________________
જીવમાત્ર સુધી લઈ જવાનો છે. રાગ જુદી વૃત્તિ છે. એમાં સ્વાર્થ - મોહ - અજ્ઞાનનો વાસ છે. જ્યારે શુદ્ધ પ્રેમ કરુણાથી નીપજે છે. રાગ સકમ જીવ કરે છે ત્યારે કરુણા સીધી આત્મામાંથી પ્રગટે છે. અનુષ્ઠાન ચાલતાં હોય ત્યારે આવા ભાવ જળવાવા જોઈએ, તે માટે વાતાવરણ દૂષિત થાય એવો એક પણ શબ્દ ન ઉચરાવો જોઈએ. એકાગ્રતા ખંડિત કરે એવું કશું ભાવકો દ્વારા ન થવું જોઈએ.
આમ, સંપૂર્ણ મૌન સાથે અભિષેકની આ ગંભીર પ્રક્રિયા કરવાની છે. ધ્યાનમગ્ન થવા માટે સામે દેવાધિદેવ છે. તેના સાનિધ્યમાં આપણે સંપૂર્ણ એકાગ્રતા સાથે સજ્જ થઈને આ અનુષ્ઠાનમાં મનવાણી-કાયા પરોવીને એક લ્હાવા રૂપ કાર્ય સંખ્યા નહીં પણ અગાધ ઊંડાણ સાધીને કાર્ય કરવાનું છે, જે જીવનમાં સદાકાળ સ્મૃતિમાં રહે, સંભારણું બની રહે, સુકૃત બની રહે. - મનને ભેળવવા જેવા આ વિશ્વમાં એક પરમાત્મા જ છે. તેની સાથે આવા અનુષ્ઠાનના આલંબન દ્વારા મન મળી ગયું તો..તો પછી કશું જ કરવાનું રહેતું નથી.
“મન મેળુને મળ્યા વિના જાયે દિન જતા, ત્રિકમ તારે ચોપડે, ગણજે મા એતા.”
મને આશા છે.. તમારી જિજ્ઞાસા સંતોષાઈ હશે.(પાઠશાળા:૬૪)
ઉપઃ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org