યારે પણ એમના આ સાધુતા પામવાના અભિગમથી ભાવવિભોર બનેલી વિકસ્વર આંખો અને શ્રદ્ધાના તેજથી ઝળહળતો એ ગોળ ચહેરો મને સ્પષ્ટ દેખાય છે. કાળની રજ ન ચોંટે તેવી રીતે એ પપ: અભિષેક 2010_02 Page #69 -------------------------------------------------------------------------- ________________ છબી ચિત્ત પર અંકિત થઈ છે. અમે સહુ નીચે ઊતરી સૌ સૌના સ્થાને પહોંચ્યા. ચો-તરફ માણસો જ માણસ દેખાતા હતા. એ બધાની વચ્ચે શ્વેતવસ્ત્રધારી સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજનાં અનાયાસ દર્શન થતાં હતાં. સાંજે પન્ના-રૂપા ધર્મશાળાના વિશાળ ચોગાનમાં બાંધેલા શમિયાણામાં શ્રી રજનીકાન્ત દેવડીનું બહુમાન હતું. વધતા ઉત્સાહ અને ચડતા પરિણામે અભિષેકનું મહાન કામ પૂર્ણ થયું હતું એનો તૃપ્તિપૂર્ણ આનંદ હતો. તેમના અઠ્ઠમ તપ ઉપવાસનો આજે ત્રીજો દિવસ હતો. બહુમાન સમારોહના મંગલાચરણ સ્વરૂપ નવકાર મંત્રનો મંજુલ ઘોષ હવામાં વહેતો થયો; ત્યાં જ રજનીકાન્તભાઈના હૃદયમાં અચાનક ભારે દુઃખાવો ઊપડ્યો. પાસે જ બેઠેલા શ્રેણિકભાઈના ખભે માથું ઢાળી દીધું. સહુનાં મન ઊંચા થયા. તાબડતોબ તેમને મોટા દવાખાને લઈ જવામાં આવ્યા. ગણતરીની ક્ષણોમાં કેટકેટલા આચાર્ય મહારાજાઓ ત્યાં ચત્તારિ મંગતં વગેરે સંભળાવવા તથા વાસક્ષેપ કરવા પધારી ગયા. ભાગ્યેજ કોઈના જીવનનાં અંતિમ સમયે આવા દર્શન-શ્રવણનો લાભ મળ્યો હશે ! ... સામે ચાલીને માગવાનું મન થાય એવી જોગવાઈ ગોઠવાઈ ગઈ હતી... ગિરિરાજની શીતળ-સુખદ છાયા, ગુરુ મહારાજાઓનું પાવન સાન્નિધ્ય, તપથી ભૂષિત અભિષેક : પ 2010_02 Page #70 -------------------------------------------------------------------------- ________________ કાયા અને માયાથી રહિત મનમાં પ્રભુ ઋષભદેવનું ધ્યાન હતું. લોકોત્તર ધર્મ-સ્નેહથી છલકાતું વાતાવરણ અને એ બધાંની વચ્ચે અનેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજના સ્નેહપૂર્ણ નવકાર મંત્રના મંગલ સ્વરો સાંભળતાં સાંભળતાં તેઓનો આત્મા અહીંની અધૂરી ધર્મસાધના આગળ ધપાવવા સગતિમાં પ્રયાણ કરી ગયો! કાયાનું પિંજરું પડી રહ્યું અને હંસલો નવા કલેવર ધરીને માનસરોવરની યાત્રાએ ચાલી નીકળ્યો. કવિ બોટાદકરની પેલી કાવ્યપંક્તિનું સહજ સ્મરણ થઈ આવે તેવું વાતાવરણ હતું. આ પ્રેમ પારાવારમાં નહાતાં, મરણ પણ મિષ્ટ છે. બીજે દિવસે ભારે દબદબાપૂર્વકની તેમની અંતિમ યાત્રા નીકળી અને બપોરની વેળાએ સેકડો સાધુ-સાધ્વી ગણની ઉપસ્થિતિમાં તેમના ગુણોનું કીર્તન થયું. कुलं पवित्रं, जननी कृतार्था, वसुन्धरा सार्थवती चयेन ॥ -- એવું જ બધાંને લાગ્યું. એ પ્રસંગે મારા મિત્ર પં. શ્રી રત્નસુંદરવિજયજી મહારાજે શ્રી તિલકમુનિનું રચેલું પદ રજૂ કર્યું હતું તે અક્ષરશઃ તેમના જીવનમાં બન્યું હતું. પદમાં તો એને મનોરથના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે તે શ્રી રજનીભાઈના જીવનમાં ઘટના સ્વરૂપે બન્યું! પદના એક એક શબ્દ મમળાવવા જેવા છેઃ પ: અભિષેક 2010_02 Page #71 -------------------------------------------------------------------------- ________________ जैसी दया हो भगवन् ! जब प्राण तन से नीकले ... गिरिराज की हो छाया, मनमें न होवे माया; तप से हो शुद्ध काया, जब प्राण तन से नीकले...१ उर में न मान होवे, दिल में ओक तान होवे; तुम चरण-ध्यान होवे, जब प्राण तन से नीकले...२ संसार-दुःख हरणां, जैनधर्म का हो शरणां; हो कर्म-भर्म खरणां, जब प्राण तन से नीकले...३ अनशन हो, सिद्धवट हो, प्रभु आदिदेव घट हो; गुरुराज भी निकट हो, जब प्राण तन से नीकले...४ यह दान मुजको दीजिओ, इतनी दया तो कीजे; अरजी तिलक की लीजे, जब प्राण तन से नीकले...५ આ રીતે શ્રી રજનીકાન્ત દેવડી એક પૂર્ણ અનુષ્ઠાન કરી મોક્ષને જરૂર સમીપ લાવી શક્યા હશે એવું માનવું गछ. ગિરિરાજ અને દાદાના અભિષેકથી શ્રી રજનીકાન્ત દેવડી અમર થઈ ગયા. અભિષેક: ૫૮ 2010_02 Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવે બનાવેલું દેરાસરઃ શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરું* 1 1 મક જ , , * વ . I ! જો મારા રાખવામાં વેજ-જવાબ પાઠશાળા અંક ૫૦ માંથી પ: અભિષેક 2010_02 Page #73 -------------------------------------------------------------------------- ________________ चित्र सौजन्य : "श्रीमद् देवचंद्रसूरि कृत चोवीसी" 2. तुं मेरा मनमें तुं मेरा दिलमें 2010_02 Page #74 -------------------------------------------------------------------------- ________________ દેવે બનાવેલું દેરાસર શ્રી શાન્વિનાથ ભગવાનનું દેરું જિજ્ઞાસા : પ્રશ્ન: ગયે મહિને ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ જવાનું બન્યું. આપે યાત્રા-પોથી લખી છે તે પુણ્ય-પાપની બારી” પુસ્તિકા સાથે રાખી હતી. એ ગાઈડ પ્રમાણે તે તે સ્થાનની સ્પર્શના કરવાનો આનંદ ઓર આવ્યો. એવો જ આનંદ માણતાં અમે વાઘણપોળ વટાવી અંદર પ્રવેશ કર્યો ત્યાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ચૈત્ય આવ્યું. પરિપાટી પ્રમાણે ત્યાં જઈ ચૈત્યવંદન કર્યું. દરમિયાન મનમાં પ્રશ્ન થયો કે અહીં તો દાદાના ધામમાં ભગવાન ઋષભદેવનું જ સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે; પ્રણાલિકાગત પાંચ ચૈત્યવંદન રૂઢ થયા છે તેમાં ચાર આદેશ્વરદાદાના છે એ તો સહજ છે. એમાં એક શાન્તિનાથ ભગવાનનું છે તેથી મનને આશ્ચર્ય થયું! કોઈ ખાસ પ્રયોજન હશે જ! કૃપા કરી આપશ્રી આ બાબત પ્રકાશ પાડશોજી. ૬૧ : અભિષેક 2010_02 Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : પ્રશ્ન લાખેણો છે. માર્મિક છે. ઉત્તર મળે કે ન મળે. આવા પ્રશ્નો થવા જ જોઈએ. ગાડર ટોળાની જેમ યાત્રાએ “આ ગયા અને આ આવ્યા” એવું તો ન જ હોવું જોઈએ. મને પણ આ વાત માંડીને કહેવી ગમશે. વાત લાંબી છે. શ્રી શાન્તિનાથ ભગવાનના વારા પહેલાં આ વાતનું મૂળ છે. ભાઈ બ્રાહ્મણ હતા. સ્વાભાવિક