________________
વિધિ-વિધાનમાં જરૂરી ઔષધિઓ માટે, અનેક વૈધો, અનુભવી વૃદ્ધ પુરુષો અને ભિલ્લોને પૂછી-જાણી, પુષ્કળ દ્રવ્ય ખર્ચીને મંગાવે છે. (૨/૧૧૫)
સૂરજકુંડ
કર્માશાહની ઉદારતાથી બે મહત્વનાં કામ પણ થયાં. એક તો જે સૂરજકુંડ છૂપાવી દેવામાં આવ્યો હતો તે પુષ્કળ દાન દઈ ખુલ્લો કરાવ્યો. (૨/૧૨૩) બીજું, ગિરિરાજ પર રાજાનું આધિપત્ય એવું હતું કે એક-એક યાત્રાળુ પાસેથી ૧૦૦-૧૦૦ મુદ્રા લઈને પછી ક્ષણવાર માટે દર્શન કરવા દેવામાં આવતા તેને, કર્માશાહે એ રાજાને સુવર્ણગિરિ ભેટ આપી, બધા યાત્રાળુઓને વિના મૂલ્યે યાત્રા કરાવી.આ બેઉ કાર્યો થકી કર્માશાહ ખૂબ યશસ્વી થયા. (૨/૧૬૨)
પ્રતિષ્ઠા-પ્રસંગના વર્ણનમાં તો પ્રબંધકારે કમાલ કરી છે. વર્ણન આઠ જ શ્લોકમાં છે. એ આઠ શ્લોકમાં સમગ્ર ચિત્ર ખડું થયું દેખાય છે! આપની નજર સમક્ષ બની રહ્યું હોય એવું તાદશ્ય વર્ણન છે. શ્લોકના શબ્દો વાગોળીએ ત્યારે, આપણે એ વાતાવરણમાનાં એક ભાગ હોઈએ અવું લાગે. એ શ્લોકોના ભાવ માણીએ : દાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારે, શ્રદ્ધા, ભકિતથી ઉછળતા
અભિષેક: :૮૮
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org