________________
મહુવામાં પૂરા વીસ દિવસ રહ્યા. તાપ અને થાક બને ઉતાય. જીવિતસ્વામી મહાવીર પ્રભુનું અને શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનું શીતળ સુખદ સાન્નિધ્ય આત્મસાત કરી માર્યું.
ત્યાં રહ્યા ત્યાં સુધી બધું ભૂલી ગયા પણ જેવું મહુવા છોડ્યું -- છોડવાનું તો હતું જ, આગળ કોઈને વચન આપ્યું હતું ને! -- ત્યારે પેલી લીટી મનમાં રમતી હતી:
ધ વુડ્ઝ આર લવલી ડાર્ક એન્ડ ડીપ.
સુંદર શ્યામ વનમાં રોકાવું પરવડે તેમ ન હતું તેથી મહુવા છોડ્યું. કુંભણ થઈને જેવા સેદરડા ગામે આવ્યા એટલે એરકંડિશન્ડ રૂમમાંથી બહાર આવીએ અને સંતાપ જન્માવે એવા તાપનો અનુભવ થવા માંડે એવું લાગવા માંડ્યું. જ્યાં જઈએ ત્યાં, જે મળે તેની પાસે એક જ વાત. બધા પાસે વાત કરવાનો વિષય માત્ર એક જ, વરસાદ ક્યારે આવશે. બધાની નજર એક જ જગ્યાએ અટકેલી રહેતી. આકાશને જુએ તો કોરૂકટ લાગે અને ધરતી પણ કોરીકટ ! વ્યોમ અને ભોમ કોરાં તો તેનાં છોરાંના કલેજાં પણ કોરાં ! દુકાળ તો પડે છે, પણ આવા વસમા દહાડા કોઈ વેરીને પણ કોઈ ન દેખાડે.
છાપરીયાળી ગામે પહોંચ્યા તો ત્યાંની પાંજરાપોળના હજારો પશુઓના ભાંભરડા સંભળાતા રહ્યા.
બોલી શકતાં નથી બિચારાં, સંભળાવે શી રીતે ? હાથ લંબાવી શકતાં નથી, તે માંગે કઈ રીતે ? અશ્વ ટપકતી ભોળી આંખે, ચારેકોર નિહાળે,
G: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org