જ યજ્ઞયાગાદિમાં ડૂબેલા રહેતા હતા. એક જૈન સાધુ મળ્યા. તેમણે કરુણા છલકતી વાણીમાં પૂછ્યું : આ હિંસા કરીને તમને શું મળે છે? આવો પ્રશ્ન સાંભળતાં જ અહં ઘવાયો અને ક્રોધિત થઈ મુનિ મહારાજને મારવા દોડ્યો! કુદરતને એમ મંજૂર ન હતું. આવા પવિત્ર મહાવ્રતધારી મુનિની હિંસાના કૃષ્ણ પરિણામથી એનું જ મૃત્યુ થયું! ઢેષભાવની પ્રબળતાને [+ + + મામ અભિષેક: ૬૨ છે 2010_02 Page #76 -------------------------------------------------------------------------- ________________ કારણે તે તિર્યંચગતિ પામ્યો અને સિંહ રૂપે અવતાર થયો. હવે જુઓ ! રાગ અને દ્વેષની વૃત્તિ કેવી જન્મજન્માંતરાનુયાયી હોય છે તે જાણવું રસપ્રદ બનશે. સિંહના ભવમાં શ્રી શાન્તિનાથ ભગવાન મળ્યા. જોતાવેત, મનમાં રહેલો મુનિ મહારાજ પ્રત્યેનો દ્વેષ જાગ્યો. મારવા દોડ્યો. વચમાં કશુંક આડું આવે ને માણસ પાછો પડે તેમ સિંહ પાછો પડ્યો ! દ્વેષની સાથે ક્રોધ ભળ્યો. પાછો બમણા વેગથી ધસ્યો. વળી પાછો પડ્યો! હવે મનમાં થયું કે સામે કોઈ જબ્બર પ્રભાવશાળી વ્યક્તિ લાગે છે. એટલે જ પાછો હું પડું છું. ટીકીટીકીને જોયા કર્યું. પેલા મુનિ મહારાજની દેહમુદ્રા આમની સાથે મળતી હોવાથી સ્મરણ થવા લાગ્યુંઃ આવી દેહમુદ્રા પહેલા ક્યાંક જોઈ છે ! મનમાં પ. જ , : , , . - છે - કવી અાવ - ૬૩: અભિષેક . કે 2010_02 Page #77 -------------------------------------------------------------------------- ________________ ઊહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો બ્રાહ્મણનો ભવ દેખાયો. મુનિવરની હિંસા કરવા ગયો અને તેના ક્રૂર પરિણામના કારણે તો સિંહ થયો છું ! આ સ્મરણ થતાં મનમાં શરમિંદો બન્યો. પ્રભુએ આ જોયું. એનો જીવ જરા શાન્ત થયો જાણી તેને હિતકારી વચનો કહ્યા : હે બ્રાહ્મણ ! હવે શાન્ત થા. ગયા ભવમાં તું મુનિ મહારાજને હણવા દોડચો હતો. આ ભવમાં પણ હમણાં તું તીર્થંકરને હણવા આવ્યો. તને આ શોભે છે? સિંહના મનમાં જાણે ચંદનનો શીતળ લેપ થયો ! સારું લાગવા માંડ્યું. વચનની સવળી અસર થતી જોઈ પ્રભુએ આગળ વાત ચલાવી : જીવોની હિંસા છોડી દે; દયાથી હૃદયને ભરી દે; ધર્મથી મનને રંગી દે; મનમાં ખેદ પામ્યા વિના તીર્થની આરાધના કર. --આ બધા વચનોથી તેના મનનું અંધારું ગયું. અજવાળું પથરાયું. અંતરંગ પરિવર્તન માટે આવા થોડા શબ્દો પણ ઘણીવાર કામ કરી જાય છે. મર્મવેધ થવો જોઈએ. પ્રભુ ત્યાંથી સ્વર્ગગિરિ ગિરિરાજ પર આરૂઢ થયા. સિંહ તો હવે પ્રભુનો સેવક બની ગયો. પ્રભુ જાય ત્યાં જવું. પ્રભુ રહે ત્યાં રહેવું. પાછળ-પાછળ ચાલતો રહ્યો. પ્રભુએ પાછળ આવતા સિંહને જોઈને તે જીવ પર અનુગ્રહ કરીને કહ્યું ઃ સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગગતિ મળશે. પછી એકાવતારી દેવ થઈને અભિષેક: ૬૪ 2010_02 Page #78 -------------------------------------------------------------------------- ________________ તું મોક્ષે જઈશ. આ સાંભળી તેને ભીતરમાં ઘણી શાંતિ થઈ. તેના પર પ્રભુની કરુણાનો અભિષેક થયો. પ્રભુની આજ્ઞાને હૃદયમાં અને મસ્તક ઉપર વહન કરતો અને પ્રભુનું ધ્યાન ધરતો સિંહ ત્યાં જ રહ્યો. મનને દયાથી ભીનું ભીનું બનાવીને શાન્ત મનવાળો થઈને રહ્યો. શુભ ધ્યાનથી આયુષ્યને અંતે તે સ્વર્ગલોકને પામ્યો; દેવ થયો. તીર્થની સેવા કદી નિષ્ફળ જતી નથી. દેવ તરીકે ઉપજેલા જીવે પહેલો વિચાર કર્યો કે હું વળી દેવ કેમ થયો! અને એમ વિચાર કરતાં શાંતિનાથ પ્રભુનો ઉપકાર યાદ આવ્યો. શ્રી શાંતિનાથ પ્રભુએ મરુદેવા ટુંક ઉપર ચાર મહિના નિર્ગમન કર્યા, ત્યાં ગંધર્વ વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને અનેક મનુષ્યો આવી પ્રભુની પૂજા હરિ સોમપુરા હરિ સોમપુરા પ: અભિષેક 2010_02 Page #79 -------------------------------------------------------------------------- ________________ કરતાં ભક્તિનો પરિમલ ફેલાવતા. ચાતુર્માસ પૂર્ણ થયે પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. પ્રભુ જ્યાં ચારમાસ વિરાજ્યા ત્યાં મરુદેવા શંગ (ટૂંક) પર પેલા સિંહદેવે શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ ચૈત્ય બનાવરાવ્યું. પ્રતિમાજી સ્થાપન કર્યા. ઘણાં દેવોએ પણ ત્યાં આજુબાજુ ચૈત્ય બનાવરાવ્યા. ગિરિરાજની તળેટી વલભીપુર હતી તે સમયની આ વાત છે. (સંદર્ભઃ શત્રુંજય માહાભ્યઃ સર્ગ આઠમો.) કાળક્રમે ભૌગોલિક ફેરફાર થતાં એ ભાગ છૂટો પડ્યો, વચ્ચે પુષ્કળ અંતર પડ્યું. એ કાળ પણ કેટલો બધો પસાર થયો ! વધેલા આ અંતરને ધ્યાનમાં રાખીને પછી એ જ શાંતિનાથ પ્રભુનું પ્રતીક ચૈત્ય આ વાઘણપોળમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ નિર્માણ પામ્યું. સમયે-સમયે તેના સંખ્યાબંધ જીર્ણોદ્ધાર પણ થયા, પણ સિંહદેવે કરેલું એ ચૈત્ય આજે પણ પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાને કરેલા ઉપકારની છડી પોકારતું અડીખમ ઊભું છે. આ દષ્ટિએ આ દેરું અદકેરું છે; રળિયામણું છે, સોહામણું છે. શાન્તિના ઉજાસને પ્રસરાવનારું છે. પ્રત્યેક યાત્રિક સલુણા શાંતિનાથ ભગવાનને મુજરો અપ યાત્રા-દર્શન-વંદન-પૂજન કરીને પછી જ દાદા આદીશ્વરને ભેટવા આગળ વધે છે. આ હેતુથી સિંહદેવે સર્જેલું શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. આશા છે કે તમારી જિજ્ઞાસા હવે તૃપ્ત થઈ હશે. અભિષેક: ૬૬ 2010_02 Page #80 -------------------------------------------------------------------------- ________________ to be : SPECIES I ! [SSા , મન મેળુ ને મળવાની ભીની ક્ષણો e Be એટલો જ પ્રભુના અભિષેક Bonu PRIS EPIS વાવાળા दिम चिचीना आदि निष्परिग्रहमा दिय तीर्थनार्थ व भरमस्यापिनस्तुमा । ઈતિ શાહ 2010_02 Page #81 -------------------------------------------------------------------------- ________________ : * મન મેલુ ને મળવાની ભીની ક્ષણો એટલે પ્રભુનાઅભિષેક જિજ્ઞાસા : પ્રશ્ન: તારીખ ૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રવિવારે બપોરનાં ત્રણ વાગ્યે કાંદિવલી પૂર્વમાં પ્રભુના અભિષેક વિષેનું આપનું પ્રવચન સાંભળ્યું. તપાગચ્છ જૈન સંઘના મુંબઈના સાડા સાતસો જેટલા યુવકો અભિષેક વિષે આપની પાસે જાણવા આવ્યા હતા, તે જોઈને જ મારી છાતી તો ગજ ગજ ફૂલી હતી. વિધિકારકોએ વ્યક્તિગત ધોરણે શું આચાર સંહિતા પાળવી તે આપશ્રીએ બતાવ્યું, જેમકે : ૧. નવ દિવસ બ્રહ્મચર્ય પાળવું. ૨. ત્રણ દિવસમાં અભિષેકનો દિવસ વચ્ચે આવે. તે ત્રણ દિવસ સફેદ વસ્તુના (ખીરરોટલી)નાં એકાસણાં કરવા. ૩. આસન આપણું પોતાનું રાખવું જેથી આસનમાં આપણા દેહની ઉર્જા સચવાય. * પાઠશાળા અંક ૫ માંથી અભિષેક: ૬૮ 2010_02 Page #82 -------------------------------------------------------------------------- ________________ એ આસન ન તો અન્યને આપવું કે ન અન્યનું લેવું. ૪. ધર્મસ્થાનકમાં પ્રવેશ કર્યા પછી શ્લોક, સ્તુતિ, સ્તવન, સૂત્રો સિવાય સંપૂર્ણ મૌન પાળવું. ૫. અંતરાયવાળી બહેનોનો પ્રવેશ સર્વથા | નિષિદ્ધ કરવો. ૬. “કલ્યાણ થાઓ વિશ્વનું” એ કડીનું ગાન સમૂહ સ્વરોમાં સહુએ સાથે કરવું. આવા આચારો વિષે આપે સમજાવ્યું. પ્રભુજીના અભિષેક કેમ કરાવવા એ બાકી રહ્યું છે. તે સવિસ્તાર સમજાવવા કૃપા કરશોજી. ઉત્તર : સૌ પ્રથમ એક વાત મનમાં અંકિત કરી લેવી. રાગ અને દ્વેષની વૃત્તિથી મુક્ત, જીવમાત્ર પ્રત્યે કરૂણાના ભંડાર સમા અરિહંત પરમાત્માની ભક્તિ કરવાની છે. કહ્યું છે “પાપક્ષ શ્રી વિનર સેવા” પાપ જવાના હોય ત્યારે જ શ્રી જિનરાજની સેવા કરવાની ક્ષણ મળે. વળી આ પ્રભુના અભિષેક છે, અષ્ટપ્રકારી પૂજા નથી. પ્રભુજીને એક અભિષેક કર્યા પછી અંગલુછણા કરાય છે તે કદાપિ ન કરવા. પ્રભુ પ્રતિમા પર ફુલ ચડાવેલા હોય તે પણ ન ઉતારવા. દીવા ચાલુ જ રહેવા જોઈએ. અભિષેકના શ્લોક સંપૂર્ણ બોલાઈ ૬૯: અભિષેક 2010_02 Page #83 -------------------------------------------------------------------------- ________________ રહે એટલે પૂરા ૨૭ ડંકાની થાળી વગાડવી જોઈએ. ચૈત્યની બહારના ભાગમાં કંદરૂપનો ધૂપ સતત ચાલુ રાખવો. ચારે બાજુ સુવાસિત પુષ્પોના પગર (ઢગલીઓ) ભરવા. ઉપર જણાવ્યું તેમ જો અંગલૂછણા ન જોઈએ તો ફળ નૈવેદ્યની તો વાત જ આવતી નથી. એ માટે પૂજારીને શું મળશે એ વિચાર ન કરવો; એને માટે અલગ વિચારણા થઈ શકે. અભિષેકના આગલા દિવસે જ પૂજારી તથા અન્ય કર્મચારીઓને આમંત્રી તે બધાને પ્રીતિ ભોજન કરાવી સારી પહેરામણી આપીને ખુશ કરવા અને તેમની હોંશ વધારવી. (પહેરામણી તરીકે વસ્ત્રજોડી, વાસણ અને રોકડ રકમ આપવી ઉચિત રહેશે.) અભિષેકનું મૂળ વિધાન ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજીએ પ્રયોજ્યું છે. તે પછી પૂજ્યપાદ આચાર્ય શ્રી ઉદયસૂરિ મહારાજે પ્રાચીન શ્લોકો ઉમેરીને એક સરસ સંકલ્પના કરીને વર્તમાન અભિષેકના શ્લોકો પ્રચલિત કર્યા છે. બારમા સૈકાની આસપાસમાં “ ગણેશ વિધિ" પ્રવર્તમાન હતી તેની સંરચના આચાર્ય શ્રી વાદિવેતાલશાંતિસૂરિ મહારાજે કરેલી છે. અભિષેકજળમાં અત્તર અવશ્ય ભેળવવા. શિશિરમાં હીનાનું અત્તર, ગ્રિષ્મ ઋતુમાં ખસનું અત્તર તથા વર્ષા ઋતુમાં ગુલાબનું અત્તર ઉચિત ગણાશે. અભિષેક: ૧૦ 2010_02 Page #84 -------------------------------------------------------------------------- ________________ આથી ચૈત્યના પરિસરમાં ચોતરફ સુગંધી વાતાવરણ એવું આલ્હાદક બનશે કે દેવોને પણ અહીં પ્રભુભક્તિ નિહાળવા આવવાનું મન થાય! વળી આમ કરવાથી પ્રભુના સમવસરણમાં દેવો જે પરિમલમય વાતાવરણ નિમોણ કરે છે તેવો અસ્સલ આભાસ ઊભો થાય. કુસુમાંજલિ” બે શબ્દોનો સમાસ છે : સુસુમ અને મંત્રિા કુસુમ એટલે પુષ્પ-ફુલ. અંજલિ એટલે સંપૂટ - ખોબો. ખોબો ભરીને ઝીણાં ઝીણાં નાજુક ફુલો જેવા કે જાઈ, જુઈ, બોરસલી અને પારિજાત કુસુમાંજલિમાં લેવા, એની સાથેની પાંદડીઓ પણ એમ જ રાખવી, છૂટી ન કરવી. કદાપિ અક્ષત-ચોખા ન લેવા. __"सव्वं च लक्खणोवेयं समहिठिंति देवया।" (સર્વ જે લક્ષણોવંત છે તેમાં દેવતા અધિષ્ઠાન કરીને રહે છે.) પ્રભુજીના અઢાર અભિષેક થયા પછીનું એ જળ હવે સામાન્ય જળ નથી રહેતું, એ અમૃતમય બની જાય છે. નિજ-નિજ સ્વભાવ અને પ્રભાવયુક્ત સંજીવની ઔષધીઓથી મિશ્રીત થઈ, પ્રભુના સ્પર્શ પામી તે અમૃત બની જાય છે ! એટલે જ કહેવાય છે : मणि-मंत्रौषधीना अचिन्यो हि प्रभावः। મણિ-મંત્ર અને ઔષધીનો પ્રભાવ ન વિચારી શકાય તેટલો હોય છે, વળી એમાં પ્રભુનો સ્પર્શ એને સર્વોત્તમ બનાવે છે. ૭૧ : અભિષેક 2010_02 Page #85 -------------------------------------------------------------------------- ________________ “ચૈતન્ય ભળ્યું જે ઉર્જામાં, અમૃત છે, તે જળધાર નથી” (કવિ હિમાંશુ પ્રેમ) આ ઔષધિજળ જ્યારે ખૂબ સુગંધી બને છે અને એનાથી પ્રભુજીના અભિષેક થાય છે ત્યારે એ સુરભિથી આકર્ષાઈને નજીકના દેવો ત્યાં અવશ્ય પધારે છે. વળી આ ચીજ એવી લક્ષણવંત હોય છે કે તેમાં દેવો અધિષ્ઠાન કરીને રહે છે. સ્વચ્છ અને પવિત્ર જિનાલયમાં સુગંધી પુષ્પો, દિવ્ય પદાર્થોથી બનેલા ધૂપ અને ગાયના નિર્દોષ ઘીના દીપકોની જ્યોતિથી છવાયેલું સુગંધ ઝરતું વાતાવરણ નિર્માણ પામે છે ઃ : लुब्धै व्यन्तरदैवेः साधिष्ठायकमिदं भवति । (ઉત્તમ દેવોથી આ બિંબ અને આ ચૈત્ય અધિષ્ઠિત થાય છે.) આવા પ્રભાવ સંપન્ન અભિષેકથી નવા બિંબમાં અદ્ભુત તેજ પ્રગટે છે તથા શ્રી સંઘમાં સમૃદ્ધિનો ઉમેરો થાય છે. तेजोद्भुतं नवे बिम्बे भूरि भूतिं च धार्मिके । મારી એક આરત છે. મારું મન એમ સૂચવવા ઇચ્છે છે કે, એક પ્રતિમાજીને એક જ વ્યક્તિ પૂરા અઢાર અભિષેક કરે. આમ કરવાથી “હાર્મની” જળવાશે. ભિન્ન ભિન્ન વિચારવાળી જુદી જુદી વ્યક્તિઓના કારણે આશાતનાની સંભાવના પૂર્ણપણે રહે છે. પછી તમે જ કહેશો કે આશાતના અને મલિનતાના નિવારણ માટે અભિષેક થઈ રહ્યા છે પરંતુ એ હેતુ તો ન સચવાયો ! અભિષેક ક્રિયાની અખંડિતા ન જળવાય અભિષેક: ૦૨ 2010_02 Page #86 -------------------------------------------------------------------------- ________________ ચેતન્ય ભળ્યું જે ઉર્જામાં, અમૃત છે, તે જળધાર નથી મનને ભેળવવા જેવા આ વિશ્વમાં એક પરમાત્મા જ છે. તેની સાથે આવા અનુષ્ઠાનના આલંબન દ્વારા મન મળી ગયું તો...