________________
છે તેમને વિનંતી કરવા જાય છે. ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને સામે શ્રી સીમંધર સ્વામી ભગવાનનાં દર્શન કરે છે. આ પરથી અનુમાન કરી શકાય કે શ્રી સીમંધર સ્વામી પ્રભુ વિ.સં.૧૫૮૭થી પણ પ્રાચીન છે. (૨/૫૭)
વિનંતી કરી. તેઓ શ્રી સિદ્ધગિરિ આવે છે. ત્યાં રસ્તે, વલ્લભીપુરથી આગળના રસ્તે, જેવા ગિરિરાજના દર્શન થાય છે કે એને સોના-રૂપાનાં ફૂલથી અને રત્નથી વધાવે છે. યાચકોને મન મૂકીને દાન આપે છે. ગિરિરાજની સ્તુતિ-ભક્તિ કરે છે. આ સ્તુતિના સાત શ્લોક કંઠસ્થ કરવા જેવા છે. (૨/૭૦-૭૬) ગિરિરાજ પર જઈને ગોઠીને દાન-દક્ષિણા આપી રિઝવીને વસ્તુપાલ મંત્રીશ્વરે આણેલી શિલાઓ પ્રાપ્ત કરે છે. (૨/૮૨-૮૩)
ઉદ્ધારના કાર્યની રૂપરેખા દોરે છે. સુકાન વિનયમંડન પાઠક સંભાળે છે અને શ્રી વિવેક ધીર(પ્રબંધકાર પોતે)ને શિલ્પીઓના માર્ગદર્શન માટે નિયુક્ત કરે છે. (૨/૮૪)
આવું ભગીરથ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટેશ્રી રત્નાસાગર અને શ્રી જયમંડન ગણિ એમ બે મુનિવરો છ મહિનાના ઉપવાસ કરે છે. (૨/૮૬) આવા છ મહિનાના ઉપવાસ કરનાર ચંપાશ્રાવિકાના નામ સાથે આ બે નામ પણ અમર છે.
આવા શકવર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગનામૂહુર્તનો નિર્ણય શ્રી વિદ્યામંડનસૂરિજી અનેક જ્યોતિષીને સાથે રાખીને કરે
છે. (૨/૯૩)
Jain Education International 2010_02 For Private & Personal Use Only
૮૭ : અભિષેક
www.jainelibrary.org