________________
૧. કોઈ યોગીપુરુષ પ્રભુના પ્રાણ સાથે પોતાના પ્રાણ ભેળવી, ધ્યાન ધરીને પ્રાણને પુષ્ટ કરે.
૨. કોઈ ભાવુક ભક્ત ઘી નીતરતાં નૈવેધ પ્રભુજીને ધરાવે.
૩. અંતરમાં હૃદયમાં અને મનમાં બહુમાન ધરી, વિધિ તથા ઔચિત્ય પાળવા પૂર્વક અઢાર અભિષેક કરે તો ચૈત્યની ઉર્જા ચેતનવંતી ભને અને ઉપરના મલિન આવરણ દૂર થાય.
અભિષેકમાં જ્યાં જ્યાં મર્દન, માર્જન, વિલેપન (અભિષેક ૪/૬) કરવાનાં હોય ત્યાં તે સમયે ઘંટનાદ, શ્લોકગાન તથા ચામરનૃત્ય સતત ચાલવા જોઈએ. શરણાઈ, વીણા, સિતાર, મૃદંગ જેવા વાઘોની રાગરાગિણીથી વાતાવરણમાં ભરપૂર સૌરભ છલકાવવી જોઈએ. ઇલેક્ટ્રોનિક સાધનો કે વાજિંત્રો ન વાપરવા જોઈએ. બહુ વ્યક્તિઓનો ઝમેલો ન હોવો જોઈએ. અભિષેકનું જળ પહોંચાડનાર અલગ વ્યક્તિઓ હોવી જોઈએ. આમ કરવાથી જિણ દીઠે પ્રભુજી સાંભરે’ એવા પ્રભુજી થઈ જશે.
પ્રભુ પ્રત્યે પ્રીતિ જગાડવા અને જાગી ગયા પછી તે સ્થિર કરવા માટે આ અનુષ્ઠાન જરૂરી છે. જગતભરમાંનાં પ્રત્યેક જીવ સુધી વિસ્તરેલો પ્રેમ છેવટે તો પરમાત્મામાં જ પર્યવસન પમાડનારો છે અને તે માટે જ આવા અનુષ્ઠાનો કરવાના છે.
પરમાત્મામાં જાગેલો પ્રેમ વધારતાં જઈને છેક અભિષેક: ૦૪
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org