તો પછી કશું જ કરવાનું રહેતું નથી. 2010_02 Page #87 -------------------------------------------------------------------------- ________________ (2008 Image 21°29:40.305 (4858498° E અવકાશ-યાનમાં બેઠાં હોઈએ ત્યારે આ પવિત્ર ભૂમિનું આમા સમગ્ર દર્શન થઈ શકે એ દશ્ય... ઉપર જમણી બાજુએ તળેટીસુથી આવવાનો હતો તથા આજુબાજુનાં દેરાસરો...પછી બંગાળી | | બાબૂના દહેરાં અને ૧૦૮ પાર્શ્વનાથનાં સંકુલની વચ્ચેથી શરૂ થતો | યાત્રા-માર્ગ...પછી થોડો સપાટ જતો...આગળ ઝકઝાક ; 2010_02 Page #88 -------------------------------------------------------------------------- ________________ Google Eye ait જેવો હીંગળાજ માતાનો હડો...શ્રી પૂજ્ય-ટૂંકનો પરિત્સર...આગળ હનુમાનથારા સુઘીનો યાત્રામાર્થ સ્પષ્ટ છે. આગળની બથી ટૂંકો વાદળાંથી ઢંકાયેલી છે...ત્યાંથી આપણી કલ્પનાની ભાવયાત્રા શરૂ થાય છે...જે આપણને નવ ટૂંકના અને પ્રભુ આદીશ્વરદાદાના દર્શન કરાવે છે..‘આંખ જો મીંચી, હો ગયે દરશન !' + 2010_02 les ve 2008 4.89 km Page #89 -------------------------------------------------------------------------- ________________ અભિષેકમાં જ્યાં જ્યાં મર્દન, માર્જન, વિલેપન કરવાનાં હોય ત્યાં તે સમયે ઘંટનાદ, શ્લોકગાન તથા ચામરનૃત્ય સતત ચાલવા જોઈએ. શરણાઈ, વીણા, સિતાર, મૃદંગ જેવા વાઘોની રાગરાગિણીથી વાતાવરણમાં ભરપૂર સૌરભ છલકાવવી જોઈએ. 2010_02 For Private & Personal use only VWinelibreria Page #90 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રભુજીની અને પ્રભુજીના ચૈત્યનું અ-બહુમાન થાય, અવિધિ થાય. આના દુષ્પરિણામ આવે. “દેવ ન મારે ડાંગ, દેવ કુબુદ્ધિ આપે” આવા પરમ કૃપાળુ દેવાધિદેવની આશાતના કરીએ તો તેઓ ડાંગ ‘લાકડી’ લઈને મારવા ન આવે પરંતુ કુબુદ્ધિ એવી સુઝાડે કે પોતાના કરતૂતથી પોતે જ દુઃખી થાય. પોતે જ નિમિત્ત બને એટલે અન્ય કોઈને દોષ પણ ન દઈ શકે ! અભિષેકનું અનુષ્ઠાન કરીએ તે અમૃતક્રિયા જ છે. થવું પણ એમ જ જોઈએ. અમૃતક્રિયાના લક્ષણો આપણામાં આવવા જોઈએ. એ લક્ષણો આ પ્રમાણે છે : તદ્ભુત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાજી તણો જી. 99 (શ્રીપાળ રાસ : ખંડ ૪) 66 આવી અમૃતક્રિયા સ્વરૂપ અનુષ્ઠાન પ્રતિવર્ષ થાય તો ચૈત્ય પર મંગળ અને શુભ સ્વર પ્રસારણ કરનારા મયૂર અને શુક (પોપટ) જેવા ઉત્તમ પક્ષીઓ એના શિખરને શોભાયમાન કરે. અન્યથા સમળી, ગીધ, કાગડા, ચીબરી જેવા અમંગળ સ્વર કાઢનારા અપશુકનિયાળ પક્ષીઓ શિખરની અને ચૈત્યની શોભા ઘટાડે. અભિષેક થયા પછી આવા પક્ષીઓ ચૈત્યથી દૂર રહે. ચૈત્ય ‘માંદુ’ પડ્યું હોય ત્યારે તેના નિવારણના ત્રણ ઉપચાર કહ્યા છે : ૭૩ :: અભિષેક 2010_02 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧. કોઈ યોગીપુરુષ પ્રભુના પ્રાણ સાથે પોતાના પ્રાણ ભેળવી, ધ્યાન ધરીને પ્રાણને પુષ્ટ કરે. ૨. કોઈ ભાવુક ભક્ત ઘી નીતરતાં નૈવેધ પ્રભુજીને ધરાવે. ૩. અંતરમાં હૃદયમાં અને મનમાં બહુમાન ધરી, વિધિ તથા ઔચિત્ય પાળવા પૂર્વક અઢાર અભિષેક કરે તો ચૈત્યની ઉર્જા ચેતનવંતી ભને અને ઉપરના મલિન આવરણ દૂર થાય. અભિષેકમાં જ્યાં જ્યાં મર્દન, માર્જન, વિલેપન (અભિષેક ૪/૬) કરવાનાં હોય ત્યાં તે સમયે ઘંટનાદ, શ્લોકગાન તથા ચામરનૃત્ય સતત ચાલવા જોઈએ. શરણાઈ, વીણા, સિતાર, મૃદંગ જેવા વાઘોની રાગરાગિણીથી વાતાવરણમાં ભરપૂર સૌરભ છલકાવવી જોઈએ. ઇલેક્ટ્રોનિક સાધનો કે વાજિંત્રો ન વાપરવા જોઈએ. બહુ વ્યક્તિઓનો ઝમેલો ન હોવો જોઈએ. અભિષેકનું જળ પહોંચાડનાર અલગ વ્યક્તિઓ હોવી જોઈએ. આમ કરવાથી જિણ દીઠે પ્રભુજી સાંભરે’ એવા પ્રભુજી થઈ જશે. પ્રભુ પ્રત્યે પ્રીતિ જગાડવા અને જાગી ગયા પછી તે સ્થિર કરવા માટે આ અનુષ્ઠાન જરૂરી છે. જગતભરમાંનાં પ્રત્યેક જીવ સુધી વિસ્તરેલો પ્રેમ છેવટે તો પરમાત્મામાં જ પર્યવસન પમાડનારો છે અને તે માટે જ આવા અનુષ્ઠાનો કરવાના છે. પરમાત્મામાં જાગેલો પ્રેમ વધારતાં જઈને છેક અભિષેક: ૦૪ 2010_02 Page #92 -------------------------------------------------------------------------- ________________ જીવમાત્ર સુધી લઈ જવાનો છે. રાગ જુદી વૃત્તિ છે. એમાં સ્વાર્થ - મોહ - અજ્ઞાનનો વાસ છે. જ્યારે શુદ્ધ પ્રેમ કરુણાથી નીપજે છે. રાગ સકમ જીવ કરે છે ત્યારે કરુણા સીધી આત્મામાંથી પ્રગટે છે. અનુષ્ઠાન ચાલતાં હોય ત્યારે આવા ભાવ જળવાવા જોઈએ, તે માટે વાતાવરણ દૂષિત થાય એવો એક પણ શબ્દ ન ઉચરાવો જોઈએ. એકાગ્રતા ખંડિત કરે એવું કશું ભાવકો દ્વારા ન થવું જોઈએ. આમ, સંપૂર્ણ મૌન સાથે અભિષેકની આ ગંભીર પ્રક્રિયા કરવાની છે. ધ્યાનમગ્ન થવા માટે સામે દેવાધિદેવ છે. તેના સાનિધ્યમાં આપણે સંપૂર્ણ એકાગ્રતા સાથે સજ્જ થઈને આ અનુષ્ઠાનમાં મનવાણી-કાયા પરોવીને એક લ્હાવા રૂપ કાર્ય સંખ્યા નહીં પણ અગાધ ઊંડાણ સાધીને કાર્ય કરવાનું છે, જે જીવનમાં સદાકાળ સ્મૃતિમાં રહે, સંભારણું બની રહે, સુકૃત બની રહે. - મનને ભેળવવા જેવા આ વિશ્વમાં એક પરમાત્મા જ છે. તેની સાથે આવા અનુષ્ઠાનના આલંબન દ્વારા મન મળી ગયું તો..તો પછી કશું જ કરવાનું રહેતું નથી. “મન મેળુને મળ્યા વિના જાયે દિન જતા, ત્રિકમ તારે ચોપડે, ગણજે મા એતા.” મને આશા છે.. તમારી જિજ્ઞાસા સંતોષાઈ હશે.(પાઠશાળા:૬૪) ઉપઃ અભિષેક 2010_02 Page #93 -------------------------------------------------------------------------- ________________ ધારાવાડીનું મહત્વ જિજ્ઞાસા: પ્રશ્ન :- ધર્મના પ્રભાવે ધારાવાડી દેવાથી નગર લોકની પ્રજાના ઈતિ-ઉપદ્રવ-મારી-મરકી-રોગ શોક દૂર થાય છે તેવું ઉદાહરણ આપના ખ્યાલમાં હોય તો આપશો. ગોધરાનું તો આપની પાસે સાંભળ્યું હતું પણ બીજું કાંઈ દષ્ટાંત સંભારણામાં હોય તો આપ બતાવવા કૃપા કરશો. ઉત્તર:- સામાન્ય રીતે આવું વ્યક્તિગત ધોરણે અને સંવગત ધોરણે ઘણીવાર બનતું હોય છે. નોંધપાત્ર હોય છે.