________________
કોઈ અમારા આંસુ લૂછે, કષ્ટો કોઈ નિવારે.
જ્યારે અમે જેસર-દેપલા થઈને સાવ સુક્કીભંઠ અને નર્યા કંકરથી ભરેલી શેત્રુંજી નદીના કાંઠે પહોંચ્યા ત્યારે તો આજુબાજુનું બધું સૂકું, નીરવ, નિર્જન તથા ભૂખ્યુંતરસ્યું ને લખ્યું લાગ્યું. રસ્તો તો કેમે ય કરી ખૂટે નહીં. વચ્ચેના એક ગામે થઈને જેવા ઘેટી પહોંચ્યા છે ત્યાંના ખેડૂતો અમને જોઈને, ઘણા વખતથી મનમાં કોઈ વાત દબાઈને પડી હોય અને તેને બહાર કાઢવાની રાહ જોતાં હોય, કહેવા-પૂછવા જોગ કોઈ મળે અને નીકળી જાય તેમ ચોરે બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યા : “હે મહારાજ ! આ મેહ કે દિ આવશે?”
કહેવતમાં કહ્યું છે ને કે : “મગસરના મેહ અને આદરાનાં વાવણાં' પણ આ મગસર (મૃગશીર્ષ નક્ષત્ર) તો હાલ્યો અને આદરા (આદ્રનક્ષત્ર) આ સામે દેખાણાં પણ ટબુડી ભરાય એટલા છાંટા યે નો ભાળ્યો.
અમે ઘેટી ગામના ઉપાશ્રયે પહોંચ્યા, પણ પરિસ્થિતિનો ચિતાર આંખ સામેથી ખસતો ન હતો. મનમાં પંક્તિઓ ઉભરાવા લાગી. વેદનાથી હૃદય વલોવાતું હતું. આ વલોપાત પૃથ્વી છંદમાં બંધાઈને આમ ઊતરી આવ્યો?
હવે પવન પેખીને હૃદય ખેદ વ્યાપી રહ્યો ! ગયા અ-જળ હાય ! રે ! મગસર અને આદરા વદે કૃષક હા!પ્રભો ! અકળ વેળ શી આ બની! કયા જનમના કર્યા અગણ પાપ આજે ફળ્યા ! અભિષેક: ૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org