________________
જીવી રહ્યો છું ! આ આનંદ તમને બધાને વહેંચીને એનો વિસ્તાર સાધ્યો. ઊંડાણ તો સધાયેલું હતું જ. તેથી તો આજે ચૌદ વરસે પણ ચિત્તના ચિદાકાશમાં વૃક્ષ ઉપરની લકીરની જેમ વધવા સાથે અકબંધ સચવાયેલો રહ્યો છે. બોરસલીના ફૂલની જેમ - સમય જેમ જેમ વીતે તેમ તેમ એ ઘટના પુરાતની બને છે તેમ - તેની સુગંધ વધુ મહેકે છે.
જે વર્ણન વિસ્તારથી હમણાં જ આગળનાં પાનાંઓમાં વાંચ્યું તેનો થોડો ભાગ અહીં પદ્યમાં ગૂંથવામાં આવ્યો છે. શબ્દો સરળતાથી વહી આવ્યાં છે. વર્ષાનું વર્ણન દાદાના અભિષેકના દશ્યોને કેન્દ્રમાં રાખીને થયું છે. કાવ્યના શબ્દો વાંચવાથી અર્થ સમજાઈ જશે.
જય શત્રુંજય ! જય આદીશ્વર ! જય જિનશાસન ! પદ્યમાં રચતાં પત્ર, પત્રમાં પદ્મ ગૂંથતા; શ્લોકના વેલ-બુટ્ટાથી, શોભતો પત્ર સાંપડયો.-૧ ભીંજાયા સ્નેહથી આપ, સ્નેહથી ભીંજવ્યો મને; ભીંજાયા સ્નેહથી જે હો, ભીંજવ્યા વિણ ન રહે.-૨ ભીંજાવું મેઘથી જાણ્યું, અન્ય શું ભીંજવી શકે; સ્વયં જે હોય ના આર્દ્ર, અન્યને આર્દ્ર શું કરે.-૩ અહીં તો સૂપડાધારે, મેઘે માઝા મૂકી દીધી; ત્રણ વર્ષ તણી પ્યાસ, ક્ષણોમાં છીપવી દીધી.-૪ વ્યોમ ને વસુધા જ્યારે, એકાકાર બની રહ્યા; અંધારપટમાં ત્યારે, વિશ્વ સારું ડૂબી ગયું.-૫
Jain Education International 2010_02 For Private & Personal Use Only
૪૦ : અભિષેક
www.jainelibrary.org