પણ તે બધું નોંધાતું નથી હોતું. પન્નાસૂત્રની એક યાદગાર ગાથા છે. मंदणु भावा बध्धा तीव्वणु भावाउ कुणइ ता चेव । असुहाउ निरणुबंधाउ कुणइ तिव्वाउ मंदाउ ॥ (અર્થ:- શુભ પ્રવૃત્તિનો કર્મબંધ મંદરસ વાળો પડ્યો હોય તો તે તીવ્ર પ્રભાવવાળો બને છે. જે અશુભ કર્મનો બંધ પડ્યો હોય તો તે નિરનુંબંધ પડે છે, અને શુભકર્મનો બંધ મંદ રસવાળો હોય તો તે તીવ્ર રસવાળો થાય છે.) * પાઠશાળા અંક ૬૫ માંથી અભિષેક: ૬ 2010_02 Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ અહેતુના આલંબને જે સંકલ્પ સહિત મંત્રોચ્ચાર થયા તે સાર્થક થવા જ સર્જાયા છે. આપણે ત્યાં જે પૂજનો જોવા મળે છે તેમાં પ્રાચીનમાં પ્રાચીન શ્રી શાન્તિસ્નાત્ર છે, તે બે પ્રકારના એક લઘુ ૨૭-ગાથાનું અને બીજું ૧૦૮ ગાથાનું બૃહત-બને પ્રભાવ સંપન્ન છે. તેમાં એક ૨૭ નું લઘુનો પણ પ્રભાવ કેવો છે. મારી-મરકી-રોગશોક ઈતિ ઉપદ્રવ બધું જ દૂર કરે. વિ.સં.૧૯૫૬ ની વાત છે. સમગ્ર ભાવનગરમાં અઢારે આલમમાં કોલેરા ફાટી નીકળ્યો.ચારે બાજુ હાહાકાર થઈ ગયો! અઢારે આલમનાં વડાની નજર અહંદુ ધર્મ ઉપર ઠરી.બધાની આજીજીભરી વિનંતીથી પૂજ્યપાદ પં.શ્રી ગંભીરવિજયજી મહારાજે તે ઉપદ્રવ શાંત થાય તે સંકલ્પ સાથે શ્રી શાંતિસ્નાત્ર ભણાવવાનું નિરધાર્યું.વૈશાખ વદિ છઠે વિધિપૂર્વક જળ લાવ્યા.અને ખાસ ભાવનગર ફરતે ધારાવાડી વિધિપૂર્વક બહુમાન સાથે વાજતે ગાજતે દીધી.અને બધાં રોગ-શોક ઈતિ ઉપદ્રવ શાંત થયા. તે વખતના જૈન ધર્મ પ્રકાશ નામના માસિકમાં એ ધારાવાડીનો અહેવાલ આવ્યો છે.તે વાંચવાથી જ સમગ્ર પ્રસંગની ધારદાર અસરકારકતાનો ખ્યાલ આવશે માટે વાંચવો જરૂરી છે. જે આ પ્રમાણે છે : ઉઃ અભિષેક 2010_02 Page #95 -------------------------------------------------------------------------- ________________ દ , , , 1 ની છે શ્રી ભાવનગરમાં શાંતિસ્નાત્ર અને શાંતિ જળધારાનો મહોત્સવ. . : પ - તે સમયનું ભાવનગર શહેર ગુજરાત કાઠિયાવાડના બહોળા ભાગમાં કોલેરાનો ઉપદ્રવ ચાલે છે. ભાવનગરમાં પણ ઓછો-વત્તો એ અસાધ્ય વ્યાધિનો ઉપદ્રવ ચાલે છે. તેની શાંતિને માટે તેમજ આત્મહિતની વૃદિધને માટે શાંતિસ્નાત્ર ભણાવવાનો નિર્ણય થતાં શ્રી પાલિતાણાથી રાણપુરવાળા ઉત્તમ શ્રાવક ભોગીલાલ ઉગરચંદને સંઘે તેડાવ્યા. પંન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ પ્રથમ અહતું મંડળની સ્થાપના કરી અને વદ ના દિવસે વિધિયુક્ત જળ લાવવામાં આવ્યું. શ્રી સંઘ ખર્ચને માટે એક ટીપ અભિષેક: ૦૮ 2010_02 Page #96 -------------------------------------------------------------------------- ________________ કરી. વૈશાખ વદ ૧૧ના દિવસે કુંભસ્થાપના અને ગૃહદિગપાળાદિનું પૂજન ઉક્ત શ્રાવક ભોગીલાલે કરાવ્યું. વૈશાખ વદ ૧૨ના દિવસે પંન્યાસજી ગંભીરવિજયજીએ શાંતિસ્નાત્ર ભણાવ્યું.શ્રાવક યોગ્ય સર્વ ક્રિયા ભોગીલાલે કરાવી, શાંતિસ્નાત્ર સાંભળવાને માટે પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હોવાથી મોટા વિશાળ દહેરાસરજીમાં પણ બિલકુલ માર્ગ ખાલી રહ્યો નહોતો. શ્રાવક વર્ગમાં તો ઉત્સાહ હોય જ પણ આ કાર્ય સર્વપ્રજાના હિતનું હોવાથી સર્વ લોકોના મનમાં પારાવાર ઉત્સાહ હતો. શાંતિસ્નાત્રની સર્વ ક્રિયા બહુ જ શાંતિપૂર્વક કરવામાં આવી હતી. બાદ વદિ ૧૩ના દિવસે શાંતિસ્નાત્રના અને અતિ મંડળનાં અભિષેકના જળ વડે શહેર ફરતે શાંતિ જળધારા દેવા માટે મોટો વરઘોડો ચડાવવામાં આવ્યો હતો.આ વરઘોડાની શોભા અપૂર્વ હતી. નગારું, નિશાન, હાથી વિગેરે રાજ્ય રિસાયત અને રૂપાની પાલખી, રૂપાનો રથ, રૂપાના અષ્ટ મંગળ, ફરતો ઈન્દ્રધ્વજ વગેરે દેરાસરની સર્વ સામગ્રીથી વરઘોડો બહુ દીપી રહ્યો હતો. મુનિમંડળ સાથે હતું. અનેક પ્રકારનાં વાજિંત્રો (અંગ્રેજી) બેન્ડ સિવાય એકત્ર કરેલા હોવાથી તેનો નાદ સૌના ચિત્તને પ્રસન્ન કરતો હતો. અહન મંડળનો થાળ સાથે રાખેલો હતો, તેનું પૂજન યથક્તિ વિધિપૂર્વક પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી કરાવતા હતા; તેની આગળ ૧૨ પ્રકારના (ઢોલ, મૃદંગ, G૯ અભિષેક A. 2010_02 Page #97 -------------------------------------------------------------------------- ________________ તાંસા, શરણાઈ, શંખ,ભૂંગળ, નરઘા, સારંગી, કાંશી, મંજીરા, નૃસિંધુ, ડફ વગેરે) નંદી વાજિંત્ર વાગતા હતા. આખા શહેરમાં સર્વ વ્યાપારીઓએ પોતપોતાની ઉલટથી અણોજો પાળ્યો હતો. કારીગરોએ પણ કામ પર જવું બંધ રાખ્યું હતું. નામદાર દરબારશ્રીના હુકમથી મટન માર્કેટ પણ બંધ રહી હતી.માછીની જાળો છોડાવી હતી. મિલ પ્રસાદિ તો બહુધા શરૂ જ ન હોવાથી તમામ બંધ હતું. આખું શહેર વરઘોડો જોવાને ઉછળી રહ્યું હતું. સવારના ૮ કલાકે વરઘોડો ચાલ્યો હતો તે ગામ ફરતો ધારાવડી દઈને બપોરના ત્રણ કલાક પછી ઉતર્યો હતો. સ્થાને સ્થાને શ્રાવક સમુદાયની સ્ત્રીઓ વધાવવા ઊભી રહેલી દ્રષ્ટિએ પડતી હતી.જન સમૂહના હૃદયમાં ઉત્સાહ સમાતો નહોતો. વધાવવામાં એકંદર રૂા ૧૫૦નું રૂપાનાણું અને પ00-600 શ્રી ફળો આવ્યા છે. આ કાર્યનો પ્રારંભ થયો ત્યારથી જ વ્યાધિની શાંતિ થવા માંડી છે. અને આ જળધારા થયા પછી વિશેષ પ્રકારે શાંતિ જણાય છે. થોડા દિવસમાં સર્વથા શાંતિ થઈ જવાનો સંભવ છે. આવા ઉત્તમ કાર્યો આ ભવમાં અને પરભવમાં ઊભયમાં હિતકારી છે. શ્રી જૈન ધર્મ પ્રકાશ-અંક-૩ સં. ૧૯૫૬-પુસ્તક-૧૬ જેઠ સુદી ૧૫ અભિષેક: ૮૦ 2010_02 Page #98 -------------------------------------------------------------------------- ________________ કઠોડ ફિશ ને લઈ Sese numb V પા સોળમાઉદ્ધારનું આબેહુબ વર્ણન વિ N www.w શત્રુંજય ઋણાટક અને આચાર્યવિદ્યામંડાળીથ્વસ્થતારાજ કરા 2010_02 Foll Page #99 -------------------------------------------------------------------------- ________________ ગરવા ગિરિરાજના ઉદ્ધાર, એ તો ઇતિહાસનાં પાનાં પર અમર થવા સર્જાયેલી ઘટનાઓ છે. કોઈ સૌભાગ્યવંતા વિરલ મનુષ્યને, તેની અભિલાષા જાગે, એ અભિલાષા પૂર્ણ કરવાની કોઈ ભાગ્યવાનને સામગ્રી મળે અને કોઈક જ પુણ્યવંત આત્મા જ, એવું કામ કરીને સ્વજન્મને કૃતાર્થ કરે! શ્રી શત્રુંજય તીર્થના આવા ઉદ્ધાર ઘણાં થયા છે. તેમાં તેર-ચૌદ-પંદર એ ત્રણ ઉદ્ધાર અનુક્રમે, જાવડશાહ, બાહડમંત્રી અને સમરાશાહે કરાવેલા છે. કાળનો કાટ ન લાગે, તે રીતે ઇતિહાસના પાને એ કંડારાયા છે. એક એક ઉદ્ધારનાં, કાવ્યો રચાયાં છે. કવિઓએ નાનાવિધ વર્ણનોથી પોતાની કલમ કૃતાર્થ કરી છે. રસમય વર્ણનોથી રસિકજનોના મનને તરબતર કરી, એમના ભક્ત હૃદયને પ્રભુમય બનાવ્યું છે. સોળમાં ઉદ્ધારની કથા પણ એવી જ રોમાંચક છે. કર્માશાહે કરાવેલા આ ઉદ્ધારની કથા બહુ જાણીતી નથી. એમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજી મહારાજ હતા અને ઉદ્ધાર કરાવવામાં કેવા -કેવા સાધક -બાધક પરિબળોએ ભાગ ભજવ્યો હતો એ વાત જાણીતી નથી. આ સોળમાં ઉદ્ધારના વર્ણનોનો પ્રબંધ રચાયેલો છે. એક પ્રશસ્તિ પણ રચાઈ છે. (શ્રી લાવણ્યસમય કૃત આ પ્રશસ્તિ ગિરિરાજ ઉપર અંકિત છે.) આ પ્રતિષ્ઠા વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ છઠ્ઠના શુભ દિને થઈ છે. અભિષેક: ૮૨ 2010_02 Page #100 -------------------------------------------------------------------------- ________________ અને એના બીજા જ દિવસે આ પ્રબંધની રચના થઈ છે. અહીં આ રચનાનો રસાસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, એવું એનું નામ છે. શ્રી વિધામંડનસૂરિજીના ગુરુભાઇ શ્રી વિનયમંડન પાઠકના શિષ્ય, વાસ્તુશાસ્ત્ર-વિશેષજ્ઞ તથા જ્યોતિષશાસ્ત્ર-જ્ઞાતા પંડિત વિવેકધર ગણિ તેના રચયિતા છે. દેવભાષા સંસ્કૃતમાં બે ઉલ્લાસમાં રચાયેલા આ પદ્યબંધ પ્રબંધમાં વૈવિધ્યભર્યા છંદો પ્રયોજાયા છે. ૯૩ પદ્મના પહેલાં અને ૧૬૯ પદ્યના બીજા ઉલ્લાસમાં વર્ણનો આકર્ષક અને પ્રાસાદિક છે, ભાષા લલિત અને પ્રાંજલ છે. આ ગ્રંથનું બીજું એક અભિપ્રેત નામ ઇષ્ટાર્થસાધક છે. ઉદ્ધારના ભગીરથ કાર્યનું ઉત્થાન-બીજ કે આરંભબિંદુ, આ શબ્દમાં સમાયેલું છે. કર્માશાહના પિતાજી તોલાશાહે, શ્રી વિદ્યામંડનસૂરિજીના ગુરુ શ્રી ધર્મરત્નસૂરિજીને પ્રશ્ન કર્યો હતો કે; મારો ઇષ્ટ અર્થ સિધ્ધ થશે કે નહીં? બૃહત તપાગચ્છના રત્નાકરની ભૃગુકચ્છીય શાખામાં ઘણા પ્રભાવશાળી આચાર્ય મહારાજાઓ થયા તેમાં એક, પ્રભાવશાળી શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ હતા. આ કાર્યના મંડાણ થયા માટે ઇષ્ટાર્થસાધક, આ નામ યથાર્થ છે. ગ્રંથના રચયિતા સ્વયં આ ધન્ય પ્રસંગના સાક્ષી હતા, એટલું જ નહીં, તેઓશ્રી શ્રી વિનયમંડન પાઠકના નિકટના સાથી અને શિષ્ય પણ હતા. ૮૩ : અભિષેક 2010_02 Page #101 -------------------------------------------------------------------------- ________________ આથી, તેમના વર્ણનોમાં સજીવતા ભારોભાર છે. કાવ્યનો ઉપાડ, છટાદાર છે. પહેલા પ્રબંધમાં શાર્દૂલ વિક્રીડિત છંદમાં મંગલ અભિય અને પ્રયોજન દર્શાવ્યા છે. શબ્દ-પ્રાસ, વર્ણ-સગાઈ અને છંદોલય એવા કર્ણમધુર છે કે એનાં શ્રવણ-વાચન મન હરી લે છે. પ્રથમ બે શ્લોકમાં શ્રી ઋષભદેવ અને શ્રી પુંડરીક સ્વામીને મંગલાચરણરૂપ સ્મરણ કરી, પ્રથમ ચક્રવતિ શ્રી ભરત મહારાજા વગેરેએ કરેલા ૧૮ ઉદ્ધારનો નામોલ્લેખ છે. (કમશાહથી પહેલા પંદર ઉદ્ધાર થયા, તે ઉપરાંત સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ, શ્રી ઘનશ્વરસૂરિજીના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ અને વસ્તુપાળ મંત્રીશ્વરે કરેલા ઉદ્ધાર ગણતરીમાં લેતાં, સંખ્યા અઢારની થાય છે. એક અપેક્ષાએ, એવા બધા ઉદ્ધારને સૂક્ષ્મ ગણવામાં આવે છે અને તેની સંખ્યા ઘણી થાય છે.) શ્રી ધનરાજ સંઘવીએ કાઢેલા સંઘમાં, આબુ વગેરે તીર્થની યાત્રા કરી, તેઓ મેવાડ દેશની રાજધાની ચિતોડનગરમાં પધાર્યા હતા. આ નગરના આલંકારિક વર્ણનની એક પંક્તિ સ્મરણ- મંજૂષામાં અકબંધ ગોઠવાઈ છે : શનિા સંમિનાં વ્ર ચત્ર મધુર સ્વાધ્યાય ધોષોશ્વના છે (મધુર સ્વાધ્યાયના ઘોષથી ગાજતાં, સાધુના જ્યાં ઉપાશ્રય હતા.) ચિતોડનગરના રાજા સાંગારાણાએ શ્રી સંઘનું સામૈયું કર્યું અને ધર્મવાણીનું નિત્ય શ્રવણ કરવા લાગ્યા. અભિષેક: ૮૪ 2010_02 Page #102 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીના ઉપદેશથી, રાણાએ શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કર્યો. રાણાની સાથે ચિતોડગરના નગરશેઠ તોલાશાહ પણ પોતાના વિશાળ પરિવાર સાથે ધર્મ-શ્રવણ કરવા આવતા. રાણા તો તોલાશાહને મંત્રી બનાવવા ઇચ્છતા હતા. તોલાશાહે એ પદ ન સ્વીકાર્યું એટલે તેમને નગરશેઠ બનાવ્યા હતા. તોલાશાહના પાંચ પુત્રો હતારતનાશાહ, પોમાશાહ, દશરથ શાહ, ભોજશાહ અને સૌથી નાના કમશાહ હતા. કર્માશાહ તેજસ્વી, ઉદાર અને સાહસિક હતા. તોલાશાહ એકવાર બપોરના સમયે કમશાહને સાથે લઈને આચાર્ય શ્રી પાસે આવ્યા અને પૃચ્છા કરી : મારા મનમાં ચિંતવેલું કાર્ય થશે કે નહીં?” આચાર્યશ્રી એ જવાબ આપ્યો : “કામ થશે, અને તે તમારા દીકરા કમશાહના હાથે અને અમારા શિષ્યના હાથે થશે.” આ સંવાદ, આ સમગ્ર કાર્યના વટવૃક્ષનું બીજ છે. આ પછી, શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ અને તોલાશાહ પરિવારનો પરસ્પરનો સંબંધ ગાઢ બનતો ગયો. તોલાશાહના આગ્રહથી શ્રી વિનયમંડન પાઠક વગેરેને રોકી આચાર્યશ્રીએ વિહાર કર્યો. કમશાહ વગેરે પરિવારે એમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. નવ-તત્વ, ભાષ્ય વગેરેનું અધ્યયન કર્યું. શ્રી વિનયમંડન પાઠકને ગુરુપદે સ્થાપ્યા. ગુરુએ ચિંતામણી મંત્ર આપ્યો. આ બધી બાબત નોંધપાત્ર છે. પહેલા ઉલ્લાસના અંતમાં તોલાશાહ ૮૫ઃ અભિષેક 2010_02 Page #103 -------------------------------------------------------------------------- ________________ ધર્મરાધના કરીને સમાધિપૂર્વક સ્વંગે પ્રયાણ કરે છે. આ સમાગમ વિ.