________________
પ્રમાણે ગોઠવાતું ગયું. દરેક કુંડીઓ પર કાગળની ચબરખી પર વિગત લખી લખીને લગાવાતી ગઈ.
વિધિકારકો આવી ગયા હતા. સંગીતકારો સાજીંદાઓ સાથે સજ્જ થઈ તૈયાર હતા. સૂર-તાલ મેળવાઈ રહ્યા હતા. સૌ કોઈના ચહેરા પર ઉમંગ તરવરતો હતો.
જંબૂવિજયજી મહારાજ બધી દેખભાળમાં વ્યસ્ત હતા. આ.ક. પેઢીના કર્મચારીઓ બધી પૂરક સામગ્રીઓ જોગવવામાં ખડેપગે હતા. પેઢીની પરંપરા મુજબ આદેશો અપાઈ ગયા હતા. અને એ લાભ લેનાર ભાવિકો પણ ઉભરાતા ઉલ્લાસ સાથે ઉત્સુક હતા. સૌ કોઈના મુખને એક અપાર્થિવ તેજની આભા ઉજમાળ કરી રહી હતી.
જે જે ઉત્તમ સામગ્રીઓ જેવી કે મોતી, પ્રવાલ, માણેક તથા ખસ, ગુલાબ, મોગરો વગેરેના કનોજીયા અત્તરના બાટલાઓ હતા તે તો આજે અશેષપણે ઉપયોગમાં લઈ લેવાના છે, એક બિંદુ પણ બચાવવાનું નથી -- આ સમજ પાકી હતી. આવા અદકેરા ભાવ હતા.
રંગ-મંડપમાં આચાર્ય ભગવંતો બિરાજમાન હતા. આ. શ્રી યશોદેવસૂરિ મહારાજ, પં શ્રી કલ્યાણસાગરજી મહારાજ, આ. શ્રી હેમપ્રભસૂરિ મહારાજ આદિ ઉપસ્થિત હતા. વિશાળ સંખ્યામાં સાધ્વીજી મહારાજ પણ હાજર હતા. - સુરતથી પધારેલા ફકીરચંદભાઈ તથા અન્ય વિધિકારકોએ આત્મરક્ષા કરાવીને નમોડહંત ના ઉચ્ચાર કર્યા. મંત્રનાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું.
૩૩ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org