________________
કુમારકુંડમાં ડોકિયું કર્યું તો જાણે તળીયે ભારતનો રોડમૅપ પાથરી દીધો હોય એવું દેખાયું ! કુંડ સાવ કોરોકટ ! સુકોભઠ્ઠ ! તળિયે માટી તાપથી તરડાઈ ગઈ હતી અને તેમાં જાતજાતનાં આડા-અવળા, લાંબા-ટૂંકા લીટા જ પડેલા હતા. છેક રામપોળ સુધીના બધા કુંડો જોયા. બધા જ આવા શુષ્ક; પાણીનું એક ટીપું ન જોયું. યાત્રાનો રસ્તો ખુલ્લો અને શાંત હતો. યાત્રીઓ ખાસ ન હતા, અભિષેકને કારણે આવેલા કેટલાક યાત્રીઓ અમારી સાથેસાથે ગિરિ આરોહણ કરી રહ્યા હતા.
“જય શત્રુંજય” ના ઘોષ સાથે અમે રામપોળમાં થઈ આગળ વધ્યા. આતુરતા વધતી જતી હતી. શ્રી શાંતિનાથ ભગવાનના દેરે દર્શન કર્યા ન કર્યાં ને ભલી આવી રતનપોળ. આજે પગ તો થાકવાના જ ન હતા પણ આંખો વિશ્રામ શોધી રહી હતી. થોડાં પગથિયાં અમે ચડ્યાં ને દાદાનાં પાવક દર્શન થયા ! નયન તૃપ્ત થયા ! પ્રાર્થના કરી, સ્તવના કરી, ચૈત્યવંદન કરી, હું, રાજહંસવિજયજી, હેમેન્દ્રભાઈ ચાવાળા, લલિતભાઈ મદ્રાસવાળા, ચંદુભાઈ ઘેટીવાળા, રસિકલાલ નંદલાલ વગેરે બધા સાથે મળીને અભિષેકની સામગ્રી મેળવવા, ગોઠવવામાં પરોવાઈ ગયા પણ મનમાં પ્રભુ રમતા હતા.
બધી સામગ્રી વ્યવસ્થિત રીતે પહોંચી હતી. સામગ્રી ભરપૂર હતી, કોઈ કસર ન હતી. અભિષેક પહેલો, અભિષેક બીજો એમ તારવી તારવીને બધું જ અંકે કરતા ગયા અને સહસ્રકૂટની દેરીમાં ભીંત ફરતે એ બધું ક્રમ
અભિષેક: ૩૨
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org