સં.૧૫૮૨માં થયો અને ગિરિરાજનો ઉદ્ધાર-પ્રતિષ્ઠા વિ.સં.૧૫૮૭માં થયા. આ પાંચ વર્ષના ગાળામાં કર્માશાહ ખંત, અપાર ધીરજ અને તીવ્ર તમન્નાથી તીર્થોદ્ધારના કાર્ય માટે મન-વચન-કાયાથી વળગી રહેલા છે, તે મહત્વની વાત છે. પ્રબંધના આ શબ્દો એની પ્રતીતિ કરાવે છે : સ્વપ્નપિત ાતમના प्रयतः समन्ताम | બીજા ઉલ્લાસમાંની ઘણી વાતોમાંથી, અહીં તો માત્ર થોડી જ રજૂ કરીશું. એથી વાચકનો રસ, પ્રબંધ પાસે જવા પ્રેરાશે. બીજા ઉલ્લાસના પ્રારંભમાં પ્રબંધકાર ,ઇતિહાસની વહી વાંચે છે. અણહિલપુર પાટણની ગાદીએ આવેલા રાજાઓના ક્રમ અને રાજ્ય પરંપરા બતાવ્યા છે. સુબાઓ અને બાદશાહોની પરંપરા પણ દર્શાવી છે. વિ.સં.૧૪૬૮માં અમદાવાદની સ્થાપના થઈ એ પણ એમાંથી જાણવા મળે છે.(૨/૧૫) તીર્થોદ્વારમાં રાજકીય દ્રષ્ટિએ મહત્વનો ભાગ ભજવનાર બાધરશા બાદશાહનો ઇતિહાસ વર્ણવ્યો છે. કયા સંજોગોમાં બાધરશાને કર્માશાહ સાથે પરિચય થાય છે; બાધરશા પર ઉપકાર કરવાની કર્માશાહને કેવી તક મળેછે અને તેમાં કુળદેવી કેવા નિમિત્ત બને છે, તે વૃતાંત રોચક છે. (૨/૨૨-૫૧) બાધરશાની મદદથી રાજકીય દષ્ટિએ કાર્ય નિર્વિઘ્ન બની ગયા પછી, પાવાગઢથી ખંભાત જવું, જ્યાં શ્રી વિનયમંડન પાઠક બિરાજમાન અભિષેક: ૮૬ 2010_02 Page #104 -------------------------------------------------------------------------- ________________ છે તેમને વિનંતી કરવા જાય છે. ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને સામે શ્રી સીમંધર સ્વામી ભગવાનનાં દર્શન કરે છે. આ પરથી અનુમાન કરી શકાય કે શ્રી સીમંધર સ્વામી પ્રભુ વિ.સં.૧૫૮૭થી પણ પ્રાચીન છે. (૨/૫૭) વિનંતી કરી. તેઓ શ્રી સિદ્ધગિરિ આવે છે. ત્યાં રસ્તે, વલ્લભીપુરથી આગળના રસ્તે, જેવા ગિરિરાજના દર્શન થાય છે કે એને સોના-રૂપાનાં ફૂલથી અને રત્નથી વધાવે છે. યાચકોને મન મૂકીને દાન આપે છે. ગિરિરાજની સ્તુતિ-ભક્તિ કરે છે. આ સ્તુતિના સાત શ્લોક કંઠસ્થ કરવા જેવા છે. (૨/૭૦-૭૬) ગિરિરાજ પર જઈને ગોઠીને દાન-દક્ષિણા આપી રિઝવીને વસ્તુપાલ મંત્રીશ્વરે આણેલી શિલાઓ પ્રાપ્ત કરે છે. (૨/૮૨-૮૩) ઉદ્ધારના કાર્યની રૂપરેખા દોરે છે. સુકાન વિનયમંડન પાઠક સંભાળે છે અને શ્રી વિવેક ધીર(પ્રબંધકાર પોતે)ને શિલ્પીઓના માર્ગદર્શન માટે નિયુક્ત કરે છે. (૨/૮૪) આવું ભગીરથ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટેશ્રી રત્નાસાગર અને શ્રી જયમંડન ગણિ એમ બે મુનિવરો છ મહિનાના ઉપવાસ કરે છે. (૨/૮૬) આવા છ મહિનાના ઉપવાસ કરનાર ચંપાશ્રાવિકાના નામ સાથે આ બે નામ પણ અમર છે. આવા શકવર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગનામૂહુર્તનો નિર્ણય શ્રી વિદ્યામંડનસૂરિજી અનેક જ્યોતિષીને સાથે રાખીને કરે છે. (૨/૯૩) 2010_02 ૮૭ : અભિષેક Page #105 -------------------------------------------------------------------------- ________________ વિધિ-વિધાનમાં જરૂરી ઔષધિઓ માટે, અનેક વૈધો, અનુભવી વૃદ્ધ પુરુષો અને ભિલ્લોને પૂછી-જાણી, પુષ્કળ દ્રવ્ય ખર્ચીને મંગાવે છે. (૨/૧૧૫) સૂરજકુંડ કર્માશાહની ઉદારતાથી બે મહત્વનાં કામ પણ થયાં. એક તો જે સૂરજકુંડ છૂપાવી દેવામાં આવ્યો હતો તે પુષ્કળ દાન દઈ ખુલ્લો કરાવ્યો. (૨/૧૨૩) બીજું, ગિરિરાજ પર રાજાનું આધિપત્ય એવું હતું કે એક-એક યાત્રાળુ પાસેથી ૧૦૦-૧૦૦ મુદ્રા લઈને પછી ક્ષણવાર માટે દર્શન કરવા દેવામાં આવતા તેને, કર્માશાહે એ રાજાને સુવર્ણગિરિ ભેટ આપી, બધા યાત્રાળુઓને વિના મૂલ્યે યાત્રા કરાવી.આ બેઉ કાર્યો થકી કર્માશાહ ખૂબ યશસ્વી થયા. (૨/૧૬૨) પ્રતિષ્ઠા-પ્રસંગના વર્ણનમાં તો પ્રબંધકારે કમાલ કરી છે. વર્ણન આઠ જ શ્લોકમાં છે. એ આઠ શ્લોકમાં સમગ્ર ચિત્ર ખડું થયું દેખાય છે! આપની નજર સમક્ષ બની રહ્યું હોય એવું તાદશ્ય વર્ણન છે. શ્લોકના શબ્દો વાગોળીએ ત્યારે, આપણે એ વાતાવરણમાનાં એક ભાગ હોઈએ અવું લાગે. એ શ્લોકોના ભાવ માણીએ : દાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારે, શ્રદ્ધા, ભકિતથી ઉછળતા અભિષેક: :૮૮ 2010_02 Page #106 -------------------------------------------------------------------------- ________________ હૈયાવાળો શ્રાવક વર્ગ પ્રસન્ન હતો. સહુ કોઈ વાતચીત બંધ કરીને પ્રભુની ભક્તિમાં લીન હતા. શ્રાવિકાઓ અતિ હર્ષથી, ધવલ મંગલ ગીતોના ગાનમાં ગુલતાન હતા. ભવ્ય જીવો, વાજિંત્રોના તાલે નાચતા હતા. કેટલાય લોકો ધૂપવટીમાં સુગંધી ધૂપ ઉખેવતા હતા. સૌરભભર્યા પુષ્પોવાળા કેસર-કપૂર મિશ્રિત જળનો ચોતરફ છંટકાવ થતો હતો. હવામાં, જય-જય શબ્દો ગૂંજતા હતાં અને ત્યારે સમકિતદષ્ટિ દેવો પ્રભુના બિંબમાં સંક્રાંત થયા; પ્રભુએ સાત વખત શ્વાસોચ્છવાસ લીધા. (આ એક વિરલ ઘટના ગણાય કે શ્રી વિનયમંડન પાઠક વગેરે આ ઘટનાના સાક્ષી બન્યા હતા! આપણે જે રીતે શ્વાસ લઈએ-મૂકીએ તે રીતે જ પ્રતિમામાં જોવા મળ્યું.) કમશાહની પ્રાર્થનાથી, વિશ્વના જીવો પર ઉપકાર કરવાની ભાવનાથી, રાગ-દ્વેષથી રહિત થઈ સઘળા સૂરિવરોની સંમતિ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ અને શ્રી પુંડરીક સ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિદ્યામંડનસૂરિજીએ કરી. (૨/૧ ર૫-૧૩૨) આ વર્ણન પછીના સમગ્ર બીજા ઉલ્લાસના શ્લોકો કમશાહની ઉદારતાના વર્ણનમાં રોકાયા છે. પ્રબંધકાર જુદા-જુદા સ્વરૂપે, એ ઔદાર્યનું ભાવવાહી વર્ણન કરે છે. રહી રહીને એક જ વાત કરવા છતાં પ્રબંધકારને ધરવ જ થતો નથી એટલે લખે છે: કમશાહની પુણ્યરાશિ આકાશમાં રત્નાકરના રસથી લખીએ તો પણ અનન્ત કાર્યો, લખ્યા વિના રહી જાય તેમ છે! ૮૯ : અભિષેક 2010_02 Page #107 -------------------------------------------------------------------------- ________________ એક શ્લોકનો ભાવ જોઈએ: કસ્મશાહના દાનથી જીતાયેલું કલ્પવૃક્ષ “ક” વિનાનું એટલે કે અલ્પવૃક્ષ થઈ ગયું, અને દાન આપવામાં પ્રસિધ્ધ એવા બલિરાજા કમશાહના દાનને સાંભળી