________________
એટલે પ્રભુજીની અને પ્રભુજીના ચૈત્યનું અ-બહુમાન થાય, અવિધિ થાય. આના દુષ્પરિણામ આવે. “દેવ ન મારે ડાંગ, દેવ કુબુદ્ધિ આપે” આવા પરમ કૃપાળુ દેવાધિદેવની આશાતના કરીએ તો તેઓ ડાંગ ‘લાકડી’ લઈને મારવા ન આવે પરંતુ કુબુદ્ધિ એવી સુઝાડે કે પોતાના કરતૂતથી પોતે જ દુઃખી થાય. પોતે જ નિમિત્ત બને એટલે અન્ય કોઈને દોષ પણ ન દઈ શકે ! અભિષેકનું અનુષ્ઠાન કરીએ તે અમૃતક્રિયા જ છે. થવું પણ એમ જ જોઈએ. અમૃતક્રિયાના લક્ષણો આપણામાં આવવા જોઈએ. એ લક્ષણો આ પ્રમાણે છે : તદ્ભુત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાજી તણો જી.
99
(શ્રીપાળ રાસ : ખંડ ૪)
66
આવી અમૃતક્રિયા સ્વરૂપ અનુષ્ઠાન પ્રતિવર્ષ થાય તો ચૈત્ય પર મંગળ અને શુભ સ્વર પ્રસારણ કરનારા મયૂર અને શુક (પોપટ) જેવા ઉત્તમ પક્ષીઓ એના શિખરને શોભાયમાન કરે. અન્યથા સમળી, ગીધ, કાગડા, ચીબરી જેવા અમંગળ સ્વર કાઢનારા અપશુકનિયાળ પક્ષીઓ શિખરની અને ચૈત્યની શોભા ઘટાડે. અભિષેક થયા પછી આવા પક્ષીઓ ચૈત્યથી દૂર રહે. ચૈત્ય ‘માંદુ’ પડ્યું હોય ત્યારે તેના નિવારણના ત્રણ ઉપચાર કહ્યા છે :
૭૩ :: અભિષેક
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org