________________
હૈયાવાળો શ્રાવક વર્ગ પ્રસન્ન હતો. સહુ કોઈ વાતચીત બંધ કરીને પ્રભુની ભક્તિમાં લીન હતા. શ્રાવિકાઓ અતિ હર્ષથી, ધવલ મંગલ ગીતોના ગાનમાં ગુલતાન હતા. ભવ્ય જીવો, વાજિંત્રોના તાલે નાચતા હતા. કેટલાય લોકો ધૂપવટીમાં સુગંધી ધૂપ ઉખેવતા હતા. સૌરભભર્યા પુષ્પોવાળા કેસર-કપૂર મિશ્રિત જળનો ચોતરફ છંટકાવ થતો હતો. હવામાં, જય-જય શબ્દો ગૂંજતા હતાં અને ત્યારે સમકિતદષ્ટિ દેવો પ્રભુના બિંબમાં સંક્રાંત થયા; પ્રભુએ સાત વખત શ્વાસોચ્છવાસ લીધા. (આ એક વિરલ ઘટના ગણાય કે શ્રી વિનયમંડન પાઠક વગેરે આ ઘટનાના સાક્ષી બન્યા હતા! આપણે જે રીતે શ્વાસ લઈએ-મૂકીએ તે રીતે જ પ્રતિમામાં જોવા મળ્યું.)
કમશાહની પ્રાર્થનાથી, વિશ્વના જીવો પર ઉપકાર કરવાની ભાવનાથી, રાગ-દ્વેષથી રહિત થઈ સઘળા સૂરિવરોની સંમતિ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ અને શ્રી પુંડરીક સ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિદ્યામંડનસૂરિજીએ કરી. (૨/૧ ર૫-૧૩૨)
આ વર્ણન પછીના સમગ્ર બીજા ઉલ્લાસના શ્લોકો કમશાહની ઉદારતાના વર્ણનમાં રોકાયા છે. પ્રબંધકાર જુદા-જુદા સ્વરૂપે, એ ઔદાર્યનું ભાવવાહી વર્ણન કરે છે. રહી રહીને એક જ વાત કરવા છતાં પ્રબંધકારને ધરવ જ થતો નથી એટલે લખે છે: કમશાહની પુણ્યરાશિ આકાશમાં રત્નાકરના રસથી લખીએ તો પણ અનન્ત કાર્યો, લખ્યા વિના રહી જાય તેમ છે!
૮૯ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org