લજ્જિત થયા અને તેમના નામમાં સ્વરનું પરિવર્તન થયું અને તેઓ બાલ બની ગયા! શબ્દ ચમત્કૃતિવાળા આવા અનેક પદ્યથી બીજો ઉલ્લાસ પૂરો થાય છે. આ પ્રબંધની રચનાથી જે પુણ્ય ઉપાર્જન થયું હોય તેનાથી ભવોભવ રત્નત્રયીની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરી છે. જ્યાં સુધી વિમલાચલ છે ત્યાં સુધી આ પ્રશસ્તિ બુધજનોમાં વંચાતી રહે એવી અભિલાષા પ્રગટ કરી છે. પ્રબંધનો પ્રથમદર્શ શ્રી વિનયમંડન પાઠકના કહેવાથી શ્રી સૌભાગ્યમંડને વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ દશમીને શુક્રવારે લખ્યો છે. આમ પ્રબંધનો બીજો ઉલ્લાસ ૧૬૯ શ્લોકમાં પરિપૂર્ણ થાય છે અને આમ બે ઉલ્લાસનો પ્રબંધ પૂર્ણ થાય છે. આ રીતે પ્રબંધનો સંક્ષિપ્ત પરિચય-રસાસ્વાદ અહી રજુ કર્યો છે. વાચક મૂળ પ્રબંધ વાંચવા પ્રેરાય એવી આશા સાથે શ્રી શુભવીરવિજયજી મહારાજના સ્વરમાં સૂર પૂરાવીએ: પનરસો સત્યાસીએ રે, સોલમો એ ઉદ્ધાર કર્યાશાહે કરાવીયો રે, વરતે છે જયજયકાર. અભિષેક: ૯૦ 2010_02 Page #108 -------------------------------------------------------------------------- ________________ મુનિવર પ્રેમવિજયજી મહારાજની ટીપ મુનિજીવનનો નકશો* મુનિશ્રી પ્રેમવિજયજી પ્રત્યે આદર દર્શાવતો આ શિલાલેખ, શત્રુંજય ગિરિરાજ પર દાદાની ટૂંકમાં, પુંડરીકસ્વામી દેરાસરની જમણે, ચૌમુખજીના દેરાસરના બહારના થાંભલા ઉપર જોવા મળે છે, તે આ પ્રમાણે છે : संवत १६४८ वर्षे चैत्र सुदि १५ दनि वार सोमे तपगच्छ तलक समान भट्टारक श्री हीरविजयसूरिस्वरगुरुभ्यो नम:॥ तत्पट्टप्रभाकर आचार्ज श्री विजयसेनसूरिस्वरगुरभ्यो नम:। तत्गच्छे महोपाध्याय श्री विमलहर्षगुरुभ्यो नम:। तत्शिष्य मुनि प्रेमविजयजी जात्रा ४१४ कीधी परदक्षणा ४ दीधी डुंगरपाखतीउ दरीकिलि १० जात्रा कीधि ॥ पंडित श्री पूज्य हर्षगण श्री रत्नहर्षनो भाई मुनि प्रेमविजयजी जत्रा... कल्याणमस्तु सुभं...॥ --अनुसंधान' भांथी. પાઠશાળા અંક પ૩ માંથી ૯૧ : અભિષેક 2010_02 Page #109 -------------------------------------------------------------------------- ________________ અભિષેક: ૯૨ संवत १६४८ वर्ष दिलवा सोमे म कारक श्रीही रवि जयकारा खर गुरुमात्पु श्र श्रीविजयसेनको शक्रमोनमः तन महोपाध श्रीविष मनमः॥ तन मुनिप्रेमविजयनी जात्रा ४१४ कीधी प्रदेश ४ ही धीम ती॥ उदरी निश्व जाना की धीव किनश्री पुन्हर्ष श्रीर नोनारागतिप्रेम विजया नाजा कल्याण म श्री नीत fin E 2010_02 Page #110 -------------------------------------------------------------------------- ________________ એક સુરતમાં આવેલા શ્રાવકશેરીમાંના દેરાસરના કલાત્મક શત્રુંજય પટમાંથી 森森藏品。 શત્રુંજય ગિરિરાજ પર દાદાની ટૂંકમાં, પુંડરીકસ્વામી દેરાસરની જમણે, ચૌમુખજીનું દેરાસર વિશેષ દૂરના કાળની નહીં ને બહુ નજીકના કાળની પણ નહીં એવી, આજથી લગભગ ચારસો વર્ષ પુરાણી આ ઘટના છે. સામાન્ય રીતે જૈન સાધુ-મુનિવરો પોતાની આરાધના તથા સાધનાને ગુપિત રાખે છે. આની પાછળ એવી વિચારણા પ્રવર્તે છે કે જે વૃક્ષનું મૂળ જેટલું ધરતીમાં ઊંડે ઊંડે પ્રસર્યું હોય તેટલું તે વૃક્ષ વધુ ફૂલે ફાલે. તે વધુ ને વધુ વિકસિત બને. સાધુના પણ આવા ગુણ હોય છે. સાધુ પોતાની જીવન પદ્ધતિની જાણ અન્યને ન કરે. કીર્તિથી પર રહેવાની સાધુની આ ભાવના છે. ૯૩ : અભિષેક 2010_02 Page #111 -------------------------------------------------------------------------- ________________ જેમ ધનની મૂર્છા જાય તો શ્રાવકપણું પ્રગટે તેમ દેહની મૂર્છા જાય એટલે સાધુપણું પ્રગટે. આ ઉક્તિ અનુસાર મુનિવર શ્રી પ્રેમવિજયજી મહારાજે શરીરથી મમતા અળગી કરી હતી. વળી તેમાં તેમની જડતા ન હતી પરંતુ દ્દઢતા હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાટે આચાર્ય શ્રી વિજય સેન સૂરિ મહારાજ થયા. તેમના મુખ્ય શિષ્ય શ્રી વિમલ હર્ષ ઉપાધ્યાય થયા. તેમના આ શિષ્ય મુનિ પ્રેમવિજયજી થયા. તેમના ભાઈ પંડિત રત્નહર્ષ મહારાજ હતા. તેમના સાન્નિધ્યમાં તેઓ રહેતા હતા. તેમની રચનાઓ પણ મળે છે. વિ.સં.૧૯૬૨માં તેઓએ આત્મશિક્ષા ભાવનાની (જે એકસો પંચ્યાસી દુહામય છે.) રચના કરી છે. તેમનું જીવન તપોમય હતું. સમ્યગ્ દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ માટે તેઓએ વિ.સં.૧૬૪૮માં ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની ચારસોચૌદ જાત્રા કરી. દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એમ ચાર પ્રદક્ષિણા કરી. મન તથા શરીરથી તેઓ કેવા ખડતલ હશે તેની કલ્પના કરી શકાય. સંયમ જીવનની પાલના માટે તેઓશ્રીએ વિ.સં.૧૬૩૯માં આસો સુદિ એકમના દિવસે, ગુરુવારે પીસ્તાલીસ નિયમો સ્વેચ્છાએ સ્વીકાર્યા. એમાં નોંધપાત્ર તો એ જણાય છે કે, એ નિયમપાલનમાં જડતા નહીં અભિષેક: : ૪ 2010_02 Page #112 -------------------------------------------------------------------------- ________________ પરંતુ દ્રઢતા રાખવાની એવો વણલખ્યો નિયમ સર્વોપરિ હતો. આ નિયમોને જ્ઞાનાચાર આદિના ક્રમે જોઈએ : જ્ઞાનાચાર -૩ નિયમ દર્શનાચાર -૪ નિયમ ચારિત્રાચાર-૨ નિયમ તપાચાર-૮ નિયમ અહંકાર ત્યાગ -૩ નિયમ સંયમ સિદ્ધિનો મંત્ર હેડપિ ાત મૃદા (પોતાના શરીર પર મમતા નહીં) એ સિદ્ધ કર્યો હતો. સંયમજીવનમાં ક્યાંય દોષ ન લાગે અને તેનું સંવર્ધન થાય તેની કાળજી આ નિયમોમાં જોવા મળે છે. યોગધર્મનો મૂળ નિયમ છે : સતત જાગૃતિ. આ સતત જાગૃતિનું દર્શન પદે પદે થાય છે. જો , ૯૫: અભિષેક 2010_02 Page #113 -------------------------------------------------------------------------- ________________ સોચાલો સિદ્ધગિરિજઈએ ગિરિ ભેટી પાવન થઈએ સોરઠ દેશ જાત્રાનું મોટું ધામ છે... 2010_02 Page #114 -------------------------------------------------------------------------- ________________ અંભષેક કલાકાર : વેદાન્ત કોલકે સુમિ અખંહ કુસુમ ગ્રુહ vald 2010 02