________________
જનાવર, શિશુ અને અબળ વૃદ્ધ મેં ઝૂઝશે ! જલાદ્ધ પૃથિવી નહીં, મનુજ જંતુડા શું કરે ? સફેદ ઢગ રૂ તણાં, રખડતાં દીસે વાદળાં; અને સૂસવતો વહે પવન ડાકલાં વાગતો. (M)
બે દિવસ ઘેટી રહીને પાલિતાણા પહોંચ્યા. મન તો ઉચક જ રહેતું હતું. ચોમાસાનો પ્રવેશ તો કર્યો ! પણ આ ચોમાસું ક્યાં હતું? હતો માત્ર ઉનાળો જ ઉનાળો. મનમાં ઉનાળાના વર્ણનો યાદ આવતાં રહ્યાં. પૂજ્ય જંબૂવિજય મહારાજ વીશા-નિમા ઘર્મશાળામાં હતા. રોજ-રોજ એમનું સાનિધ્ય પામવા, અભ્યાસનો દોર શરૂ થયો. ભગવતી સૂત્રની વાચના પણ શરૂ થઈ પણ મન કોઈ અક્ષરોમાં ચોંટે નહીં, આકાશમાં ભટક્યા કરે. એક વાર ભરબપોરે બધું સુમસાન હતું. અગનઝાળની જેમ બધાને દઝાડતો સૂરજનો ગોળો એકલો આકાશમાં હતો. એ જોઈને વળી એક પંક્તિ હોઠે આવી ઊભી:
પવન હાલે નહીં, પંખી બોલે નહીં સર્વ સૂતાં જઈ વૃક્ષ ખોળે એકલો એક આ પૃથ્વીને તાપતો સૂર્ય નિજ સકળ કળાએ જ કૉળે.
ચાલુ પાઠની પંક્તિઓમાં મન લાગે નહીં તેથી એક વાર જંબૂવિજયજી મહારાજે પૂછ્યું શું વિચાર કરો છો?
મેં કહ્યું: મહારાજ! જુઓ ને છાપાંના સમાચાર કેવા આવે છે ! પાંજરાપોળો ઉભરાય છે. પાણીનો દુકાળ,
૯ઃ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org